ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ ગુજરાત રાજયનું બજેટ રજૂ થયું છે. આદરણીય વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં વિકસીત ગુજરાત, મિશન જનકલ્યાણની પ્રતિબદ્ધતા સાથેનું બજેટ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ સૌથી મોટા કદનું બજેટ 3.70 લાખ કરોડ રૂપિયાનું રજૂ કર્યુ છે. રાજયના બજેટને પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ આવકાર્યુ છે.
શ્રી સી.આર.પાટીલજીએ બજેટ સંદર્ભે જણાવ્યું કે, વર્ષ 2025-26નું બજેટ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરતું બજેટ છે. બજેટમાં દરેક વર્ગને ધ્યાને રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમજ બજેટમાં બાળકો,મહિલા સશક્તિકરણ,યુવાનો અને ખેડૂતો ને હિતમાં રાખી રજૂ કરવામાં આવ્યું છે જે બદલ નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇ સહિત તેમની ટીમને અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં ગત વર્ષ કરતા 21.8 ટકાનો વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજયનું આ બજેટ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વિકસીત રાષ્ટ્રને સાકાર કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે.
