ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે , અમદાવાદ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના કાર્યકાળના 9 વર્ષ પુર્ણ થતા વિશાળ જનસભા યોજાઇ હતી. આ સભામાં શહેર પ્રમુખ શ્રી અમિતભાઇ શાહ તેમજ સાંસદશ્રી ડો. કિરિટભાઇ સોલંકીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં શ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત અને દેશની જનતાને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર વિશ્વાસ વઘતો જ જાય છે. આજની સભામાં ખીચો ખીચ ઉપસ્થિત જન સંખ્યા બતાવે છે કે શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રત્યે તમને કેટલો પ્રેમ છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરેલા વિકાસના કામ વડાપ્રધાન બન્યા પછી પણ વિકાસના કામો કરી રહ્યા છે અને આ કામનો હિસાબ જનતાને આપવા 56ની છાતી જોઇએ. શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશ અને ગુજરાત માટે કરેલા કામોથી જનતામાં એક સંતોષનું વાતાવરણ જોવા મળે છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસની સરકારમાં આંતકીઓ છાશવારે દેશમાં ઘુસી જતા અને સમાચારોમાં હેડલાઇન બનતી પરુંતુ આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ભાજપ સરકારમાં આપણી સેનાના જવાનાઓ આંતકીઓને શરહદ પર જ ઢાર કરી દે છે. દેશને આંતરીક અને બાહ્ય સુરક્ષા આપી છે. આજે આપણી સેનાના જવાનો અત્યંઆધુનિક શસ્ત્રથી સજ્જ કરી છે અને સેના આંતકીઓના ઘરે ઘુસી ખાતમો કરી નાખે છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત નબળુ નથી આજે ભારત દુશ્મનોને ઘરે ઘુસી જવાબ આપે છે. ઇતિહાસમાં કોઇ પણ દુશ્મન દેશનો પાયલોટ જો ઝડપાય તો તેને આકરી યાતના આપવામાં આવે અથવા ફાંસી આપવામાં આવે પરંતુ મોદી સાહેબની સરકારમાં એનો પાયલોટ ઝડપાય તો પાકિસ્તાન તે પાયલોટ પર કોઇ યાતના કરે તે પાકિસ્તાનની તાકાત નથી અને 24 કલાકની અંદર પાકિસ્તાનની સંસદમાં ઠરાવ કરી આપણા પાયલોટ શ્રી અભિનંદનને પાછા ભારત મોકલી દીધા. કોઇ પાયલોટ 24 કલાકમાં પાછો આવ્યો હોય તે પહેલી વાર મોદી સરકારમાં થયું છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશને પીવાનું સ્વચ્છ પાણી, શૌચાલય,રાંઘણ ગેસના કનેકશન આપ્યા તેમજ ખેડૂતો,મહિલા,યુવાનોને લાભ થાય તેવી જુદી-જુદી 180 યોજનાઓ દરેક સેકટરમાં બનાવી છે. દેશના પહેલા એવા વડાપ્રધાન છે કે યુવાનો પર વિશ્વાસ રાખે છે અને તેમને ધંધા માટે લોનની વ્યવસ્થા કરાવી છે. આજે મેટ્રો ટ્રેનની મુસાફરી કરી શકાય તે માટે 15 નવા શહેરોમાં મેટ્રો શરૂ કરાવી. મોદી સરકારમાં દેશમાં અંત્યત આધુનિક હોસ્પિટલો બની, આધુનિક રેલવે સ્ટેશન અને એરપોર્ટ બનાવવામાં આવ્યા છે. કોરોનાની રસી આપણા દેશમાં બનશે તેવું કોઇએ કલ્પના નોહતી કરી પરંતુ મોદી સરકારે દેશને એક નહી બે રસી આપી અને વિના મુલ્યે રસી આપી કોરોનાથી સુરક્ષીત કર્યા છે. યુક્રેનમાં ફસાયેલા આપણા વિદ્યાર્થીઓને મોદી સરકાર સુરક્ષીત ભારત પરત લાવી છે. ગુજરાતમાં યાત્રાધામનો વિકાસ મોદી સરકારમાં કરવામાં આવ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પ્રાચિન સંસ્કૃતિની ઘરોહર ગણાતા આપણા યોગને વિશ્વ સમક્ષ લઇ ગયા અને આજે આખુ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમદેવારને પાંચ લાખની જીતથી જીતાડી મોદી સાહેબના હાથ મજબૂત કરવા સંકલ્પ કરાવ્યો.
આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલા,પ્રદેશના સહ કોષાઅધ્યક્ષશ્રી ધર્મેન્દ્રભાઇ શાહ, અમદાવાદ શહેરના મહામંત્રીશ્રીઓ ભુષણભાઇ ભટ્ટ, શ્રી જીતુભાઇ ભગત,શ્રી પરેશભાઇ લાખાણી,અમદાવાદ શહેરના મેયરશ્રી કિરિટભાઇ પરમાર, ધારાસભ્યશ્રીઓ શ્રી દર્શનાબેન,શ્રી અમુલભાઇ ભટ્ટ,શ્રી હસમુખભાઇ પટેલ, શ્રી કૌશિકભાઇ જૈન,પુર્વ મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમાર,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી હિતશભાઇ બારોટ સહિત હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.