આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલની શરાબનીતીના કરોડો રૂપિયાના કૌભાંડ માલમે આજરોજ પ્રદેશના મુખ્ય પ્રવકતા શ્રી યમલભાઇ વ્યાસે મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધી.

અમદાવાદ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, દિલ્હીમા શરાબનીતી કોભાંડ માલમે ગુરવારની રાત્રે પ્રવર્તન નિદેશાલયે આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આજે તેમને દિલ્હીની રાઉશ એવન્યુ કોર્ટમા રજૂ કરવામા આવ્યા હતા. શરાબનીતીના મોટા કૌભાંડ મામલે આજે પદેશના મુખ્ય પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસે એસ.જી.હાઇવે સ્થિત પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે પ્રત્રકારી પરિષદને સંબોધી હતી. આ પત્રકાર પરિષદમા પ્રદેશના સહપ્રવકતાશ્રીઓ શ્રી હિતેન્દ્રભાઇ પટેલ, શ્રી જયરાજસિંહ પરમાર,શ્રી શ્રદ્ધાબેન રાજપુત,શ્રી જૈનિકભાઇ વકિલ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી યમલભાઇ વ્યાસે જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલે અન્ના હજારેના આંદોલનનો ઉપયોગી કરી ભ્રષ્ટાચારની મુહિચ ચલાવી જનતાનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો અને આજે જનતાના વિશ્વાસને તોડયો છે અને કેજરીવાલ અને તેમની પાર્ટીએ ભ્રષ્ટાચાર આદર્યો છે તેનો પુરાવો ઇડી પાસે છે. ઇડીએ 9 વખત સમન્સ પણ અરવિંદ કરેજરીવાલને મોકલવામા આવ્યા હતા. અરવીદં કેજરીવાલ સતત સમન્સની અવગણના કરતા રહ્યા જેના કારણે તેમની ગઇકાલે ઘરપકડ થઇ હતી.

શ્રી યમલભાઇ વ્યાસે વધુમા જણાવ્યું કે,આમ આદમી પાર્ટીએ શરાબનીતી જે વર્ષ 2022મા બદલી તેમા મોટો ભ્રષ્ટ્રાચાર થયો છે તેમા સુપ્રિમ કોર્ટમા રજૂ કરવામા આવેલા રેકોર્ડ પ્રમાણે 330 કરોડથી વધુની મનીટ્રેલની વિગત પણ મળી છે. સીએજીના રિપોર્ટ પ્રમાણે 2 હજાર કરોડથી વધુનો ભ્રષ્ટ્રાચારને અંજામ આપવામા આવ્યો છે. એક બાજુ ભ્રષ્ટ્રાચાર દુર કરવાની જનતાને સમક્ષ વાતો કરવી તો બીજી તરફ ભ્રષ્ટાચાર કરવો આમ બેવડી નીતી આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની છે તે દેખાઇ આવે છે. જાહેર જનતા સમક્ષ મને કોઇ પદનો મોહ નથી તેમ કહેનાર અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદને ટકાવી રાખવા દિલ્હીની જેલમાથી સરકાર ચલાવવાની વાતો કરે છે આવા બહુરૂપી વ્યક્તિને જનતાએ ઓળખવાની જરૂર છે.

શ્રી યમલભાઇ વ્યાસે વધુમા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ દેશની જનતાને ગેર માર્ગે દોરી રહી હતી અને ગુજરાતમા પણ જાતજાતની વાતો કરી પણ ગુજરાતની જનતાએ તેમને જાકારો આપ્યો છે એટલે રાજકીયતકનો લાભ મેળવવા લોકોથી બનેલી છે આમ આદમી પાર્ટી જેનુ સત્ય આજે દેશ સમક્ષ ઉજાગર થયુ છે.

શ્રી યમલભાઇ વ્યાસે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, 2022મા આમ આદમી પાર્ટીની સરકારે નવી શરાબ નીતી જાહેર કરી ત્યારે કોંગ્રેસના દિલ્હીના અધ્યક્ષે પોલીસ કમિશનરને પત્ર લખી ભ્રષ્ટ્રાચારની વિગત આપી હતી તો બીજી તરફ કોંગ્રેસ ઇન્ડિયા ગંઠબંધનમા તેમનો સમાવેશ કરી ચૂંટણી લડી રહી છે તો શું કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ભ્રષ્ટ્રાચારને સમર્થન આપે છે કે કેમ તે અંગે કોંગ્રેસે જનતાને સપષ્ટતા આપવી જોઇએ.

શ્રી યમલભાઇ વ્યાસે ઇલેક્ટ્રોરોલ બોન્ડ અંગે જણાવ્યું કે, કોંગ્રેસ હવે ઇલેક્ટ્રોરોલ બોન્ડ અંગે બ્રહ્મ ફેલાવી રહી છે. 2018-19 મા ઇન્કટેક્ષના નિયમ અનુસાર જે રીટર્ન મા જે વિગતો આપવાની હોય તે ન આપવાને કારણે તેમને નોટીસ આપી હતી અને નોટીસનો અનાદર કર્યો હતો. અ મુદ્દે હાઇકોર્ટમા પણ સ્ટે ન મળ્યો હતો. ઇન્કટેક્ષ વિભાગ નીયમ અનુસાર કાર્યવાહી કરી રહી છે પરંતું કોંગ્રેસ રાજકીય સ્વરૂપ આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *