ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજે તારીખ 14 ઓગષ્ટ એટલે કે સમગ્ર ભારતવાસીઓ માટે આજનો દિવસ ખૂબ મહત્વનો છે આજનો દિવસ દેશના ઇતિહાસમાં આંસુઓથી લખવામાં આવ્યો . 1947માં આજના દિવસે ભારતના વિભાજન દરમિયાન લોકોએ ભોગવેલી પીડા અને કષ્ટની યાદ અપાવે છે 14મી ઓગષ્ટના આ દિવસને વિભાજન વિભીષીકા દિવસ તરીકે મનાવવાના નિર્ણયને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશવાસીઓને પ્રેરણા આપી હતી. આજના દિવસે નફરત અને હિંસાના કારણે આપણા લાખો ભાઇ-બહેનોએ વિસ્થાપિત થવું પડયું હતું. આજના દિવસે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફીયાજીએ વિભાજન વિભીષીકા સ્મૃતિ દિવસની પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યુ હતું.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફીયાજીએ આ દિવસના મહત્વ અંગે જણાવ્યું કે, નવી પેઢીના લોકોને તે દિવસના દ્રશ્યો અને ઘટનાઓ,યાતનાઓ સ્મૃતિ પટલમાં આવે અને આઝાદી સમયે ભાગલાના કારણે જે દર્દ વેઠવું પડયું છે તેની અનભૂતિ થાય તે માટે દરેક જિલ્લા કેન્દ્ર પર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે બ્રિટીશર્સે જે નિર્ણય કર્યો કે જેમણે ભારતમાં રહેવું હોય તે ભારતમાં રહે જેમણે પાકિસ્તાનમાં રહેવું હોય તે પાકિસ્તાનમાં રહે આવા પ્રકારના નિર્ણયનુ પરિણામ કેવુ આવશે તેની કલ્પના તે સમયે કોઇને નોહતી. આ કલ્પના કર્યા વગરના નિર્ણયનો સૌ એ સ્વિકાર્યો. દેશ આઝાદ થયો તેની ખુશી 15મીઓગષ્ટ ચોક્કસ મળી પરંતુ 14મી ઓગષ્ટ મળેલી પીડા સદીઓ સુઘી લોકો યાદ રાખશે. આ જે પણ આ પીડા ભારતના માનસ પટલ પર છે અને આ નિર્ણયની પીડા અસહાય છે. 14મી ઓગષ્ટ નાગરીકોએ જે પીડા સહન કરી છે તેને યાદ રાખી આ આઝાદી હંમેશા અમર રહે અને વિભાજનના કારણે દેશની કોઇ પણ પ્રજાને દર્દ ન ભોગવવું પડે તે માટેનો સંદેશ પ્રદર્શની થકી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દિવસ પ્રજાનનો અને કાર્યકર્તાઓ સ્મૃતિ તરીકે હ્રદયમાં સંગ્રહીને આઝાદી વધુ મજબૂત બને અને દેશ વધુ સંગઠીત થાય તેમજ આવનાર હજારો વર્ષો સુધી આવી કોઇ ઘટના ન બને તે સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજયમાં પ્રદર્શન અને વિભાજન વિભીષીકા દિવસ હોલમાં કાર્યક્રમ કરી પ્રજાજનો અને કાર્યકર્તાઓ સુધી આ દિવસનો સંદેશ પહોંચે તેવા કાર્યક્રમો થશે. આ દિવસે મશાલ રેલી અને મૌન રેલી વિઘાનસભા અને જિલ્લા કેન્દ્ર પર યોજવામાં આવશે જેથી આ સ્મૃતિ દિવસ કોઇ આનંદનો દિવસ નથી પીડાનો દિવસ છે.
આ પ્રસંગે પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવે, પ્રદેશ સહપ્રવકતાશ્રીઓ , ડો. રૂત્વીજ પટેલ, શ્રી કિશોરભાઇ મકવાણા, પ્રદેશ સોશિયલ મીડિયાના સહ કન્વીનરશ્રી મનનભાઇદાણી, પ્રદેશ મીડિયા વિભાગના સહ કન્વીનરશ્રી ઝુબિનભાઇ આશરા ઉપસ્થિત રહ્યા હતા.