ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, ગુજરાતમા લોકસભા ચૂંટણીમાટે મતદાન થવાનુ છે તે અંતર્ગત આજે ભાવનગર લોકસભા ખાતે કેન્દ્રીય રક્ષામંત્રીશ્રી રાજનાથસિંહજીએ વિશાળ જનસભાને સંબોધી ભાજપના ઉમેદવારને જીતાડવા અપીલ કરી. આ કાર્યક્રમમા જીલ્લા પ્રમુખશ્રી આર.સી.મકવાણાજીએ પ્રાસંગીક સંબોધન કર્યુ હતું.
કેન્દ્રીય રક્ષામંત્રીશ્રી રાજનાથસિંહજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે નવા ભારતના નિર્માણ નો વિચાર ન માત્ર ભારત પરંતુ દુનિયા પણ વિચારી રહી છે.વિકાસની તીવ્રતા મોદી સાહેબના નેતૃત્વમા જોવા મળી છે તે આઝાદ ભારતના કોઇના નેતૃત્વમા જોવા નથી મળી. આજે વિશ્વના પ્રમુખો પણ કહે છે કે 21મી સદીએ ભારતનો ડંકો વાગશે. આજથી 10 વર્ષ પહેલા ભારત જે આંતરરષ્ટ્રીય સ્તરે બોલતુ તો તોઇ ગંભીરતાથી નોહતુ લેતુ અને આજે મોદી સાહેબના નેતૃત્વમા ભારત જે કહે છે તેને ગંભીરતાથી લઇ રહ્યુ છે. આજે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે તે જોતા ભારત 2047મા વિકસીત ભારત બનશે તેવો વિશ્વાસ છે.
શ્રી રાજનાથસિંહજીએ વધુમા જણાવ્યું કે, યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થયુ ત્યારે ભારતના વિદ્યાર્થીઓને સલામત ભારત લાવવા ચાલુ યુદ્ધને અટકાવ્યુ અને આપણા બાળકોને સુરક્ષીત ભારત લાવવાનુ કામ કર્યુ છે તે ભારતની તાકાત છે. આજે ભારતના યોગને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્થાન મળ્યુ છે. કોંગ્રેસની સરકારમા આંતકવાદની ઘટના છાશવારે થતી પરંતુ મોદી સાહેબના નેતૃત્વમા આંતકવાદી ઘટના પણ રોક લાગી છે. આજે પડોશી દેશને પણ ખબર પડી છે કે ભારત હવે તાકાતવાર બન્યુ છે જરૂર પડે ઘરે આવીને હુમલો કરી શકે છે.
શ્રી રાજનાથસિંહજીએ વધુમા જણાવ્યું કે, કોંગ્રેસની સરકારે ગરીબી દુર કરવાના વચનો આપ્યા પણ ગરીબી દુર ન થઇ પરંતુ મોદી સાહેબે દેશમાથી 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવવાનુ કામ કર્યુ છે. કોંગ્રેસની સરકાર પર હમેંશા ભ્રષ્ટાચારનો આરોપ લાગતો આવ્યો છે જ્યારે ભાજપની સરકારમા કોઇ ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો. સરકાર ચલાવવાની કળા જો કોઇ રાજકીય પાર્ટી પાસે હોય તો તે ભાજપ પાસે છે તે સંદેશ પહોંચાડવામા અમે સફળ થયા છીએ. ભાજપે સંકલ્પ પત્રમા આપેલા તમામ વચનો પુર્ણ કર્યા છે. કોંગ્રેસને કહેવા માગુ છુ કે જનતાને ગેરમાર્ગે ન લઇ જાવ, જનતા સમક્ષ તથ્ય બતાવવુ જોઇએ. ભારતની સિમા સુરક્ષીત છે તેનો વિશ્વાસ અપાવુ છું. ભારત તેના પડોશી દેશો સાથે સારા સબંધ ઇચ્છે છે. જેવી રીતે ડાયનાસોર ધરતી પરથી લુપ્ત થયા તેમ કોંગ્રેસ પણ આ દેશમાથી લુપ્ત થઇ જશે.
ઉમેદવારશ્રી નિમુબેન બાંભણીયાએ સંબોધન કરતા જણાવ્યું કે,દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના પ્રયાસના મંત્ર સાથે કામ કરી વિકાસના કામ કર્યો છે અને જનતાને સરકારની યોજનાનો લાભ મળ્યા છે. કોરોના સમયે દેશના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહીત કરી દેશને એક નહી બે-બે રસી ફ્રીમા અપાવી મહામારીમાથી સુરક્ષીત કર્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે હું ઉમેદવાર તરીકે નીમિત છું. ભાવી પેઢીના ભવિષ્યમાટે લોકસભામા મત આપી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ.
આ કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર શ્રી નીમુબેન બામણીયા, પ્રભારી શ્રી બ્રીજેશભાઈ, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ,જીલ્લાના પ્રમુખશ્રી આર.સી.મકવાણા,ધારાસભ્યશ્રીઓ શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રી સેજલબેન પંડ્યા, પૂર્વ સાંસદશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.