આજરોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે પી નડ્ડાજી ગુજરાતમાંથી રાજ્યસભાનું નામાંકન કરવા અમદાવાદ એરપોર્ટ ખાતે પધાર્યા હતા તે પ્રસંગે કર્ણાવતી મહાનગર સંગઠનના હજારો કાર્યકર્તાશ્રીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સૌને આવકારી શ્રી જે પી નડ્ડાજીનું સ્વાગત કર્યું હતું. શ્રી નડ્ડાજીએ પ્રસઁગોચિત પ્રવચન કરી સૌનો આભાર માન્યો હતો.
આજના આ પ્રસંગે પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સહ કોષાધ્યક્ષશ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, મહાનગરના અધ્યક્ષશ્રી અમિતભાઇ પી શાહ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, બહોળી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા…