ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત સહિત દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું નિર્માણ થઇ રહ્યુ છે ત્યારે આજ રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા-ધનસુરા અને માલપુર તાલુકા ભાજપ સંગઠનના તાલુકા કાર્યાલયનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખશ્રી રાજેન્દ્રભાઇ પટેલ તેમજ સાંસદશ્રી દિપસિંહ રાઠોડ,મંત્રીશ્રી ભીખુભાઇ પરમારે સંબોધન કર્યુ હતું. આ કાર્યક્રમમાં ધનસુરા,મોડાસા,બાયડ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આપણે આપણા જિલ્લા,નગર – મહાનગર કે તાલુકામાં મહાનવિભુતીઓની પ્રતિમા લગાવવામાં આવે જેનાથી આવનાર પેઢી પ્રેરણા લઇ શકે પણ આ જિલ્લામાં કાર્યકરોના સાથ સહકારથી 12 જેટલી પ્રતિમાંની સ્થાપના કરવામાં આવી છે અને આખા રાજયમાં પહેલો જિલ્લો અરવલ્લીનો છે તેનો શ્રેય જિલ્લાના કાર્યકરોને જાય છે. લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજી વખત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની અધ્યક્ષતામાં સરકાર બનાવશે. લોકસભાની ચૂંટણીમાં પાર્ટી કોઇ પણ ઉમેદવારને ટીકિટ આપે તેને પાંચ લાખથી વધુની લીડ સાથે જીતાડવાનો પ્રયાસ કરવા હાંકલ કરી.પેજ કમિટિ વધુમાં વધુ મજબૂત કરવા હાંકલ કરી આજે પેજ સમિતિ માટે ગુજરાત ના કાર્યકરોમાંથી અન્ય રાજયના કાર્યકર્તાઓ પ્રેરણા લે છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, વિઘાનસભા ચૂંટણી પહેલા દિલ્હીનો એક મહાઠગ આવ્યો હતો તેણે આદિવાસી વિસ્તારમાં જઇને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો પણ વિઘાનસભાની ચૂંટણીમાં 182માંથી 126 બેઠક પર તેની ડિપોઝીટ ગઇ છે અને કોંગ્રેસની 44 બેઠકો પર ડિપોઝીટ ગઇ છે. કોંગ્રેસ અને આપની ભેગી થઇ બંનેની ડિપોઝીટ ગઇ હોય તેવી 20 બેઠકો છે. આમ 150 બેઠકો ખરાબ રીતે હાર્યા પછી હવે લોકસભા ચૂંટણી લડવા આવશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની તાકાતનો પરચો આવી પાર્ટીને ફરી બતાવી દેવા હાંકલ કરી.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, લોકસભા ચૂંટણી પહેલા વિરોધી પાર્ટીઓએ ગંઠબંધન કર્યુ છે. ભ્રષ્ટાચારી,પરિવારવાદના રાજકીય પક્ષો આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને હરાવવા ભેગા થયા છે. ભારતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં ચંદ્રયાનની સફળતા મેળવી છે દક્ષિણ ધ્રુવમાં ભારતનું ચંદ્રયાન પહોંચ્યુ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના વૈજ્ઞાનિકોને વિશ્વાસ અપાવ્યો અને ચંદ્રયાન ફરી મોકલ્યુ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રે વિકાસ કરી રહ્યો છે અને દરેક ક્ષેત્રેને મળી 180 જેટલી યોજનાઓ જાહેર કરી છે.
પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે એક સામાન્ય કાર્યકર કામ કરતા કરતા પાર્ટીના સર્વોચ્ચ પદ પર પહોંચી શકે તેવી દેશની એક માત્ર પાર્ટી હોય તો તે માત્ર ભાજપ છે ત્યારે આજના આ પ્રસંગે કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર વતી હ્રદય પુર્વક સ્વાગત કરું છે. ભારતને મજબૂત બનાવવા આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જે લયથી કામ કરી રહ્યા છે તેમના હાથ મજબૂત કરવા સૌ સાથે મળી કામ કરીએ. આવનાર લોકસભા ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સૌ કાર્યકર્તાઓને દરેક બેઠક પાંચ લાખથી વધુ લીડથી જીતવા હાંકલ કરી છે. કાર્યકરો લોકોની સમસ્યા હલ કરી શકે તે માટે કાર્યાલય હોવુ જરૂરી છે અને આજે જિલ્લાનું કાર્યાલય પ્રદેશ અધ્યક્ષશ્રી પાટીલ સાહેબના હસ્તે લોકાર્પણ થયું છે. કેન્દ્ર અને રાજયની સરકાર જનતાના વિકાસ માટે અનેક યોજનાઓ જાહેર કરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની કેન્દ્ર સરકારે 9 વર્ષમાં દેશને સુરક્ષા,વિકાસ અને આત્મનિર્ભર ભારતની દિશા મળી છે ત્યારે આવનાર લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતમા અનોખો ઇતિહાસ રચીએ તેવો સંકલ્પ કરીએ.
આ કાર્યક્રમમાં રાજયસરકારના મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર, સાંસદશ્રી દિપસિંહ રાઠોડ,ધારાસભ્યશ્રીઓ શ્રી પી.સી બરંડા,શ્રી ધવલસિંહ ઝાલા,પ્રદેશના મંત્રીશ્રી જયશ્રીબેન દેસાઇ,જિલ્લાના પ્રભારીશ્રી રાજુભાઇ શુક્લા, જિલ્લા પ્રમુખશ્રી રાજેન્દ્રભાઇ પટેલ,સાબરડેરીન ચેરમેનશ્રી શામળભાઇ પટેલ સહિત જિલ્લાના આગેવાન અને હોદેદાર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.