આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડા જીના વરદ હસ્તે ગાંધીનગર થી એક સાથે રાજ્યના 26 લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયોનો શુભારંભ કરવામાં આવ્યો જે અંતર્ગત આણંદ 80 ફૂટ રોડ ખાતે આણંદ લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. સાથે જીવંત પ્રસારણ પણ નિહળવામાં આવ્યું.
આ પ્રસંગે રાજ્ય સભા સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, પ્રદેશ મંત્રી શ્રી જાનવીબેન વ્યાસ, જિલ્લા પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ, લોકસભા પ્રવાસ યોજના પ્રભારી શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઇ પટેલ, સાંસદશ્રી મિતેષભાઈ પટેલ,વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી દિપકભાઇ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, શ્રી જયપ્રકાશભાઈ પટેલ, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન શ્રી કાંતિભાઈ સોઢાપરમાર, KDCC ના ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હંસાબેન પરમાર સહિત જિલ્લા સંગઠન અને તાલુકા સંગઠનાં પદાધિકારીશ્રીઓ અને કાર્યકરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.