ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, આજ રોજ સુરત ખાતે કેન્દ્રીય જળ શક્તિમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં અને રાજયના નાણા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ તેમજ રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમા જળ સંચય, જન ભાગીદારી જળ આંદોલન કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સને શ્રી સી.આર.પાટીલજીએ સંબોધી હતી.
શ્રી સી.આર.પાટીલજીએ વધુમા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે 2021ના માર્ચ મહિનામા કેચ ધ રેઇન યોજના જાહેર કરી હતી. વરસેલા વરસાદનુ પાણી ગામમા અને સિમમા સંગ્રહ થાય તે માટે કલ્પના હતી તેને સાકાર કરવા ગુજરાતને મોડલ બનાવ્યુ છે. ગુજરાતમા હમણા સુધીમા અંદાજે 80 હજાર અલગ અલગ જીલ્લાના ગામોમા,અલગ-અલગ એનજીઓ સાથે સરકારના જુદા જુદા વિભાગો સાથે સરકારી યોજનાઓ સાથે કમિટમેન્ટ બોર બનાવવાનો સંકલ્પ કર્યો છે અને 2 લાખથી વધુ કનેકશન રેઇન હાર્વેસ્ટીગ પ્રોજેકટને પુર્ણ કરવા માટેની કલ્પના કરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની કલ્પના હતી કે જળ સંચય, જન ભાગીદારી સાથે જન આંદોલનમા પરિવર્તિત થવુ જોઇએ અને ગુજરાતના મોડલને રાજસ્થાનના જે સુરતમા રહેતા વેપારીઓ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે. રાજસ્થાનમા દરેક ગામમા 4 બોર પાણી કાઠવા માટે નહી પણ વરસાદના પાણીને જમિનમા ઉતારવા કેચ ઘ રેઇનના પ્રોજેક્ટને સફળ બનાવવા તમામ ખર્ચની જવાબદારી લીધી છે એવી જ રીતે સુરતમા રહેતા મધ્યપ્રદેશના આગેવાનોએ મધ્યપ્રદેશના 3500 જેટલા ગામોમા અને બિહારમા 5 જિલ્લાના તમામ ગામોમા સુરતમા રહેતા આગેવાનોએ કેચ ઘ રેઇન યોજના અંતર્ગત બોર બનાવવાનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની દીર્ધદ્રષ્ટી થી જે સ્થળે બોર બનાવવામા આવ્યા છે ત્યા પાણીના સ્તર ઉંચા આવ્યા છે.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, રેઇન યોજનાને સફળ બનાવવા શરૂઆત ત્રણ રાજયોથી થઇ છે અને મોદી સાહેબની કલ્પના છે કે વરસાદી પાણીનો સંગ્રહ કરી જરૂર પડે ત્યારે વરસાદી પાણી આપણને મળી રહે તે માટે આગળ વઘવાનો પ્રયાસ કરીએ.કેચ ધ રેઇન યોજના જન ભાગિદારી સાથે જન આંદોલનમા પરિવર્તિત થાય તે માટે ગુજરાતના સુરત થી શરૂ થયેલ આ મોડલ આખા દેશના અલગ અલગ રાજયોમા પહોંચવા જઇ રહ્યુ છે. આગામી 13 તારીખ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ,રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રી ભજનલાલજી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી મોહલનાલ યાદવજી અને બિહારના નાય મુખ્યમંત્રીશ્રી સમ્રાટ ચૌધરીજીની ઉપસ્થિતિમા કેચ ઘ રેઇન કાર્યક્રમ યોજાશે. કેચ ઘ રેઇન યોજનાને સફળ બનાવવા સૌ ગુજરાતવાસીઓ સહકાર આપે તેવી વિનંતી છે જેથી આવનાર પેઢીને પુરતા પ્રમાણમા પાણીનો જથ્થો મળતો રહે.
આ પ્રેસ કોન્ફરન્સમા સુરત શહેર ભાજપના પ્રમુખશ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, સુરત શહેરના મેયરશ્રી દક્ષેશભાઇ, જીલ્લાના ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો તેમજ બિહાર,રાજસ્થાન અને મધ્યપ્રદેશના સુરતમા રહેતા અલગ- અલગ ઇન્ડસ્ટ્રીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.