આજે નવસારી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કુલ 44 હજાર કરોડથી વધુ વિકાસના કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી નવસારીની તસ્વીર બદલી.

BJP GUJARAT NEWS

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ એક દિવસ ગુજરાત પ્રવાસે પધારી વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યોમાં ઉપસ્થિત રહ્યા જેમાં આજે નવસારી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ કુલ 44 હજાર કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપશે જેમાં રેલ્વ, રસ્તા, ટેક્સટાઇલ, ઇન્ટરનેટ કનેક્ટીવિટી,પ્રવાસન સહિતના વિવિધ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ થકી નવસારીની તસ્વીર બદલી. કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશના અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.

         વૈશ્વિક નેતા અને ગુજરાતના પનોતાપુત્ર એવા આપણા પ્રધાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, આજે નવસારીમાં વિકાસના ઉત્સવમાં સામેલ થવાની તક મળી છે. આજકાલ દેશમાં એક ચર્ચા ખૂબ ચાલી રહી છે, સાંસદથી લઇ નાના વિસ્તારોમાં મોદી ની ગેરંટી ની ચર્ચા થઇ રહી છે. દેશનો  બાળકો પણ કહે છે કે મોદી કહે તે કરી બતાવે છે. દેશના  બાકીના લોકો માટે વાત નવી છે પણ ગુજરાતના લોકો તો વાત જાણે છે કે મોદીની ગેરંટી એટલે કામ પુરુ થવાની ગેરંટી.

         શ્રી મોદી સાહેબે 5 એફની વાત કરતા વધુ જાણાવ્યું કે, ગુજરાતમાં હતો તે સમયે 5 એફની વાત કહેતો હતો એનો અર્થ હતો કે ફાર્મ, ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેકટરી, ફેકટરી ટુ ફેશન, ફેશન ટુ ફોરેનનવસારીમાં આજે જે પીએમ મીત્ર પાર્કનું કામ શરૂ થઇ રહ્યુ છે તે ટેક્સટાઇલ સેકટર માટે દેશનું પહેલુ પાર્ક છે. આનાથી કાપડ ઉદ્યોગને મજબૂતી મળશે. સુરતનો ડાયમંડ અને નવસારીનું કપડુ દુનિયાની ફેશનના બજારમાં  ગુજરાતની જયજયકાર થવાની છે. પીએમ મીત્ર પાર્ક તૈયાર થવાથી નવસારીની તસવીર બદલાઇ જશે. પાર્કના નિર્માણમાં 3 હજાર કરોડનુ રોકાણ થવાનું છે. પાર્કથી આસપાસના ગામોમા પણ રોજગારીની તક ઉભી કરશે.  800 કરોડ થી વઘારેની રકમથી તૈયાર થનાર તાપી રિવર બેરેજનું આજે શિલાન્યાસ થયું છે. આનાથી સુરતમાં પાણીની સમસ્યાનું સમાધાન થશે. ગુજરાત સમાજ જીવનમાં ઔધોગીક વિકાસમાં વિજળીનુ મહત્વ સારી રીતે જાણે છે.

            શ્રી મોદી સાહેબે વિજળી અંગે જણાવ્યું કે, એક સમય એવો હતો કે ગુજરાતમાં કલાકો સુઘી વિજળીની કટોતી રહેતી આજના  25 થી 30 વર્ષના યુવાનોને વાતની જાણ નહી હોય. 2001માં લોકો સાંજે વાળુ કરતા વિજળી મળે તેવી માંગ કરતા. ગુજરાતને વિજળીના સંકટથી ઉગારવા સૌર ઉર્જા. પવન ઉર્જા, સોલર એનર્જી પર કામ કર્યુ. આજે તાપીના કાકરાપાર પરમાણુ ઉર્જા પ્લાન્ટમાં 2 નવા રિએકટર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે જે મેડ ઇન ઇન્ડિયાની ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યું છે. પ્લાન્ટથી ગુજરાતને વઘુ વિજળી મળી રહેશે ઔધોગીક વિકાસને વધુ મદદ મળશે.

             શ્રી મોદી સાહેબે ગેરેંટી અંગે જણાવ્યું કે, પીએમ સુર્યઘરથી 300 યુનિટ મફત આપવાની યોજના જાહેર કરવામાં આવશે. પેનલ લગાવવા સરકાર બેકમાંથી લોન આપશે. ગુજરાતમા ઘરે ઘરે સોલર,સુર્ય ઉર્જાવાળી વિજળીથી જોડાઇ જવા વિનંતી કરી. વિસ્તારમાં દેશની પહેલી બુલેટ ટ્રેન ચાલશે. વિસ્તાર દેશના મોટા આર્થિક કેન્દ્ર મુંબઇ અને સુરતને જોડવા જઇ રહ્યુ છે. આજે નવસારીની ઓળખ ઔધોગીક વિકાસ માટે થઇ રહી છે. નવસારી સહિત દક્ષિણ ગુજરાત ખેતિમાં પણ આગળ છે. ડબલ એન્જિન સરકાર આજે ખેડૂતોને દરેક રીતે મદદ કરી રહી છે. પીએમ કિસાન સમાન નિધિ યોજાના હેઠળ 350 કરોડથી વધુની મદદ મળી છે. દેશના ગરિબ ખેડૂત યુવા મહિલાઓને સશક્ત કરવાની ગેરંટી આપી છે અને ગેરંટી ફકત યોજના માટે નથી હકદાર સુધી યોજના પહોંચડાવાની ગેરંટી છે. દેશનો કોઇ પણ પરિવાર ગરિબિમા જીવે તે માટે સરકાર લાભાર્થીઓ પાસે જઇ રહી  છે.

 

           શ્રી મોદી સાહેબે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસે દેશમા લાબા સમય સુઘી સરકાર ચલાવી છે પણ કયારેય આદિવાસી વિસ્તારની ચિંતા કરી નથી. ગુજરાતમાં ભાજપા સરકારે ઉમગરામથી અંબાજી સુધી પુરા આદિવાસી પટ્ટામાં પાયાની સુવિધા પહોંચાડવાનું કામ કર્યુ છે. 2014 સુધી દેશમા 100 થી વધારે જિલ્લાઓમાં વિકાસ ના કાર્યો થયા હતા. પાછલા 10 વર્ષમા જિલ્લામાં ઝડપથી વિકાસના કામો કર્યા છે. મોદીની ગેરંટી ત્યાથી શરૂ થાય જ્યાથી બીજા લોકોની આશા પુરી થાય છે. દેશના ગરિબોને પહેલી વખત વિશ્વાસ થયો છે કે તેમને પાકુ ઘર મળશે કારણ કે મોદીની ગેરંટી છે.

 

        શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ ભારતને 11મા નંબરની આર્થવ્યવસ્થા બનાવી શકી પરંતુ ભાજપા સરકારે દસ વર્ષના કાર્યકાળમાં ભારતને 10થી 5 નંબરની અર્થવ્યવસ્થા બનાવી. આજે દુનિયા ડિજિટલ ઇન્ડિયાને ઓળખે છે, ડિજિટલ ઇન્ડિયા છે જેનો પહેલા કોંગ્રેસના લોકો મજાક કરતા હતા. આજે ડિજિટલ ઇન્ડિયાએ નાના શહેરોને ટ્રાન્સફોર્મ કર્યા છે. કોંગ્રેસે વર્ષો સુધી વિશ્વ સમક્ષ ભારતની અસલી વિરાસત થી દુર રાખ્યું. કોગ્રેસના લોકો મોદીની જાતિને પણ ગાળો આપે છે કોંગ્રેસ જેટલી ગાળો આપશે તેટલો 400 પારનો સંકલ્પ એટલો મજબૂત થશે, જેટલુ કિચડ ફેકશે 370 કમળ એટલુ ખિલશે. કોંગ્રેસ પાસે આજે મોદી ને ગાળો આપવા સિવાય કોઇ એજન્ડા નથી. કોંગ્રેસને પરિવારવાદથી આગળ કઇ દેખાતુ નથી. પરિવારવાદ વાળી માનસિકતા યુવાનોની દુશ્મન છે, ભાજપ આવનાર 25 વર્ષ નો રોડ મેપ તૈયાર કરી વિકાસનુ લક્ષ્ય રાખ્યુ છે.

 

       આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આજે ગુજરાતમાં વિકાસના કામોની ભેટસોંગાદ લઇને આવ્યા છે. વિકાસ કેવો હોય કેવા સ્કેલ અને કેવી સ્પીડનો હોય તે વિકાસની રાજનીતીથી દેશ અને દુનિયાને મોદી સાહેબે કરી બતાવ્યું છે. મોદી સાહેબના દિશા માર્ગદર્શનમાં વિકાસના કામો માટે રૂપિયાની કોઇ તંગી રહેતી નથી. આપણી પાસે મોદી સાહેબનું નેતૃત્વ છે તે માટે દરેક વર્ગના લોકોને પાયાની સુવિધાઓ સરળતાથી મળી રહે છે. આજે જન જનને વિશ્વાસ છે કે મોદી હૈ તો મુમકીન હૈ. સમગ્ર ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસક છે કારણ કે એક દિવસમાં 178 પ્રકલ્પોથી વિકાસના કામોની ડબલ સેન્ચુરી થવાની છે તે માટે મોદી સાહેબનો આભાર. ગુજરાતની સ્થાપનાથી અત્યારસુધીમાં એક દિવસમાં 57, 815 કરોડ રૂપિયાના કામો જનતાની સેવામા મળ્યા હોય તેવો અદભૂત અવસર છે. મોદી સાહેબે સૌને પાકા છતની ગેરંટી આપી છે તેને એક સાથે 1 લાખ 25 હજારથી વધુના આવાસો અર્પણ કરી ચરિતાર્થ કર્યુ છે. જે કહેવું તે કરવું અને જેટલુ કરી શકીએ તેટલુ કહેવું તે કાર્ય પદ્ધતિ આપણને મોદી સાહેબે આપી છે. મોદી સાહેબના માર્ગદર્શનમાં દેશ વિશ્વની 5મી અર્થવ્યવસ્થા બન્યો છે. જલ,નભ અને થલ એમ ત્રણેય સેક્ટરમાં ભારત આત્મનિર્ભરની ઉંડાન ભરી રહ્યો છે. વિકસીત ભારત સંકલ્પ યાત્રાથી મોદી સાહેબના ગેરેંટી રથે ગામે ગામ પહોંચી સરકારના લાભો પહોંચાડયા છે. સુરત શહેર તાજેતરમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મેળવીને સુરત સોનાની સુરત કહેવત સાકાર કરી છે. મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બને તેવો આપણો સંકલ્પ છે.

 

         આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, સંર્વાગી વિકાસ શું હોય તે દેશ અને દુનિયાને મોદી સાહેબે બતાવ્યું છે. મોદી સાહેબના વિકાસના કાર્યોની ઝડપથી આજે અતિવિકસીત દેશોએ ભારતથી પ્રભાવિત થયા છે. મોદી સાહેબે ગરિબ,ખેડૂત,યુવા,મહિલા એમ દરેક વર્ગના લોકો માટે અનેક યોજનાઓ જાહેર કરી છે. દેશનો યુવાન નિરાશ થાય તે માટે અનેક યોજનાઓ જાહેર કરી યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કર્યો છે. દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થાય તે દિશામાં મોદી સાહેબે અનેક યોજના જાહેર કરી છે. મોદી સાહેબે દેશમાંથી 25 કરોડ લોકોને ગરિબિ રેખાથી બહાર લાવ્યા તે એક વિશ્વ રેકોર્ડ છે. કોરોના સમયથી દેશના 80 કરોડ લોકોને ફ્રિમાં અનાજ આપવાની યોજના જાહેર કરી છે.

 

          આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રી દર્શનાબેન જરદોશ,રાજયના મંત્રીશ્રીઓ શ્રી કનુભાઇ દેસાઇ,શ્રી કુબેરભાઇ ડિંડોર, શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયાશ્રી મુકેશભાઇ પટેલ, શ્રી કુવરજીભાઇ હળપતિ, સાંસદશ્રી કેસી પટેલ, શ્રી પ્રભુભાઇ વસાવા, મેયરશ્રી દક્ષેશભાઇ માવાણી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ,શ્રીમતી ભાવિનીબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ સહિત જિલ્લાના અને સંગઠનના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *