ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ રાજયસભાના સાંસદ તેમજ રાષ્ટ્રીય પ્રવકતાશ્રી સુધાંશુભાઇ ત્રિવેદીજીએ વન નેશન વન ઇલેક્શન સંદર્ભે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી જેમાં ભારતમાં શા માટે વન નેશન વન ઇલેકશન જરૂરી છે એને કયા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે તે અંગે માહિતી આપી હતી.
પ્રેસને સંબોધતા શ્રી સુઘાંશુભાઇ ત્રીવેદીજીએ જણાવ્યું કે, વન નેશન વન ઇલેકશન ના આર્કીટેક શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ગુજરાતના હતા અને વન નેશનને અમૃતકાળમાં નવી ઉંચાઇ પર લઇ જનાર આર્કીટેક આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પણ ગુજરાતના જ છે. આજે એક સુખદ સહયોગ છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સુરત ખાતે 41 હજાર દિવ્યાંગ ભાઇ-બહેનોને પાંચ કિલો અનાજ દર મહિને આપવાની યોજનાનો પ્રારંભ કરશે. આ દર્શાવે છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ભાજપા અને એનડીએ ની સરકાર દેશના દરેક વર્ગને સશક્ત કરવામાં,મજબૂત કરવા અને રાષ્ટ્રની મુખ્યધારામાં જોડવા સંકલ્પ બદ્ધ અને પ્રયત્નશીલ છે.
શ્રી સુઘાંશુભાઇ ત્રીવેદીજીએ વન નેશન વન ઇલેકશન અંગે વધુમાં જણાવ્યું કે, જે લોકો વન નેશન,વન ઇલેક્શનનો વિરોઘ કરી રહ્યા છે તે રાષ્ટ્રના દરેક વિષય પર રાષ્ટ્રની શક્તીને નબળી પાડવાનો પ્રયાસ કરે છે. ચૂંટણી લોકતંત્રનો પર્વ છે અને જો પર્વ ખૂબ જ ઝપથી આવતો રહે તો કામમાં ઘણી અડચણ આવે જેના કારણે લોકતંત્રના પર્વને નિયમિત-વ્યવસ્થિત અને રાષ્ટ્રના સ્વાસ્થ્યના સુચારુ સંચાલન માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ધારણા આપી હતી. આ વિચારનો જે લોકો વિરોધ કરે છે તે એ લોકો છે જેમણે ભારતના દરેક નવા પરિવર્તનનો વિરોધ કર્યો છે, આ એ લોકો છે જેમણે મુદ્રા યોજનાની શરૂઆત કરી ત્યારે પણ વિરોધ કરી કહ્યુ કે આટલા એકાઉન્ટ ન ખોલી શકાય, ડિબિટી ન હોઇ શકે ,જીએસટીનો વિરોધ કર્યો, આ એ લોકો છે જેઓ કહે છે કે ભારતમાં ડિજીટાઇલેજશન ન થઇ શકે.
પુર્વ નાંણામંત્રી શ્રી ચિદમ્બરજીએ સંસદમાં નિવેદન આપ્યુ હતું કે, ભારતના લોકો ઓછુ ભણલા છે,ટેક્સ હેબિટ ઓછી છે એટલે ભારતમા ડિજીટાઇલેજશન કરવું સંભવ નથી પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને જનજનના સામર્થ્ય અને સમજણ શક્તિ પણ સંપુર્ણ વિશ્વાસ છે જેના કારણે આજે જીએસટી નું કાર્ય સારી રીતે ચાલી રહ્યુ છે, ડિજીટેલાઇજેશનમાં ભારત વિશ્વનું નબર એક દેશ બન્યુ છે અને દુનિયાનું 41 ટકા ડિજિટલાઇજેશન ભારતમા થાય છે જે અમેરિકા અને ચિનને ભેગુ કરીએ તો પણ ભારત પ્રથમ ક્રમાંકે છે.
શ્રી સુઘાંશુભાઇએ વન નેશન વન ઇલેકશન શા માટે જરૂરી છે તે અંગે જણાવ્યું કે, વન નેશન વન ઇલેક્શન વ્યવહારીક, પોલીટીકલ, સંવિધાનિક અને સોશિયલ સંદર્ભે જરૂરી છે. વન નેશન વન ઇલેક્શન દેશમા લાગુ થવાની વ્યવહારીક પ્રક્રિયા સરળ બનશે અને સરકારના ખર્ચામાં ઘટાડો આવશે. જીડીપીમાં એક ટકા સુઘીનો ગ્રોથ થવાની સંભાવના રહેશે. વન નેશન વન ઇલેક્શન કારણે આપણી સુરક્ષા દળના હાથમાં કાયદા વ્યવસ્થાને સંભાળવાની જવાબદારી હોય છે તેનાથી તેમના એક જ વખત કામ સોંપી બીજા કાર્યોમાં દેશ માટે પ્રોડક્ટીવ કાર્ય કરી શકે, તેમજ ઇલેકશન સમયે જે સરકારી કર્મચારીઓ કાર્ય કરે છે તેમને પણ એક જ વખત કાર્ય સોંપી તેમના મૂળ કામમાં પણ તેઓ ધ્યાન કેન્દ્રીત કરી શકે. વન નેશન વન ઇલેક્શન પોલીટીકલ પણ દેશની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જરૂરી છે તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. વન નેશન વન ઇલેકશન સંવિઘાનિક દ્રષ્ટ્રીથી પણ જરૂરી છે અને સંવિધાન નિર્માતાઓએ પણ ભારતમાં એક દેશ એક ઇલેકશન પર ભાર આપ્યો હતો. જે લોકો વન નેશન વન ઇલેક્શન પર વિરોધ કરે છે તેઓ સંવિધાન નિર્માતાઓ ના મૂળભૂત કાર્યોની મજાક ઉડાવી રહ્યા છે.
શ્રી સુધાંશુભાઇ ત્રીવેદીજીએ વધુમાં જણાવ્યું કે, જો એક વખત ચૂંટણી યોજવામાં આવે તો સમાજ કે વ્યકિત સામે નફરત ભર્યા નિવેદન રાજકીય પાર્ટીઓ કરે છે તે નહી કરે, જેના ઉદાહરણ રૂપે સોનિયાગાંધીએ 2007માં શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ માટે મોતના સોદાગર શબ્દોનો પ્રયોગ કર્યો હતો એટલે કે રાજકીય નિવેદનબાજીનુ સ્તર નીચે જવાની શરૂઆત થઇ હતી. મહાકુંભ માટે પણ જે રીતે નિવેદનબાજી વિરોધી રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી તેમા લાલુ પ્રસાદ યાદવે પણ મહાકુંભને ફાલતુ ગણાવ્યો તો મમતા બેનર્જીએ પણ મહાકુંભને મૃત્યુકુંભ ગણાવ્યો. એટલે વન નેશન વન ઇલેક્શનથી આવા નિવેદન અટકાવી શકાશે.
શ્રી સુંઘાશું ત્રીવેદીજીએ વધુમાં જણાવ્યું કે, જે લોકો એમ કહે છે કે ભારત ક્યારેય એક દેશ હતો જ નહી આ દેશને મુગલો,અંગ્રેજો,ઓરંગઝેબે બનાવ્યો છે તેમ કહે છે તે લોકો આજે વન નેશન વન ઇલેકશનો વિરોધ કરી રહ્યા છે. વન ઇલેકશનનનો વિરોધ એ લોકો કરે છે જે રામમંદિર નથી ગયા,જે મહાકુંભમાં સ્નાન કરવા નથી ગયા,ઓરંગઝેબના ગુણગાન ગાઇ રહ્યા છે તે જ લોકો આ મુદ્દે રાજનીતી કરી વિરોધ કરી રહ્યા છે. જે લોકો દેશને ટુકડા ટુકડામાં રાખવા માંગે છે તેઓ જ દેશમાં ટુકડા ટુકડામાં ચૂંટણી કરાવવા માંગે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દરેક વસ્તુને એકતાના સુત્રમાં જોડવા માંગી વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા ઇચ્છે છે.
આ પ્રેસકોન્ફરન્સમાં પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવે, વન નેશન વન ઇલેકશન અભિયાનના સંયોજકશ્રી ડો.અનિલભાઇ પટેલ,પ્રદેશના સહપ્રવકતાશ્રીઓ શ્રી ડો.રૂત્વીજભાઇ પટેલ, શ્રી ડો. શ્રદ્ધાબેન રાજપુત, પ્રદેશ મીડિયા સહ કન્વીનરશ્રી ઝુબિનભાઇ આશરા ઉપસ્થિત રહ્યા હતા.
