ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દિલ્હી વિઘાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ આજ રોજ દિલ્હી શાલીમાર બાગ(ઉત્તર-પશ્ચિમ) બેઠક પરથી જીતેલા મહિલા ધારાસભ્યશ્રી રેખા ગુપ્તાજીએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા આ સાથે અન્ય ધારાસભ્યોએ પણ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે જે બદલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ શુભકામના પાઠવી છે.
શ્રી સી.આર.પાટીલજીએ મુખ્યમંત્રી સહિત કેબિનેટમંત્રી તરીકે શપથ લેનાર તમામને શુભકામના પાઠવતા જણાવ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રીશ્રી રેખા ગુપ્તાજી વિદ્યાર્થી રાજકારણથી સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા છે. તેઓ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્રમાં આપેલ વચનોને પુર્ણ કરવા કટિબદ્ધ રહેશે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ મુખ્યમંત્રી તરીકે મહિલા ધારાસભ્યની પસંદગી કરતા તે સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં મહિલાઓને રાજકારણમાં 33 ટકા અનામત આપવાનો સંકલ્પ પુર્ણ કરે છે.
