ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશના આદરણીય વડાપ્રઘાન અને ગુજરાતના પનોતા પુત્ર તેમજ વૈશ્વીક નેતાશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આજે ગુજરાત પ્રવાસે છે. આજના દિવસે તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે જેમાં કરોડો રૂપિયાના વિકાસલક્ષી પ્રોજેકટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મહત્વનું છે કે રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પહેલી વખત ગુજરાત આવ્યા છે. આજે અમદાવાદના નરેન્દ્રભાઇ મોદી સ્ટેડિયમ ખાતે અમુલ ફેડરેશન દ્વારા આયોજીત ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટિગ ફેડરશનની સુવર્ણ જંયતિના કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી વિશેષ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમા તેમની સાથે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતો અને જનમેદનનીનું અભિવાદન ઝીલ્યું.આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આશરે 1200 કરોડના પાંચ નવા પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યુ જેમાં ચિઝ,આઇઝીક્રીમ અને ચોકલેટ પ્લાન્ટનો સમાવેશ છે. આ કાર્યક્રમમાં જીસીએમએમએફના ચેરમેનશ્રી શ્યામળભાઇ પટેલે સ્વાગત સંબોધન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતના ગામડાઓએ મળીને 50 વર્ષ પહેલા જે છોડ વાવ્યો હતો તે વિશાળ વટ વૃક્ષ થયો છે. આ વિશાળ વટ વૃક્ષની શાખાઓ દેશ અને વિદેશમાં ફેલાઇ છે. આજે આ યાત્રાને સફળ બનાવવા પશુઓનું પણ મહત્વનું યોગદાન છે. ભારતની આઝાદી પછી દેશમાં ઘણી બ્રાન્ડ બની પણ અમૂલ જેવું કોઇ નહી. આજે અમુલ ભારતના પશુપાલકોના સામર્થ્યની ઓળખ છે. અમુલ એટલે વિશ્વાસ અમુલ એટલે વિકાસ, અમુલ એટલે જનભાગીદારી, અમુલ એટલે ખેડૂતો નું સશક્તિકરણ અમુલ સમય સાથે આધુનિકરણ, અમુલ એટલે આત્મનિર્ભરની પ્રેરણા અમુલ એટલે મોટા સ્વપ્ન અને મોટા સંકલ્પ અને તેનાથી મોટી સિદ્ધીઓ. આજે દુનિયાના 50 થી વધુના દેશમો અમુલની વસ્તુઓ નિકાસ કરવામાં આવે છે 18 હજારથી વઘારે દૂધ સંહકારી મંડળી, 36 લાખ ખેડૂતોનુ નેટવર્ક દરરોજ સાડા ત્રણ કરોડ લીટરથી વઘારે દૂધનું સંગ્રહ, દરરોજ પશુપાલકને 200 કરોડથી વઘારેની ચુકવણી થાય છે. નાના પશુપાલકોની સંસ્થા આજે મોટા પાયે કામ કરે છે તે જ સંગઠનની શક્તિ છે સહકારની શક્તિ છે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, અમુલનો પાયો સરદાર વલ્લભભાઇ પટેલના માર્ગદર્શનમાં ખેડા મિલ્ક યુનિયન તરીકે પ્રસ્થાપિત કર્યો હતો. સમય સાથે ડેરી સહકારીતા ગુજરાતમાં ખૂબ મોટી થતી ગઇ અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન બની. આજે સરકાર અને સહકારના તાલમેલનું ઉત્તમ મોડલ છે. આજ કારણે આપણે દુનિયાના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ છીએ. ભારતના ડેરી સેક્ટરમાં 8 કરોડ લોગો સિઘા જોડાયેલા છે. પાછલા 10 વર્ષમાં ભારતમાં દૂધ ઉત્પાદનમાં આશરે 60 ટકા વૃદ્ધી થઇ છે. પાછલા 10 વર્ષમાં પ્રતિ વ્યક્તિ દૂધ ઉપલબ્ધતા 40 ટકા વધી છે. દુનિયામાં ડેરી સેકટર ફકત 2 ટકાના દરે આગળ વધે જયારે ભારતમાં ડેરી સેકટર 6 ટકાના દરે આગળ વધી રહ્યો છે. ભારતના ડેરી સેક્ટરની વિશેષતા છે કે જેમાં દસ લાખ કરોડ રૂપિયાના ટર્ન ઓવર કરનાર ડેરી સેકટરની મુખ્ય કરતા હરતા દેશની નારી શક્તિ છે. આજે દેશમાં ધાન,ઘઉ,અને શેરડીને મળીને આ પાકનું ટર્ન ઓવર દસ લાખ કરોડ નથી થતું પણ દસ લાખ કરોડ ટર્ન ઓવર વાળા ડેરી સેક્ટરમાં 70 ટકા કામ કરનાર આપણી મહિલાઓ છે. ભારતમાં ડેરી સેક્ટરનો મજબૂત પાયો મહિલા શક્તિ છે. આજે અમુલ સફળતાની જે ઉચ્ચાઇઓ પર છે તેમાં મહિલાઓની શક્તિનો સિંહ ફાળો છે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, ભારતને વિકસીત બનાવવા માટે ભારતની દરેક મહિલાની આર્થિક શક્તિ વધવી જરૂરી છે એટલે અમારી સરકાર મહિલાઓની આર્થિક શક્તિ વધે તે માટે કામ કરી રહી છે. નમો ડ્રોન દીદી અભિયાન અંતર્ગત ગામડામાં 15 હજાર આધુનિક ડ્રોન આપવામાં આવ્યા છે ડ્રોન ચલાવવા મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. હવે તે દિવસ દુર નથી કે ગામડામાં નમો ડ્રોન દીદીઓ જંતુનાશક દવાઓ ના છંટકાવ કરશે. ગુજરાતમાં ડેરી સહકારી સમિતિઓમાં મહિલાઓની સંખ્યા સતત વધી રહી છે. આવનાર સમયમાં પશુપાલકોને રૂપિયા ક્રેડિક કાર્ડ આપવાની યોજના બનાવી રહ્યા છે. ગાંઘીજી કહેતા હતા કે ભારતની આત્મા ગામડામા વસે છે, વિકસીત ભારતના નિર્માણ માટે ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થા મજબૂત થવી ખૂબ જ જરૂરી છે. પહેલાની કેન્દ્ર સરકાર ગ્રામીણ અર્થવ્યવસ્થાની જરૂરિયાતોને ટુકડામાં વહેચતા હતા. આજની સરકારનો ફોકસ નાના ખેડૂતોનુ જીવન કેવી રીતે સારુ કરી થાય, પશુપાલનો વિસ્તાર કેવી રીતે કરીએ. પશુઓપાલકોનું સ્વાસ્થ્ય જળવાઇ, મત્સય અને મધુમાખી પાલનને પ્રોત્સાહન કરવાનું છે. ભાજપા સરકાર રાષ્ટ્રીય ગોકલુ મિશનના માધ્યમથી દુધ આપતા પશુઓને સ્વસ્થય રાખવાનું કામ કરી રહી છે. દૂધાળુ પશુઓની જાતિ સુધારવાનો હંમેશા પ્રયાસ કર્યો છે. પશુઓને બીમારીથી બચાવવા 15 હજાર કરોડના ખર્ચે રસીકરણ કરવામાં આવ્યું છે. સરકારે 60 હજારથી વધુ અમૃત સરોવર બનાવ્યા છે તે દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરશે. ગુજરાતમાં પાછલા વર્ષોમાં માઇક્રોએરીગેશન ટપસ સિંચાઇ નો વિસ્તારવધ્યો છે. લાખો કિસાન સમૃદ્ધી કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે જેનાથી ખેડૂતોને વૈજ્ઞાનિક જાણકારી મળે. અમારી સરકાર અન્ન દાતાને ઉર્જા દાતા સાથે પુર્વકદાતા બનાવવાનો છે. અમુલે બનાસકાંઠામાં ગોબર ગેસ પ્લાન્ટ સ્થાપ્યો છે. દેશમાં 2 લાખથી વઘુ ગામડામાં સહકારી સમિતિઓનુ નિર્માણ કરવામાં આવ્યું છે. મેડ ઇન ઇન્ડિયા એટલે કે મેન્યુફેકચરિંગમાં પણ સહકારી સમિતિઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ગામડમાં ખેતી સાથે જોડાયેલા ઇન્ફાસ્ટ્રકચર માટે એક લાખ કરોડ રૂપિયાનું ફંડ પણ બનાવ્યું છે આ યોજનાનો લાભ પણ ખેડૂતો ના સહકારી સંગઠનને થઇ રહ્યો છે. અમારી સરકાર પશુપાલન સાથે જોડાયેલા ઇન્ફાસ્ટ્રકચરને આધુનિક કરવા મોટુ રોકારણ કરી રહી છે જેમાં 30 હજાર કરોડ રૂપિયાનું એક સ્પેશિયલ ફંડ બનાવવામાં આવ્યું છે.આજે અમુલ દુનિયાની 8મી સૌથી મોટી ડેરી કંપની છે તેને ઝડપથી દુનિયાની સૌથી મોટી ડેરી કંપની બનાવવાની છે.
આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજનો દિવસ ખૂબ મહત્વનો છે કારણ કે આજથી એક મહિના પહેલા આજ તારીખે અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન શ્રી રામજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. ગુજરાતમાં આજ તારીખે ફરી ભવ્ય કાર્યક્રમ નરેન્દ્ર મોદી સ્ટેડિયામમાં ઉજવાઇ રહ્યો છે. આઝાદીના આંદોલનમાં અંગ્રેજો સામેની લડતમાં ગુજરાતમા બે સપુતો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભ ભાઇ પટેલે લીધી હતી તેવીજ રીતે આજે ગુજરાતના બે પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહની જોડીએ સહકારથી સમૃદ્ધીનુ વિઝન આપ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં દેશમાં પ્રથમ વખત સહકારીતા મંત્રાલય બનાવવામાં આવ્યું છે. કૃષિ,પશુપાલન,ગ્રામ વિકાસ,ગરિબોનુ ઉત્થાન એમ દરેક ક્ષેત્રે સર્વ સમાવેશી વિકાસની પેટર્ન મોદી સાહેબે વિકસાવી છે. મોદી સાહેબની દુરંદેશીના પરિણામે ગુજરાતની ડેરી સહકારી ચળવળતો મોડલ રૂપ બની છે. સહકારનો પાયાનો સિંદ્ધાત છે કે વિના સહકાર નહી ઉદ્ધાર. મોદી સાહેબની નેતૃત્વની સરકારનો સિદ્ધાંત અને કાર્યમંત્ર છે સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ,સૌનો પ્રયાસ. બે દાયકામાં રાજયમાં દૂધ ઉત્પાદક સંઘોની સંખ્યા બમણી એટલે કે 12 થી વધી 23 થઇ છે. 36 લાખ લોકો દૂધ ઉત્પાદન વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેમાં પણ 11 લાખ નારી શક્તિનો સમાવેશ છે. સમગ્ર ગુજરાતમાં 16 હજાર 384 દૂધ મંડળીઓમાંથી 3300 નો સંપુર્ણ કાર્યભાર મહિલાઓ સંભાળે છે. દૂધ ઉત્પાદક મહિલાઓ આજે તેમના પરિવારને આર્થિક રીતે મદદ કરી રહી છે. દેશને દુનિયાની પાંચમી અર્થવ્યવસ્થા બનાવવામાં દૂધ ઉત્પાદક સહકારી ક્ષેત્ર પણ ખૂબ સારુ યોગદાન આપ્યું છે. માસ પ્રોડકશનને બદલે પ્રોડકશન બાય માસ એ ગુજરાતના દૂધ ઉત્પાદન ક્ષેત્રની આગવી ઓળખ બન્યું છે. દેશમાં વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સમગ્ર કાર્યકાળ રિફોર્મ,પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં આ અમૃતકાળ વિકસીત ભારત 2047ના નિર્માણનું કર્તવ્ય કાળ બનશે અને ભારત વિશ્વની ડેરી તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલા, ગુજરાત વિઘાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી, ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઇ આહિર,રાજયના મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, જીસીએમએમએફના ચેરમેનશ્રી શ્યામળભાઇ પટેલ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશના પદાધિકારીશ્રીઓ, સહકારક્ષેત્રના અગ્રણીઓ,ખેડૂતો અને દૂધઉત્પાકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા