આજરોજ પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની વિશેષ ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાનો કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયો.

BJP GUJARAT NEWS અમદાવાદ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની વિશેષ ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાનો કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયો.

પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ વીરભાથીજી મહારાજ તેમજ ડાકોર સ્થિત રણછોડરાયજીને નમન કરી સંબોધન કરતા જણાવ્યું કે, ખેડાની ધરતી એટલે આધ્યાત્મિક અને શૂરવીરોની ધરતી છે. ખેડા જીલ્લામાં અનેક મહાનુભાવોએ જન્મ લીધો છે. આઝાદી પૂર્વે ખેડા જિલ્લામાં મહાત્મા ગાંધીજીના આદર્શોને ચરિતાર્થ કરી સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક મહાનુભાવોએ પણ બ્રિટિશ શાસન સામે આઝાદીની લડત લડી અને ખેડા તેમજ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. આઝાદી બાદ ખેડા જિલ્લાના આગેવાન ઇંદુલાલ યાજ્ઞિકજીના મહાગુજરાત આંદોલન થકી યુવાનોમાં દેશપ્રેમ જગાડવુ તેમજ કર્તવ્ય નિષ્ઠા જેવા ગુણોનું ચિંતન કરવામાં આવ્યું હતું. ખેડાની પવિત્ર ધરતીએ ૧૯૧૮માં સરદાર વલ્લભભાઈ પટેલજીના નેતૃત્વમાં ખેડા સત્યાગ્રહ થકી એકતાનું પ્રતિક છે. સમગ્ર દેશને સહકારિતાની રાહ એ ખેડામાંથી મળી. વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ અમૂલ એ આજે ખેડા જિલ્લામાં પ્રસ્થાપિત છે, ૧૦ લોકો સાથે મળી કરેલી પહેલથી આજે વટવૃક્ષ બન્યું છે. સહકારિતાની ચળવળ અને આ પાછળની લક્ષ્ય હતું કે ગામેગામનો ખેડુત મજબૂત થાય, પશુપાલક મજબૂત થાય, તાલુકા અને જિલ્લા મજબૂત થાય તો રાજ્ય મજબૂત થાય અને દેશ સમૃદ્ધ થાય. સરદાર સાહેબે જોયેલું સ્વપ્ન જેમાં કોંગ્રેસને નવરાશ ન મળી, આઝાદીના ૭૫ વર્ષ બાદ અલગ સહકારિતા વિભાગ બનાવવામાં આવ્યો અને પ્રથમ નેતૃત્વ આદરણીયશ્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપવામાં આવ્યું. સહકારિતામાં ક્રાંતિ આવે માટે કેન્દ્ર સરકાર અને આદરણીય ભુપેન્દ્રભાઈ પટેલની રાજ્યસરકારમા દેશહિતકારી પગલાઓ લેવામાં આવ્યા. આદરણીયશ્રી અમિતભાઈ શાહ સાહેબે ત્રિભોવનદાસ યુનિવર્સિટીની સ્થાપના કરી ખાતમુહર્ત કર્યું અને દેશનો યુવાન આગામી દિવસોમાં સહકારી ક્ષેત્રમાં પણ સ્નાતક થઈ શકે તે પ્રમાણેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ જણાવ્યું કે, દેશમાં વિકાસની રાજનીતિ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરવામાં આવી અને આજે મુંબઈ અલ્હાબાદ હાઈસ્પીડ રેલ કોરિડોર અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ બ્લોકના ઉત્તરસંડા નજીક આણંદ નડિયાદ નામની આધુનિક રેલવે સ્ટેશન બનાવી ખૂબ મોટી ભેટ આજે મળી છે. સરદાર સાહેબે જોયેલા સ્વપ્ન આજે પૂરા થઈ રહ્યા છે તે સૌની સમક્ષ છે. વિચાર્યું પણ ન હતું કોઈએ કે બુલેટ ટ્રેન ભારતમાં અને એ પણ પ્રથમ ગુજરાતમાંથી પસાર થશે એમાં આણંદ અને ખેડાની વચ્ચે ઉમેલ મધ્યે તેનું સ્ટેશન આવશે તેવું કોઈએ વિચાર્યું પણ ન હતું. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખાતમુહર્ત અને લોકાર્પણ આદરણીય વડાપ્રધાનશ્રી મોદી સાહેબ કરે છે, આ ગુજરાતની જનતાને ભાગલાવાદી કોંગ્રેસ વિકાસની ચાલતી ગતિને રોડા નાખી રોકવાના પ્રયાસો કરી રહી છે. દેશભરમાં “સરદાર@૧૫૦” યુનિટીની યાત્રા નીકળી રહી છે. આ યાત્રા દેશની અંદર દરેક લોકસભા પ્રમાણે નીકળશે. ગુજરાતમાં આ યાત્રા ૧૮૨ વિધાનસભા ક્ષેત્રમાં તમામ સમાજના લોકો અને તમામ ધાર્મિક સંસ્થાના લોકો તમામ NGO સહિત તમામ લોકો આ યાત્રામાં જોડાશે. આ યાત્રા કરમસદથી કેવડિયા ૧૫૧ કિમીની યાત્રા યોજાશે જેમાં દેશના યુવાનો જોડાશે. તમામ લોકોને આ યાત્રામાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું. સરદાર સાહેબે ૧૬૨ રજવાડા એક કર્યા અને અખંડ ભારતનું સ્વપ્ન સેવ્યું અને તેના ભાગરૂપે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેવડિયા ખાતે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ નહીં વિશ્વ જોવા પધારે તે પ્રકારે વિકસાવવામાં આવ્યું છે.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા મેડિકલ કોલેજ, ઉત્તમ શાળાઓ, ITI, IIT, એઈમ્સ, કે એરપોર્ટ હોય તમામ સર્વાંગી વિકાસ દેશના તમામ રાજ્યોમાં એકસાથે રોકેટની ગતિએ આગળ વધી રહ્યો છે. શિક્ષણ હોય કે રોજગાર, કૃષિ હોય કે ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ હોય કે યુવાનો માટે સ્ટાર્ટઅપ, સિંચાઈ હોય કે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા હોય તમામ આજે પરિપૂર્ણ થતા સૌ જોઈ રહ્યા છે. કોંગ્રેસે વર્ષો સુધી અન્યાય કર્યો અને સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારવા ન દીધી ડેમના દરવાજા ન લગાવવા દીધા અને મોદી સાહેબના વડાપ્રધાન બનતા માત્ર ૧૭ દિવસની અંદર ડેમના દરવાજાની મંજૂરી આપી અને દરિયામાં વહેતું પાણી રોકાયું છે. સુરેન્દ્રનગર અને કચ્છના ખેડૂતો પણ આજે કહે છે કે મોદી સાહેબ તો અમારા માટે ભગવાન છે. કાળા કરતૂત વાળી કોંગ્રેસ સરકારે સરદાર સાહેબને ભારત રત્ન ૪૧ દિવસ સુધી ન આપ્યો. સરદાર સાહેબના વિરાટ સ્વરૂપ સ્ટેચ્યુને જોવાની તસતી કોંગ્રેસના એક પણ નેતાએ લીધી નથી. સરદાર સાહેબ કહેતા હતા કે, આવનાર પેઢીને અવશ્ય શીખવવું કે કઈ રીતે દેશ આઝાદ થયો પરંતુ એ પણ શીખવવું જરૂરી છે કે આપણે કઈ રીતે ગુલામ બન્યા હતા આ તફાવત સરદાર વલ્લભભાઈ પટેલજી પાસે થી મળે છે. આઝાદી પછીના ૭૫ વર્ષ સુધી કોંગ્રેસે પ્રજાને ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર ત્રણ સૂત્રો જ આપ્યા હતા. કોંગ્રેસના નેતા કહે ગુજરાતમાં નેપાળવાળી થશે પરંતુ નેપાળવાળી તો હાલ કોંગ્રેસમાં થઈ રહી છે માટે કોંગ્રેસને કોઈ હક નથી ગુજરાતના વિકાસમાં રોડા નાખવાનું કામ માત્ર કોંગ્રેસ કરી શકે.

અધ્યક્ષશ્રીએ વધુમાં કહ્યું કે, આઝાદીના ૭૫ વર્ષ બાદ મોદી સાહેબને શાસનના ૨૪ વર્ષ પૂર્ણ થયા અને આજના યુવાનોને પૂછો તો એક જ અવાજ હોય વિકાસ, વિકાસ અને વિકાસ સાથે વિશ્વાસ, વિશ્વાસ અને વિશ્વાસ. ભાજપ પાસે વિકાસ કરી શકાય તેવા વિઝનરી નેતૃત્વ અને સાથે વિકાસની રાજનીતિની ભેટ મોદી સાહેબે આપી છે અને સમગ્ર વિશ્વની અંદર છાતી કાઢીને નીકળી શકીએ તેટ્લુ સ્વમાન પણ આજે સમગ્ર દેશને મળ્યું છે. વિદેશ અને વિકાસની નીતિ, સ્વચ્છ ભારત, નળ જે જળ, ડિજિટલ ઇન્ડિયા, આયુષ્યમાન ભારત, મેક ઇન ઇન્ડિયા, વિકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત, ઇકોનોમી રિફોર્મ જેવા અનેક ક્ષેત્ર અને સંકલ્પમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ક્યાંય પાછી પાની કરી નથી અને એટલે જ ગુજરાતની પ્રતીબદ્ધતા, વફાદારી, ગુજરાતના પ્રયાસો, અને ગુજરાતની મહેનત ખૂબ સવિત થાય છે. ન માત્ર ગુજરાતની જનતા બલ્કે વિશ્વની ૧૪૦ કરોડ જનતા મોદી સાહેબ જેવા વૈશ્વિક નેતાને શત શત પ્રણામ કરે છે. મોદી સાહેબે ટ્રિપલ તલાક, ૩૭૦ કલમ નાબૂદ, રામમંદિર જેવા વચનો જે મેનિફેસ્ટોમાં આપ્યા હતા તે વચનો આજે મોદી સાહેબે પૂર્ણ કર્યા છે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાલાર કરવા માટે એક ભારતીય એક ડગલું આગળ વધે તો ૧૪૦ કરોડ ડગલાં આગળ દેશ વધે તે સંકલ્પ આપણે કરવો જરૂરી બન્યો છે. ખેડા જિલ્લાએ ૫૧ હજાર ચોપડાથી વિશિષ્ટ સ્વાગત કર્યું છે. આ તમામ પુસ્તકો અને ચોપડાઓ આ જ જિલ્લાના જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચે તે આહવાન પણ પ્રમુખશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ કર્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ મંત્રીશ્રી જાનવીબેન, જિલ્લા પ્રમુખશ્રી નયનાબેન, જિલ્લા પ્રભારીશ્રી ભૂષણભાઈ પઢેરિયાં, મંત્રીશ્રી રમણભાઈ, મંત્રીશ્રી સંજયસિંહ મહીડા, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ પદાધિકારીશ્રીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *