આજરોજ અનંત ચતુર્દશી ના રોજ ગણેશ વિસર્જન યાત્રામાં સુરત ભાગળ ચાર પર ગણેશ વિસર્જન યાત્રામાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા તેમજ સહુ ગણેશ મંડળોનો હાર્દિક અભિનંદન કર્યું હતું તથા ગણેશ પ્રતિમાનું પૂજન કર્યું હતું
આજે અનંત ચતુર્દશી દિવસે ગણેશ ઉત્સવ સમાપ્ત થાય છે. વિધ્નહર્તા શ્રી ગણપતિ દાદાની પુજા અર્ચના કર્યા પછી આજે તેમને વિદાય આપવાનો દિવસ છે. ભકતો માટે બાપાને વિદાય આપવાનો દિવસ ખૂબ કપરો હોય છે. આજના દિવસે બાપાનું વિસર્જન ખૂબ શાંતિપુર્વક થાય તે માટે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સુરત શહેર અને રાજયભરમાં ભક્તોને અપીલ કરી હતી. સરકાર દ્વારા કોઇ અનિચ્છનિય ઘટના ન બને અને કોઇની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે પુરતુ આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી,રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ,સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા,ધારાસભ્યશ્રીઓ શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી અરવિંદભાઈ રાણા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.