ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશના યશશ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની વિકાસ અને રાષ્ટ્રવાદની વિચારધાર અને ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની કુશળ સંગઠન શક્તિ અને રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ગુજરાતના વિકાસની યાત્રા જે રીતે સતત આગળ વઘારી રહ્યા છે તેનાથી પ્રેરાઇ વિવિધ રાજકીય પાર્ટી અને સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આજે કોંગ્રેસના પુર્વ હોદ્દેદારશ્રીઓ શ્રી સુનિલભાઇ પટેલ અને શ્રી નિકેતભાઇ પટેલ તેમના સમર્થકો સહિત સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારીતય જનતા પાર્ટીમાં જોડાયા છે.ૉ
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિચારધારાથી પ્રેરાઇ નવા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે તે સૌને અભિનંદન. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જે બોલ છે તે કરે છે તેના કારણે આજે દેશના લોકોને તેમના પર વિશ્વાસ છે. પહેલા દેશમાં પરિવારવાદ,જ્ઞાતિવાદનું રાજકારણ થતું પરંતુ આજે મોદી સાહેબે દેશમાં વિકાસની રાજનીતી સ્થાપિત કરી છે. મહિલાઓને સશ્કત કરવાનું અને યુવાનોને આત્મનિર્ભર કરવાનું કામ આજે થઇ રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશનો ગરિબ વ્યકિત પણ વિકાસના ફાળામા પુરતુ યોગદાન આપે તે દિશામાં કામ કરી રહ્યા છે. આજે દેશના ખેડૂતને પાકના સારો ભાવ મળે તે દિશામાં કામ થઇ રહ્યું છે. સૌ સાથે મળી દેશના વિકાસ માટે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના હાથ મજબૂત થાય તે દિશામાં કામ કરીએ.
આ કાર્યક્રમમાં સુરત મહાનગર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, મહામંત્રી શ્રી ઓ શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી કિશોરભાઈ બિન્દલ, શ્રી કાળુભાઈ ભીમનાથ તથા સંગઠનના પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા