ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે,યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબના નેતૃત્વમા દેશ વિકાસની નવી દિશા તરફ આગળ વધી રહ્યો છે વિદેશના નેતાઓમા પણ ભારત દેશ પ્રત્યેની દ્રષ્ટી બદલાઇ છે અને આજે દેશ આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યો છે દેશની જનતાને પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રત્યે દ્રઢ વિશ્વાસ છે ત્યારે આવા વિકાસલક્ષી કાર્યોથી વિવિધ રાજકીયપક્ષોના અને સામાજીક આગેવાનો મોદી સાહેબના નેતૃત્વમા ભારતના સાથે ગુજરાતના વિકાસમા સહભાગીદારી થવા ભારતીય જનતા પાર્ટીમા જોડાઇ રહ્યા છે ત્યારે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, આપ પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખશ્રી જે.જે.મેવાડા,દાણીલીમડા વિધાનસભાના પુર્વ ઉમેદવારશ્રી દિનેશભાઇ કાપડીયા તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા.
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે દેશમા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિકાસના અનેક કાર્યો કર્યા છે,લોકોની સુખાકારી માટેની અનેક યોજના કરી અને યોજના લોકોસુધી પહોંચે તેની પણ ચિંતા કરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા દેશની મહિલાઓ સશક્ત સાથે આર્થિક રીતે મજબૂત થાય તેવો પ્રયાસ સરકારે કર્યો છે. નવા સંસદ ભવનમા મહિલાઓ માટે પ્રથમ ઐતિહાસીક નિર્ણય 33 ટકા અનામત આપવાનો કર્યો છે. દેશના યુવાનો સ્વાવલંબી બને જોબ સીકર નહી જોબ ગીવર બને તે માટે ઉત્તમ પ્રયાસ કર્યા છે. ખેડૂતોની આવક વધે તેમજ તેમના પાકના સારા ભાવ ઉપજે,ખેડૂતોને સરળતાથી વ્યાજબી ભાવે ખાતર મળે તે દિશામા નક્કર પગલા લીધા છે.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, આજે વિશ્વના મહાસત્તા દેશો પણ સ્વીકારે છે કે મોદી સાહેબે ભારતનો ઝડપથી વિકાસ કર્યો છે.મોદી સાહેબે દેશમા 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા છે. આજે દેશમા નવા એરપોર્ટ બન્યા છે,નવા રેલ્વે સ્ટેશન વધ્યા છે ટ્રેનની સુવિધા ઉત્તમ કક્ષાની બનાવી છે.પર્યટન સ્થળોનો વિકાસ થયો છે,મંદિરનો જીણોદ્ધાર થયો છે આમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબનુ માર્ગદર્શનમા આજે જે પણ કાર્યકર્તાઓ જોડાયા છે સૌને અભિનંદન અને આપ સૌ ગુજરાત અને દેશના વિકાસમા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો હાથ મજબૂત કરીએ. લોકસભાની ચૂટંણીમા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે અન ગુજરાતમા ફરી 26 માંથી 26 બેઠકો પાંચ લાખથી વધુની લીડ સાથે ભાજપ જીતશે તેવો વિશ્વાસ છે.
આ કાર્યક્રમમા પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, પુર્વ મહામંત્રીશ્રી કે.સી.પટેલ,ધારાસભ્યશ્રી જે.એસ. પટેલ, શ્રી હિમાંશુભાઇ પટેલ(પુંસરી) શ્રી કેતનભાઇ પટેલ,પ્રદેશ મીડિયા વિભાગના સહ કન્વીનરશ્રી ઝુબિનભાઇ આશરા સહિત પ્રદેશના અને જિલ્લાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.