આજે બીટીપીના પુર્વ અધ્યક્ષ અને પુર્વ ધારાસભ્યશ્રી મહેશભાઇ વસાવા, કોંગ્રેસના પાલનપુરના પુર્વ ધારાસભ્યશ્રી મહેશભાઇ પટેલ સહિત અને રાજકીય અને સમાજીક આગેવાનો પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા.

અમદાવાદ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એખ અખબારી યાદીમા જણાવે છે કે, દેશના પ્રધાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અને સહકારિતામંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબના નેતૃત્વમા પાછલા 10 વર્ષમા દેશ જે રીતે વિકાસ થઇ રહ્યો છે તેમજ દેશમા જે રીતે પરિવારવાદની રાજનીતીની જગ્યાએ વિકાસની રાજનીતી પ્રસ્થાપીત કરી છે તેમજ ગુજરાતમા રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના નેતૃત્વમા રાજયનો વિકાસ અને સંગઠન શક્તિ વધુને વધુ મજબૂત થઇ રહી છે તેમજ રાજકીય પાર્ટી અને સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમા જોડાઇ રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસના પુર્વ ધારાસભ્યશ્રીઓ, વિવિધ પક્ષમાથી ચૂંટણી લડેલા ઉમેદવારશ્રીઓ તેમજ સામાજીક અને સહકારી ક્ષેત્રના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમા જોડાયા જેમા આજે બીટીપીના પુર્વ અધ્યક્ષ અને પુર્વ ધારાસભ્યશ્રી મહેશ વસાવા, કોંગ્રેસના પાલનપુરના પુર્વ ધારાસભ્યશ્રી મહેશભાઇ પટેલ, ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી પરેશભાઇ વસાવા, શ્રી નિતાબેન મોદી, કોંગ્રેસના પુર્વ મહિલા પ્રમુખ શ્રી પ્રેરણાબેન વિક્રમસિંહ ,આમ આદમી પાર્ટીના નેતાશ્રી સંજયભાઇ મોરી સહિત તેમના સમર્થકો મોટી સંખ્યામા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા.

પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા દેશ પ્રગતી કરી રહ્યો હોય ત્યારે અન્ય પાર્ટીના કાર્યકર્તાઓને દેશની પ્રગતીમા સહભાગી થવાની ઇચ્છા થતી હોય છે, તેમના વિસ્તારના લોકો માટે કામ કરવુ હોય છે ત્યારે તેમને ભારતીય જનતા પાર્ટીનુ માધ્યમ મળે સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનુ નેતૃત્વ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબનુ માર્ગદર્શન મળે ત્યારે તેમનુ ધ્યેય પુરુ કરવા આજે ખૂબ મોટી સંખ્યામા લોકો ભાજપામા જોડાઇ રહ્યા છે તેમનુ હ્રદયથી સ્વાગત કરુ છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જ્યારે ગુજરાતમા મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતનો વિકાસ કરી દેશમા વિકાસનુ મોડલ પ્રસ્થાપિત કર્યુ અને દેશની જનતાએ તેમને વડાપ્રધાન બનાવ્યા. આજે રાજકીય પંડિતો પણ માને છે કે વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત ત્રીજી વખત જીતશે અને તે પણ 400 થી વધુ બેઠકો સાથે જીતશે. ગુજરાતમા વિકાસના ખૂબ કામો થયા છે કોઇ પણ વ્યક્તિ ગુજરાત પ્રવાસે આવે તો તેને ઓછામા ઓછા 15 દિવસ થાય. કચ્છમા ભૂંકપની જે હોનારત ઘટના બની ત્યાર પછી તેની યાદમા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સ્મૃતિ વન સ્મારક બનાવ્યું.

શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ વિકાસના સતત નવા નવા આયામો ખુલ્લા મુકી એક ઇતિહાસ રચી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશને સાત એઇમ્સ હોસ્પિટલ આપી જેમા ગુજરાતમા એક રાજકોટમા બની રહી છે. આજે દેશમા એરપોર્ટ ની સંખ્યા વધી છે. મોદી સાહેબે વિશ્વના દેશો સમક્ષ આપણા દેશની સંસ્કૃતિ ઉજાગર કરી છે અને દેશ વિકાસના પંથે છે તે પણ બતાવ્યું. મોદી સાહેબે કહ્યુ છે કે જેમને દેશના અને ગુજરાતના વિકાસમા રસ છે તેવા કોઇ પણ પાર્ટીમા કામ કરતા કાર્યકર્તાઓને પાર્ટીમા જોડાવા જોઇએ જેના ભાગ રૂપે જુદી જુદી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ભાજપમા જોડાઇ રહ્યા છે. આવો સૌ સાથે મળી વિકસીત ભારતના સંકલ્પમા મોદી સાહેબનો હાથ મજબૂત કરીએ.

શ્રી ભરતભાઇ બોઘરાએ જણાવ્યું કે, આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી અને પ્રદેશ અને જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતમા આજે જુદા જુદા જિલ્લાના 2500 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમા પ્રવેશ કર્યો છે જેમા પુર્વ ધારાસભ્યશ્રી મહેશભાઇ વસાવા, શ્રી મહેશભાઇ પટેલ, શ્રી નીતાબેન મોદી સહિત અનેક કાર્યકર્તાઓ ભાજપમા જોડાયા છે સૌને અભિનંદન.

શ્રી મહેશભાઇ વસાવાએ ભાજપમા જોડાયા પછી જણાવ્યું કે, આજે પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે ભાજપમા જોડાયો છું. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતના પહેલી વખત મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તેમની સાથે કામ કરવાની તક મળી હતી. શ્રી મોદી સાહેબના બેટી પઢાવ બેટી બચાવના અભિયાનમા તેમની સાથે ઘણુ કામ કર્યુ. મોદી સાહેબે જે રીતે રાષ્ટ્ર અને વિકાસના જે કામ કરે છે તેનાથી પ્રેરાઇ હું ભાજપમા જોડાયો છું. કોંગ્રેસે જે કામ નથી કર્યુ તે મોદી સાહેબ અને અમિતભાઇ શાહ સાહેબના માર્ગદર્શમા ભાજપે કામ કર્યુ છે. લોકસભા ચૂંટણીમા ભાજપને મજબૂત કરવા કામ કરીશું.

શ્રી મહેશભાઇ પટેલે ભાજપમા જોડાયા પછી જણાવ્યું કે, ગુજરાતમા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિકાસના કામથી દેશ અને વિદેશમા ગુજરાતની નામ ગુંજતુ કર્યુ છે. મોદી સાહેબે જે રીતે ગુજરાત અને દેશનો વિકાસ કર્યો છે તેનાથી પ્રેરાઇ ભાજપમા જોડાયો છું અને આવનાર સમયમા પક્ષ જે પણ જવાબદારી આપશે તેને નિષ્ઠાપુર્વક નિભાવિશ.

આ કાર્યક્રમમા પ્રદેશના ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી ગોરઘનભાઇ ઝડફીયા, શ્રી ભરતભાઇ બોઘરા, શ્રી રઘુભાઇ હુંબલ,પ્રદેશના મહામંત્રીશ્રીઓ શ્રી રજનીભાઇ પટેલ, શ્રી વિનોદભાઇ ચાવડા,ભરૂચ જિલ્લાના પ્રમુખશ્રી મારૂતિસિંહ અટોદરિયા,નર્મદા જિલ્લાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ, પ્રદેશ મીડિયા સહ કન્વીનરશ્રી ઝુબિનભાઇ આશરા સહિત પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *