આજ રોજ દાહોદ જિલ્લાનુ બૂથ પ્રમુખ સંમેલન ઝાલોદ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની અધ્યક્ષતામા યોજાયું

BJP GUJARAT NEWS

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, પેજ સમિતિના પ્રણેતા અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી બૂથ પ્રમુખોને લોકસભા ચૂંટણી અંતર્ગત કેવી રીતે ભાજપ તરફી મતદાન થઇ શકે તે અંગે માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે આજ રોજ દાહોદ જિલ્લાનુ બૂથ પ્રમુખ સંમેલન ઝાલોદ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની અધ્યક્ષતામા યોજાયું. આ કાર્યક્રમમા જિલ્લા પ્રમુખશ્રી શંકરભાઇ અમલીયારે સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ કાર્યક્રમમા લીમખેડા યુથ કોગ્રેસના પ્રમુખ શ્રી રમેશભાઈ ગોંદીયા,શ્રી રાજેશભાઈ ગોંદીયા, લીમખેડા વિધાનસભા કોગ્રેસના પૂર્વ ઉમદેવાર શ્રી રમેશભાઈ બદીયા સહિત તેમના સમર્થકો પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે ખેસ અનો ટોપી ધારણ કરી ભાજપમા જોડાયા.

પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, બૂથ પ્રમુખ સંમેલનમા વિશાળ સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે તે ભાજપની તાકાત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશમા જે રીતે વિકાસના કાર્યો કર્યા છે,જે વચનો આપ્યા હતા તે પુર્ણ કર્યા છે તેના કારણે જનતાને મોદી સાહેબ પર વિશ્વાસ છે. વિઘાનસભા ચૂંટણીમા મોદી સાહેબની લોકપ્રિયતા અને કાર્યકર્તાઓની મહેનતને કારણે ભાજપે 156 બેઠકો મેળવી છે પરંતુ બેઠકો વધુ મળી શકી હોત થોડી કચાસ રહી ગઇ 20 બેઠકો આપણે નજીવા મતોથી હારી ગયા. લોકસભાની ચૂંટણીમા પાંચ લાખથી વઘુની લીડ લાવવાની ક્ષમતા ભાજપના કાર્યકર્તાઓમા છે. બૂથના પ્રમુખ,શક્તિ કેન્દ્રના પ્રમુખો,ચૂંટાયેલા સભ્યોને ચૂંટણીમા કેવી રીતે વધુ મતદાન થઇ શકે તે અંગે વિસ્તૃત માહિતી આપી. લોકસભાની ચૂંટણીમા વિરોઘી ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થાય તે રીતે કાર્યકર્તાઓએ મતદાન કરાવવાનુ છે. કાર્યકર્તાઓની તાકાત અને મોદી સાહેબના વિચાર તેમજ અમિતભાઇ શાહ સાહેબની કામગીરીના આઘારે ચૂંટણી લડવાવાળો વ્યક્તિ છું. એક હજાર મતનો નેતા બૂથ પ્રમુખ હોય છે. બૂથ પ્રમુખ જે પણ કામ કાર્યકર્તાઓને કહે તે કરવુ જ પડે.

શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, બૂથ કમિટિના સભ્યો સાથે સંપર્ક કરવો અને પેજ સમિતિના સભ્યોનો સંપર્ક કરવો અને જો કોઇ વડિલ મતદાર હોય જે મતદાન મથકે જઇ શકવા અસમર્થ હોય તેમજ દિવ્યાંગ ભાઇ-બહેનને ઘરે આવીને અધિકારી મતદાન કરાવે તેવી વ્યવસ્થા પણ કરાવવા હાંકલ કરી.વડિલ વંદના અને લાભાર્થીઓનો સંપર્ક કરવા વિનંતી કરી. માઇનસ બૂથ પર જિલ્લા પ્રમુખ અને ચૂટાયેલા પ્રતિનિધી સાથે રાખી બૂથ કેવી રીતે પ્લસ કરાવી શકો તેનુ આયોજન કરવા જણાવ્યું. લોકસભાની દરેક બેઠક પાંચ લાખથી વધુની લીડ સાથે જીતે તેવો પ્રયાસ કરવાનો છે.

લોકસભાના ઉમેદવારશ્રી જશવંતસિંહએ સંબોધન કરતા જણાવ્યું કે, લોકસભામા ચૂંટણીમા વધુમા વધુ મતદાન થાય તેવો પ્રયાસ આપણે સૌ કાર્યકર્તાઓ કરવાનો છે. આ બેઠક પર ભાજપની જીત તો નિશ્ચિત છે પણ આપણે લીડ સાથે ભવ્ય જીત મેળવવાની છે. દરેક બૂથ કાર્યકર્તાઓ ચૂંટણીમા વધુમા વધુ મતદાન થાય તે અંગે આયોજન કરે તેવી વિનંતી.

આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફિયા,રાજ્ય સભાના સાંસદશ્રી નરહરિભાઈ અમીન,લોકસભાના પ્રભારીશ્રી રામસિંહ રાઠવા,રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી કુબેરભાઈ ડિંડોર,શ્રી બચુભાઈ ખાબડ,પ્રદેશ મંત્રીશ્રી કૈલાશબેન પરમાર,દાહોદ જીલ્લા પ્રમુખશ્રી શંકરભાઈ અમલીયાર,મહીસાગર જીલ્લા પ્રમુખશ્રી દશરથભાઈ બારિયા,સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર,જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી કરણસિંહ ડામોર,મહીસાગર જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી મહેશભાઈ ભૂરીયા,ધારાસભ્યશ્રીઓ શ્રી રમેશભાઈ કટારા,શ્રી શૈલેશભાઈ ભાભોર,શ્રી કનૈયાલાલ કિશોરી,શ્રી મહેન્દ્રભાઈ ભાભોર,જીલ્લાના મહામંત્રીશ્રીઓ,પદાધિકારીશ્રીઓ,પૂર્વ સાંસદશ્રીઓ,પૂર્વ ધારાસભ્યશ્રીઓ સહીત મોટી સંખ્યામા બૂથ પ્રમુખશ્રીઓ અને જિલ્લા અને પ્રદેશના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *