ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાતના લોકલાડિલા પુત્ર અને જેમણે વિશ્વના દેશો સમક્ષ ભારતને ગૌરવભેર માન સન્માન અપાવ્યું તેમજ દેશને ગરીબી રેખા થી ઉપર લઇ જવાનું કામ કરી દેશના યુવાઓને આત્મનિર્ભર ભારત અને એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરનાર આપણા કર્મઠ પ્રધાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ માદરે વતન ગુજરાતના બે દિવસ પ્રવાસે આવ્યા છે. આજે પ્રવાસની શરૂઆત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અંબાજી ખાતે મા અંબાના ધામે પહોંચી અંબા માતાજીના દર્શન થી કરી. વડાપ્રધાનશ્રી અંબાજી પહોંચતા જ માતાજીના મંદિરે ઉપસ્થિત ભક્તોએ જય અંબે ના નાંદથી વડાપ્રધાનશ્રીને આવકાર્યા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અંબાજી દર્શન કરી મહેસાણાના ડભોડા ગામે વિકાસના કરોડો રૂપિયાની ભેટ સોગાદ દિવાળીના તહેવારમાં ગુજરાતની જનતાને આપી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભારતીય રેલ્વે અને ગુજરાત સરકારના 5950 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યુ.
• ભારતીય રેલવેના રૂ.4680 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ.
• ગુજરાત રેલ ઇન્ફાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં રૂ.450 કરોડના એક પ્રકલ્પનું લોકાર્પણ.
• જળ સંસાધન વિભાગના રૂ.270 કરોડના 3 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત.
• પાણી પુરવઠા વિભાગના રૂ.210 કરોડના 4 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત.
• માર્ગ અને મકાન વિભાગના રૂ.170 કરોડના એક પ્રકલ્પોનું ખાતમૂહુર્ત.
• શહેરી વિકાસ વિભાગના રૂ.170 કરોડના પાંચ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત.
• ખેરાલુ-સતલાસણ વિસ્તારના રૂ.17 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત.
આ કાર્યક્રમમાં પ્રધાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, જે પાર્ટીએ, જે ધરતીએ ,જે લોકોએ મને ઘડયો છે તેમનો રૂણ સ્વીકાર કરવાનો જ્યારે પણ મોકો મળે ત્યારે મનને સંતોષ થાય અને આજનો આ કાર્યક્રમ મારા માટે એક સારી તક છે. આજે આઝાદીની લડાઇમાં આદિવાસી સમાજને જેમણે નેતૃત્વ આપ્યું અને અંગ્રેજોના દાંત ખાટા કર્યા તેવા ગોવિંદ ગુરુજીની પુણ્ય તિથી છે અને આવતીકાલે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજંયતિ છે તેથી આ બંને દિવસો આપણા માટે પ્રેરક દિવસ છે. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની સૌથી ઉંચી પ્રતિમા બનાવી તેમને સાચા રૂપે ખૂબ ઉંચાઇ વાળી શ્રદ્ધા આપણે વ્યકત કરી છે અને આવનાર પેઢીઓ પણ સરદાર સાહેબની મૂર્તી જોશે ત્યારે તેમનુ માથુ નહી નમે તેમનુ માથુ ઉંચુ જોશે. સરદાર સાહેબના ચરણોમાં ઉભેલો એક એક વ્યકિત માથુ ઉચુ કરશે,માથુ નમાવશે નહી.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, માં અંબાના ધામે જઇ મા અંબાજીના દર્શન કરવાની તક મળી. માં અંબાના આશિર્વાદ હમેંશા આપણા પર બન્યા રહે. આજે વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાની તક મળી જે કાર્યો ખેડૂતોના ભાગ્યને કાયમી મજબૂતી આપનારા છે. સમગ્ર ગુજરાત અને ઉત્તર ગુજરાત ના વિકાસ માટે દેશમાટે જોડવાના ખૂબ ઉત્તમ કાર્યો છે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે મારા વ્હાલા પરિવારજનો આજે ભારતના વિકાસની ચર્ચા સમગ્ર દુનિયામાં થઇ રહી છે. આજે ભારત ચંદ્રયાન પર પહોંચ્યુ છે. દુનિયાના દેશો નથી પહોંચ્યા ત્યા આજે આપણું ભારત પહોંચ્યુ છે. જી-20 માં વિશ્વના મોટા મોટા નેતાઓ ભારતના ખૂણે ખૂણે પહોચ્યા અને ભારતના લોકોની ક્ષમતા જોઇ ચકિત થઇ ગયા છે. આજે ભારતની તાકાતનો પરિચય દુનિયા જોઇ રહી છે. રોડ,રેલ,એરપોર્ટના કાર્યોમાં જેટલુ મૂડિ રોકાણ ભારતના ખૂણે ખૂણે થઇ રહ્યુ છે પણ પહેલા આનુ નામો નિશાન હતું નહી. આજે દુનિયામાં ભારતનો જય જય કાર થઇ રહ્યો છે તેના મૂળમાં આ દેશના કોટી કોટી જનોની તાકાત છે કે તેમને દેશમાં સ્થિર સરકાર આપી. કોઇ ને દિકરી આપવી હોય તો પણ 100 વાર વિચાર કરે તેવી પાણીની મુશીબત વાળો વિસ્તાર આજે જાહો જલાલી તરફ જઇ રહ્યો છે.
શ્રી મોદી સાહેબે વુધુમાં જણાવ્યું કે,આજના 20 થી 25 વર્ષના યુવાનને ખબર નહી હોય તે તેમના પરિવારજનોએ કેવી મુશીબત વેઠી છે આજે યુવાનોને મુશીબત જોવા મળતી નથી તેવુ ગુજરાત બનાવ્યું છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોનો વારંવાર આભાર માનવો પડે તે તેમને એક ધડાકે સુજલામ સુફલામ યોજના માટે જમીન આપી દીધી અને અંદાજે 500 કિમી કેનાલ બનાવામાં એક પણ કોર્ટ કચેરીનો કેસ નથી થયો અને લોકોએ જમીન આપી. આજે સિચાંઇ અને નવી ટેકનોલોજીનો લાભ ગુજરાતને મળ્યો છે. દુનિયામાં કોવિડ પછી બે વસ્તુની ચર્ચા ખૂબ થઇ છે એક આપણી હળદર અને એક ઇસબગુલ.આજે દેશમાં 90 ટકા ઇસબગુલનું ઉત્પાદન ઉત્તર ગુજરાતમાં થાય છે. ઉત્તર ગુજરાતના બટાટા તો દુનિયામાં જાણિતા થયા છે.
શ્રી મોદીસાહેબે વધુમાં જણાવ્યું કે, આજે ઉત્તર ગુજરાતમાં ઘરે ઘરે નળથી જળ મળતુ થયુ છે. મહિલાઓની ડેરી સેક્ટરમાં ખૂબ મોટી ભાગીદારી છે અને ડેરી સેક્ટરના વિકાસના કારણે આર્થિક સ્થિતિ સુઘરી છે. બે દશકમાં ગુજરાતમાં 800 થી વધારે નવી ગ્રામ ડેરીઓની સહકારી સમિતિઓ આપણે બનાવી છે. પશુઓને મફતમાં રસી આપવાનું અભિયાન ચલાવી રહ્યા છીએ. પશુઓના દૂધ સાથે ગોબરનું પણ વહેચાણ થઇ રહ્યુ છે જેનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. ગોબરમાંથી વિજળી કેવી રીતે બનાવી શકાય તે દિશામાં દેશ કામ કરી રહ્યો છે. પહેલા ઉત્તર ગુજરાતના લોકોને રોજગાર માટે બહાર જવુ પડતુ હતુ આજે લોકો બહારથી રોજગાર માટે ઉત્તર ગુજરાત આવતા થયા છે. ઉત્તર ગુજરાતમાં રોજગારની નવી તકો ઉભી થવાની છે. રાજસ્થાન અને ગુજરાતને જોડતી તારંગા હિલ અંબાજી આબુ રેલ રોડ લાઇન ટુરિઝમ ક્ષેત્રનું ભાગ્ય બદલશે. ગુજરાત અને દેશના ઉજ્વળ ભવિષ્ય ના સંકલ્પ માટે મારી માટીના આર્શિવાદ લઇ નિકળીશ, પહેલા વિકાસના કામો જે ગતિ એથી થતા તેના કરતા ડબલ ગતિએથી કામ કરીશું કારણકે તમારો પ્રેમ મારી ઉર્જા છે અને 2047 માં દેશ વિકસીત કરવા કામ કરીએ .
આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતની જનતાને દિવાળી પહેલા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપવા પધાર્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ વિકાસની મશાલનુ અપાર તેજ ગુજરાતમાં આપવા આવ્યા છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી ગુજરાતમાં રેલ્વે,પાણી પુરવઠા,સિંચાઇ,માર્ગ-મકાન શહેરી વિકાસ સહિતના અનેક માણખાકીય સુવિધાના કાર્યોનો પંચવિકાસ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવા વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા તેમના દિશા દર્શનમાં રાજય સરકાર કટીબદ્ધ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત દરેક ક્ષેત્રે ગ્લોબલ મેપ પર ચમક્યુ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના સર્વાંગી વિકાસ માટે ઇન્ફાસ્ટ્રકચર પર વિશેષ ભાર આપ્યો છે. આવતીકાલે સરદાર વલ્લભભાઇ પટેલની જ્ન્મજંયતિ છે વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સરદાર સાહેબની જન્મ જંયતિને એકતા દિવસ તરીકે ઉજવવાની પ્રેરણા આપી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં સૌ સાથે જોડાઇ વિકસીત ભારત માટે વિકસીત ગુજરાત બનાવીએ.
આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રી દર્શનાબેન જરદોશ, રાજયનામંત્રીશ્રીઓ શ્રી રૂષીકેશભાઇ પટેલ,શ્રી બળવંતસિંહ રાજપુત, શ્રી કુવરજી બાવળીયા,શ્રી જગદિશભાઇ વિશ્વકર્મા, સાંસદશ્રીઓ શ્રી સારદાબેન પટેલ, શ્રી ભરતસિંહ ડાભી,રાજયસભાના સાંસદશ્રી બાબુભાઇ દેસાઇ, પુર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલ,ધારાસભ્યશ્રીઓ શ્રી સરદારભાઇ ચૌધરી,શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી કિરિટભાઇ પટેલ,શ્રી કરશનભાઇ સોલંકી,શ્રી સુખાજી ઠાકોર, શ્રી લવીંગજી ઠાકોર, જિલ્લા પંચાયતના બેનશ્રી ત્રુષાબેન, સંગઠનના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.