ઉનાઈ થી અંબાજી સુધી યોજાનાર વન સેતુ ચેતના યાત્રા માં વલસાડ જિલ્લામાં થી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાશે
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને પેજ કમિટી ના પ્રેણેતા આદરણીય શ્રી સી.આર.પાટીલજી,પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ની સુચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાજી ના અધ્યક્ષ સ્થાને અને ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્ય શ્રીમતી ઉષાબેન પટેલ ની વિશેષ ઉપસ્તીથીમાં શ્રી કમલમ જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે અગત્યની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવતીકાલે તારીખ ૧૮ જાન્યુઆરી ગુરુવાર ના રોજ ગાંધી મેદાન, વાંસદા ખાતે થી ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ અને પેજ કમિટી ના પ્રણેતા આદરણીય શ્રી સી.આર.પાટીલજી ની વિષેશ ઉપસ્તીથીમાં “વન સેતુ ચેતના યાત્રા” નો શુભારંભ થનાર છે જે બાબતે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, આ યાત્રા માં મોટી સંખ્યામાં વલસાડ જિલ્લા થી ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ ને આ યાત્રા માં જોડાવવા માટે જિલ્લા પ્રમુખશ્રી દ્વારા સુચનો આપવામાં આવ્યા હતા, આ યાત્રા ઉનાઈ થી શરૂ થઈ અંબાજી સુધી યોજાશે
આ તબક્કે વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ કમલેશભાઈ પટેલ,શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, વલસાડ ના ધારાસભ્ય શ્રી ભરતભાઇ પટેલ, જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, નગરપાલિકાના આગેવાનો, વિવિધ મંડળના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોર્ચા ના આગેવાનો હોદ્દેદારો, મીડિયા, આઇ.ટી., સોશિયલ મીડિયાના કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા