ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાતમાં વિકાસનું મોડલ પ્રસ્થાપિત કરી દેશ અને દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડનાર તેમજ દેશને આત્મનિર્ભર, એક ભારત શ્રેષ્ઠ ભારત અને જેમના નેતૃત્વમાં કલમ 370,ત્રીપલ તલાક,રામ મંદિર, પછી હવે મહિલા નારી શક્તિ વંદન અધિનીયમ બીલ બહુમત સાથે પસાર કરનાર આપણા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આજે ગુજરાતના પ્રવાસનો બીજો દિવસ છે. આજે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અમદાવાદ સાયન્સ સિટી ખાતે ગુજરાતની આગવી ઓળખ એવી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી અંતર્ગત “સમિટ ઓફ સક્સેસ” કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં રાજયના રાજયપાલશ્રી દેવવ્રત આચાર્યજી, તેમજ રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજયનામંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતજીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, 20 વર્ષ પહેલા આપણે એક નાનું બીજ વાવ્યું હતું,આજે એ એટલુ વિશાળ વાઇબ્રન્ટ વૃક્ષ બન્યું છે. વાઇબ્રન્ટ સમિટને 20 વર્ષ પુર્ણ થવા પર આજે તમારી વચ્ચે ઉપસ્થિત રહી ખૂબ આનંદની લાગણી અનુભવું છું. વાઇબ્રન્ટ ગુજરાત એ માત્ર બ્રાન્ડિંગ નું આયોજન નથી પરંતુ બોન્ડિગનું આયોજન છે તેમ મે વર્ષો પહેલા કહ્યુ હતું. દુનિયા માટે આ સફળ સમિટ એક બ્રાન્ડ હોય શકે પરંતુ મારા માટે એક મજબૂત બોન્ડનું પ્રતિક છે. આ એ બોન્ડ છે જે મારા અને ગુજરાત સાથે 7 કરોડ નાગરિકોના સામર્થ્ય સાથે જોડાયેલુ છે,જે મારા માટે તેમના અસિમ સ્નેહ પર આધારીત છે.
શ્રી મોદી સાહેબે સ્વામિવિવેકાનંદનજીની એક વાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, સ્વામિ વિવેકાનંદજીએ કહ્યુ હતું કે કોઇ પણ કામને ત્રણ પાર્ટમાંથી પસાર થવું પડે.પહેલા લોકો મજાક કરે,પછી વિરોધ અને પછી તેનો સ્વીકાર કરે છે અને ત્યારે જ્યારે કોઇ વિચાર તે સમય કરતા પહેલાનો હોય. 20 વર્ષ એક મોટો કાર્યકાળ છે. આજના 20 વર્ષના યુવાનને તો ખ્યાલ જ નહી હોય કે 2001માં આવેલો ભયાનક ભુકંપ પછી ગુજરાતની સ્થિતિ શું હતી ?, ગુજરાત લાંબા સમય સુધી દુકાળની ભંયકર સ્થિતિનો સામનો કરી રહ્યુ હતું.ભૂંકપ પછી ગુજરાતમાં એક મોટી દુર્ઘટના માઘવપુરા મર્કેનટાઇલ કો.ઓ.બેંક કોલેપ્સ થઇ જેના કારણે 133 બીજી કો.ઓ.બેંકમાં સંકટ આવ્યું ગુજરાતની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ. ગુજરાતનું ફાઇનાન્સ સેકટર સંકટમાં આવી ગયું અને પછી ગોઘરાની હ્રદય કંપાવે તેવી ઘટના ત્યાર પછી ગુજરાત હિંસાની આગમા સળગ્યુ. આવી કપરી સ્થિતિમાં કોઇએ કલ્પના પણ નહી કરી હોય. આ સ્થિતિમાં કોઇને ભરોસો હોય કે ન હોય પરંતુ મને ગુજરાત પર અને મારા ગુજરાતના પરિવારજનો પર અતુટ વિશ્વાસ હતો. કેટલાક લોકો એજેન્ડા લઇ ચાલે છે તેઓ તે સમયે પણ ઘટનાનું એનાલીસ કરી કહેતા કે, ગુજરાતના યુવા,ઉદ્યોગ,વેપારી બહાર જતા રહેશે ગુજરાત બર્બાદ થશે. ગુજરાતને બર્બાદ અને નિરાશ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું તે સંકટમાં પણ મે સંકલ્પ કર્યો કે પરિસ્થિતિ ગમે તે હોય ગુજરાતને આ કપરિ સ્થિતિ માથી બહાર નિકાળીશ. આપણે ગુજરાતના પુનનિર્માણ જ નહી તેના ભવિષ્યનું પણ વિચારતા હતા અને જેનું પ્રમુખ માધ્યમ બનાવ્યું વાઇબ્રન્ટ સમિટને. અને આજે વાઇબ્રન્ટ સમિટ વિશ્વના દેશો સામે આંખથી આખ મિલાવી વાત કરવાનું માધ્યમ બન્યું. આ સમિટ ગુજરાતની ઔઘોગીક સક્ષમતાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું માધ્યમ બન્યું. ભારતની દિવ્યતા,ભવ્યતા અને સાંસ્કૃતિક વારસાને વિશ્વસમક્ષ લાવવાનું માધ્યમ બન્યું.
શ્રી મોદીજીએ વાઇબ્રન્ટ સમિટ અંગે વધુમાં જણાવ્યું કે, વાઇબ્રન્ટ સમિટ અને ગુજરાતમાં તે સમયે શરૂ કરાવી કે જ્યારે ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર હોય અને વાઇબ્રન્ટ સમિટને આપણે ગુજરાતના ઔધગીક વિકાસનું પર્વ બનાવ્યું.આજે દુનિયા વાઇબ્રન્ટ સમિટની સફળતા જોઇ રહી છે પરંતુ તેનું આયોજન તે સમયે કરવામાં આવ્યું જ્યારે તે સમયની કેન્દ્ર સરકાર પણ ગુજરાતના વિકાસમાં રસ નોહતી દાખવતી. હમેંશા કહુ છે કે ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ પરંતુ તે સમયની કેન્દ્ર સરકાર ચલાવનાર તેને રાજનીતીની દ્રષ્ટીથી જોતા હતા. કેન્દ્ર સરકારના તે સમયના મંત્રીઓ પણ વાઇબ્રન્ટ સમિટમાં આવવાનું ટાળતા હતા. વિદેશી રોકાણકારોને ધમકાવવામાં આવતા હતા કે ગુજરાત ન જતા તેમ છતા વિદેશી રોકાણકારો આવ્યા.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે વિદેશી રોકારણકારોને ગુજરાતમાં ગુડ ગવર્નન્સ,ફેર ગવર્નન્સ,પોલીસી ડ્રિવન ગવર્નન્સ,ઇકવલ સિસ્ટમ ઓફ ગ્રોથ અને ટ્રાન્સફરન્સ સરકારનો અનુભવ થતો. વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરવામાં આવી ત્યારે ગુજરાતમાં મોટી હોટલો નોહતી.2009માં સમગ્ર વિશ્વ મંદીની ઝપેટમાં હતું તેમ છતા તે સમયની સમિટિ સફળતાનો એક નવો અધ્યાય રચ્યો. 2003માં આ સમિટમાં 100 જેટલા ભાગીદારો જોડાયા હતા પરંતુ આજે 40 હજારથી વધુ ભાગીદાર અને ડેલીગેટ ભાગ લે છે. 2003માં ગણી શકાય તેટલા દેશો ભાગ લેતા આજે 135 જેટલા દેશ ભાગ લે છે. 2003માં 30 ની આસપાસ એક્સીબીટર આવ્યા હતા આજે 2000 થી વધુ એક્સીબીટર આ સમિટમાં આવે છે.
શ્રી મોદીજીએ વાઇબ્રન્ટ સમિટની સફળતા અંગે જણાવ્યું કે આ સમિટની સફળતામાં આઇડિયા, ઇમેજીનેશન અને ઇમ્પીલીટેશ જેવા કોર એલીમેન્ટસ સામેલ છે. ગુજરાત પછી બીજા રાજયોએ પણ બીઝનેસ સમિટનું આયોજન શરૂ કર્યુ. આજે વાઇબ્રન્ટ સમિટ એક વન ટાઇમ ઇવેન્ટથી એક ઇન્સ્ટીટ્યુશન બની છે. સમય બદલાયો પણ દર વખતે વાઇબ્રન્ટ ગુજરાત સફળતાની શિખર પાર કરે છે. આ સમિટ ગુજરાતમાં યોજાતી પણ અમે દરેક રાજયને લાભ પહોંચાડવા માગતા હતા પરંતુ બહુ ઓછા લોકો આ વાતને સમજતા. 2014માં જ્યારે જનતાએ દેશની સેવા કરવાની તક આપી ત્યારે આપણે લક્ષ ને વિસ્તાર આપ્યો અને ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન બને તે સંકલ્પ કર્યો. આજે ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે.ભારત ગ્લોબલ ઇકોનોમીક પાવર હાઉસ બનશે. ભારત દુનિયાની ટોપ 3 ઇકોનોમીક હશે તે મોદીની ગેરેંટી છે. ભારતના ઉદ્યોગ જગતને અપીલ કરતા જણાવ્યું કે, તમે સેકટર વિશે વિચારો કે ભારત તેની સ્થિતિ મજબૂત કરી શકે. આજે ભારત દુનિયાને સસ્ટેબીલીટી વિષય પર નેતૃત્વ કરી રહ્યુ છે.
આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે વાઇબ્રન્ટ સમિટના પ્રણેતા એવા આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ગુજરાતની જનતા વતી જી-20 સમિટિની સફળતા બદલ અભિનંદન પાઠવું છું. આજે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વના દેશો ભારત સાથે સહભાગીતા માટે તત્પર છે જેના કારણે ભારતમાં નવી ટેક્નોલોજી,નવા ઉદ્યોગ અને રોજગારની નવી તકો વધી રહી છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતમાં નવી ટેકનોલોજી,ઉદ્યોગો,રોજગારીનું સર્જન વધે તે માટે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી. વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાતની સક્ષમતા વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરી છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે 28 સપ્ટેમ્બર 2003માં વાવેલુ વાઇબ્રન્ટ સમિટનું બીજ આજે એક વટવૃક્ષ તરીકે ઉભર્યુ છે. ગુજરાતને ઉદ્યોગ,મૂડીરોકાણ,રોજગાર સર્જન ક્ષેત્રે ગ્લોબલ મેપ પર ચમકાવવાનું શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સેવેલું સ્વપ્ન આજે 100 ટકા સફળ થયું છે. આ સમિટ ઓફ સક્સેસ એ માત્ર નામ નથી પરંતુ રાજયના સર્વાંગી વિકાસનો પર્યાય બન્યો છે. વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતમાં આર્થિક વિકાસ સાથે દરેક વર્ગ અને સમાજ સુધી વિકાસ પહોંચ્યો છે. વાઇબ્રન્ટ સમિટે ગુજરાતની પ્રગતીના નવા બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત આજે દેશનું અગ્રીમ એક્સોપોર્ટ સ્ટેટ બન્યું છે. આજે ગુજરાતમાં ઘણી મોટી કંપનીઓએ કારોબાર પ્રસ્થાપિત કર્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાત પ્રોએક્ટીવ પોલીસી અને પ્રોપીપ્લસ ગવર્નન્સની નેમ સાથે યોગદાન આપવા કટીબદ્ધ છે.
આ કાર્યક્રમમાં રાજયના મંત્રીશ્રીઓ શ્રી બળવંતસિંહ રાજપુત,શ્રી જગદિશભાઇ વિશ્વકર્મા, શ્રી હર્ષભાઇ સંઘવી,મેયરશ્રી પ્રતિભાબેન જૈન સહિત સાંસદસભ્યોશ્રીઓ, રાજયનામંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ,સંગઠનના પદાધિકારીશ્રીઓ તેમજ ઉદ્યોગજગતના આમંત્રીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.