ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે,યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબના નેતૃત્વમા દેશ વિકાસની નવી દિશા તરફ આગળ વધી રહ્યો છે વિદેશના નેતાઓમા પણ ભારત દેશ પ્રત્યેની દ્રષ્ટી બદલાઇ છે અને આજે દેશ આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યો છે દેશની જનતાને પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રત્યે દ્રઢ વિશ્વાસ છે ત્યારે આવા વિકાસલક્ષી કાર્યોથી વિવિધ રાજકીય પક્ષોના અને સામાજીક આગેવાનો મોદી સાહેબના નેતૃત્વમા ભારતના સાથે ગુજરાતના વિકાસમા સહભાગીદારી થવા ભારતીય જનતા પાર્ટીમા જોડાઇ રહ્યા છે ત્યારે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે કોગ્રેસના બનાસકાઠા ઘાનેરાના પુર્વ ધારાસભ્યશ્રી જોઇતાભાઇ પટેલ, ડિસા વિઘાનસભાના પુર્વ અપક્ષ ઉમેદવારશ્રી લેબજીભાઇ ઠાકોર,ધાનેરા ખરીદ વેચાણસંઘના ચેરમેન શ્રી હરદાસભાઇ પટેલ સહિત મોટી સંખ્યામા તેમના સમર્થકો તેમજ ફિલ્મ જગતના કલાકારોમા શ્રી હકાભાઇ ગઢવી, ગુજરાતી ગીતના લેખક દેવપગલી,ગુજરાતના જાણિતા કલાકારશ્રી વિશાલભાઇ હાપોર, શ્રી ભુવાજી સનીભાઇ, શ્રી જીતેન્દ્રભાઇ શર્મા,શ્રી સચિનભાઇ પંડયા,શ્રી અનિલભાઇ પી.શર્મા(જ્યોતિષ) તેમજ માજી સૈનિકશ્રીઓ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા દેશમા વિકાસનુ વાતાવરણ જોવા મળે છે. સર્વાગી વિકાસની વ્યાખ્યા કેવી હોય તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે. કેન્દ્ર સરકારની યોજના જનતાના હિતમા બને અને છેવાડાના માનવી સુધી સરકારની યોજના પહોંચે તેનો પ્રયત્ન પણ મોદી સાહેબે કર્યો છે. દરેક સેક્ટરના લોકો માટે સરકારે યોજના જાહેર કરી છે અને તેનો લાભ મળે તેનો પ્રયત્ન કર્યો છે. આજે દેશમા રોડ થી લઇ ટ્રેન અને એરપોર્ટની પણ ઉત્તમ સુવિઘા મળી રહી છે. દેશના લોકોનુ આરોગ્ય સારુ રહે તે માટે આયુષ્યમાન યોજના જાહેર કરી તે ઉપરાંત દેશમા નવી 22 એઇમ્સ હોસ્પિટલ પણ બનાવી જેમા ગુજરાતમા રાજકોટમા એક એઇમ્સ બની રહી છે.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે રાજકારણ કરવાને બદલે રોજ એક વિકાસના કાર્યોનો ઇતિહાસ બનાવે છે. આજે વંદે ભારત ટ્રેનનો લાભ મળે છે ટ્રેનમા પહેલા દુખદ પ્રવાસનો અનુભવ થતો હવે ટ્રેનમા મુસાફરીનો સુખદ અનુભવ જનતાને થાય છે. કોંગ્રેસના સમયમા જ્ઞાતિઓના ભાગલા પડતા હતા તેના બદલે હવે સેકટર પ્રમાણે તેમને આગળ વઘારવાનો પ્રયત્ન કર્યો છે જેમા મહિલાઓ, યુવાઓ, ખેડૂતો,શિક્ષિતો,ગરીબો માટે કામ કર્યુ છે.
શ્રીપાટીલજીએ વધુમા જણાવ્યું કે, કોઇ પાર્ટીમા નેતૃત્વ દિશાહિન થઇ જાય ત્યારે તેમ લાગે કે નિર્ણયો ખોટા થઇ રહ્યા છે ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓ નિરાશ થઇ જાય છે, કાર્યકર્તાઓ લોકો માટે સેવાકીય કાર્યકરી શકતા નથી ત્યારે આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા ભાજપની વિચારઘારા સાથે જોડાઇ જનતાના સેવાકીય કામ કરવા રાજકીય પાર્ટીના આગેવાનો ભાજપમા જોડાઇ રહ્યા છે. આજે આપ સૌ મોટી સંખ્યામા ભાજપમા જોડાયા છો તે બદલ અભિનંદન. આવો સૌ સાથે મળી ગુજરાતનો વિકાસ કરી દેશના વિકાસમા ફાળો આપીએ. આજે વિશ્વના દેશો પણ મોદી સાહેબ પર વિશ્વાસ રાખે છે. જયારે આપણા દેશનો કોઇ નાગરીક વિદેશમા કોઇ મુશીબતમા પડે ત્યારે તેને સલામત ભારત લાવવામા સફળ કામ કર્યુ છે. સૌ સાથે મળી લોકસભા ચૂંટણીમા 26 માથી 26 બેઠકો પર જીતની હેટ્રીક સાથે દરેક બેઠક પાંચ લાખથી વધુની લીડ સાથે જીતીશું અને નવા કાર્યકર્તાઓ દૂધમા સાકર ભળે તેમ ભળી જશે તેવો વિશ્વાસ છે.
આ કાર્યક્રમમા પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ભરતભાઇ બોધરા,શ્રી જયંચિભાઇ કવાડીયા, પ્રદેશના મહામંત્રીશ્રીઓ શ્રી રજનીભાઇ પટેલ,શ્રી વિનોદભાઇ ચાવડા,સાંસદશ્રી પરબતભાઇ પટેલ, શ્રી બાબુભાઇ દેસાઇ, બનાસકાંઠા જિલ્લાના પુર્વ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ શ્રી અનિકેતભાઇ ઠાકર,શ્રી કેશાજી ચૌહાણ,શ્રી પ્રવિણભાઇ માણી,શ્રી માવજીભાઇ દેસાઇ, બનાસકાંઠાના પ્રમુખશ્રી કિર્તીસિંહ વાઘેલા, શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, પુર્વ ઘારાસભ્યશ્રી શ્રી શંશીકાન્તભાઇ પંડયા, મહેસાણા લોકસભા બેઠકના પ્રભારીશ્રી સંજયભાઇ દેસાઇ સહિત જિલ્લાના અને હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.