ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, બનાસકાંઠા જીલ્લા નુ શ્રી બનાસ કમલમ કાર્યાલયનુ લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલ તેમજ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીના અને જીલ્લા પ્રમુખશ્રીના વરદ હસ્તે યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી તેમજ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીએ કાર્યાલયની મુલાકાત કરી અને કાર્યાલય ખાતે જળસંચયના ટ્યુબવેલનું ખાતમૂહર્ત પણ કરવામાં આવ્યું.
કાર્યલયના લોકાર્પણ પ્રસંગે શ્રી સી.આર.પાટીલજીએ સૌને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, કાર્યાલયનુ નિર્માણ અને તેની જરૂરિયાત એ ખૂબ મહત્વની વાત છે. વડાપ્રધાનશ્રી મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તે સમયે 700 જિલ્લામા પક્ષનુ કાર્યલય બને તે માટે પ્રયત્ન શરૂ કર્યા અને તેમા ગુજરાત કેવી રીતે બાકાત રહી શકે કારણ કે ગુજરાત તો મોડલ કહેવાય. વડાપ્રધાનશ્રી મોદી સાહેબની કલ્પના હોય અને અમિતભાઇ સાકાર કરતા હોય તેમા ગુજરાત પાછળ ન રહે. કાર્યાલયના નિર્માણમાં આપ સૌ કાર્યકર્તાઓનો સાથ સહકાર રહ્યો છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, કાર્યાલય એટલે કાર્ય કરવાનું સ્થળ. કાર્યકર્તાઓ માટેનુ કાર્યાલય અધ્યતન બને તે કાર્યકર્તાઓના સાથ સહકાર વગર શક્ય નથી તે બદલ સૌને અભિનંદન અને આભાર વ્યકત કરુ છું. કાર્યકર્તાઓને હમેંશા કહું છું કે આપણો જન્મ જ જીતવા માટે થયો છે. જીતના સંકલ્પ સાથે કાર્યકર્તાઓ કામ કરતા હોય ત્યારે તેમને હરાવવા સંભવ નથી. લોકસભામાં કમી રહી ગઇ પણ હવે પસ્તાવો નહી પણ સંકલ્પ કરો કે હવે બીજી વાર આવી ભૂલ ન થાય. વિઘાનસભાની પેટા ચૂંટણી સમયે અપક્ષ ઉમેદવાર બોલ્યા હતા કે પાટીલનો પાવર ઉતારવો છે એટલે મે આજે કહ્યુ કે પાવર પાટીલનો નથી પાવર કાર્યકર્તાઓનો છે. આવનાર દિવસમા પાર્ટીને વધુ મજબૂત કરવાની છે.આગામી ગ્રામપંચયાતની ચૂંટણીમા ભવ્ય જીત મળે તે માટે આપણા કાર્યકર્તાઓ પ્રયાસમાં લાગી ગયા છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, જીલ્લાના કાર્યાલયમાં કાર્યકર્તાઓનો અધિકાર છે. અને કાર્યાલયમાં તમારા પર અધિકાર છે તેમ પાર્ટીનો પણ તમારા પર અધિકાર છે. ભાજપના કાર્યકર્તાઓ જે ખેસ પહેરે છે તે જ તેમને સન્માન આપવા માટેનું પ્રતિક બને છે, એટલે તમારા વાણી,વ્યવહાર કે વર્તનથી સન્માનમા ઉમેરો કરાવજો પણ ઘટાડો ન થાય તેનુ ધ્યાન રાખવા વિનંતી. આદરણીય વડાપ્રધાનશ્રી મોદી સાહેબે જળ સંચયના કાર્યને અગ્રીમતા આપવા આપણને જવાબદારી સૌંપી છે. કાર્યાલયની અંદર રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેની વ્યવસ્થા કરી છે. જળ સંચય એ જન ભાગીદારી સાથે જન આંદોલનમા પરિવર્તિત થવુ જોઇએ તેનો આગ્રહ વડાપ્રધાનશ્રી મોદી સાહેબ રાખે છે. વરસાદી પાણીનો સંગ્રહ માટે જનતામાં કેવી રીતે જાગૃતિ વધે અને તેનાથી આપણને શું ફાયદો થશે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રાજસ્થાન જે પહેલા પાણીની તકલીફથી પિડાતુ હતું તે આ યોજનાથી હવે સૌથી વધુ પાણીદાર રાજય બનશે તેવો વિશ્વાસ છે. વરસાદી પાણીના સંગ્રહ માટે કેવા પ્રકારનું સ્ટ્રકચર બનાવવું તે અંગે પણ માહિતી આપી
આ કાર્યક્રમમાં જલ્લાના પ્રમુખશ્રી કિર્તીસિંહ વાઘેલા, રાજયસરકારના કેબિનેટમંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત, પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ, જીલ્લાના પ્રભારીશ્રી જયંતિભાઇ કવાડિયા, પ્રદેશના મંત્રીશ્રી નૌકાબેન પ્રજાપતિ, સાંસદશ્રી બાબુભાઇ દેસાઇ, જિલ્લાના મહામંત્રીશ્રીઓ કનૈયાલાલ વ્યાસ,શ્રી સંજયભાઇ બ્રહ્મભટ્ટ, શ્રી શ્રેયાંશભાઇ પ્રજાપતિ સહિત જિલ્લાના ધારાસભ્યશ્રીઓ તેમજ જિલ્લાના અને પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
