આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રની ગુજરાતી આવૃતિનુ વિમોચન, ચૂંટણી પ્રચાર પ્રસારના ગીતો અને વિવિધ કૃતિઓનું લોન્ચિંગ તેમજ વિવિધ 37 પ્રકારના સાહિત્યોનું લોન્ચિગ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે યોજાયું.
(જાગો એનયમ સોંગ, લેખક-સાઈરામ દવે, મ્યુઝિક-રાહુલ મુંજારિયા, સિંગર- શ્રી કીર્તીદાન ગઢવી, ઓસમાણ મીર, પાર્થિવ ગોહિલ, ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા, ઉર્વશી રાદડિયા, સાઈરામ દવે, પાર્થ ઓઝા), (મોદીજીની ગેરંટી, સિંગર-આદિત્ય ગઢવી, લેખક-મધુભાઈ કવિ, મ્યુઝિક-પાર્થ ભરત ઠક્કર), (ફરી એકવાર મોદી સરકાર-સિંગર-કીર્તીદાન ગઢવી, લેખક-મધુભાઈ કવિ, મ્યુઝિક-પાર્થ ભરત ઠક્કર), (યે હૈ ભારત- સિંગર-નિશિત મહેતા, લેખક-તુષાર ભાઈ શુક્લા, મ્યુઝિક-નિશિત મહેતા) જેવા ગીતો ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ, ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, પૂર્વ મંત્રીશ્રી આઇ. કે. જાડેજા, પ્રદેશ મુખ્ય પ્રવકતાશ્રી યમલભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.