ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, એશિયા ગેમ્સ 2023માં ભારતીય ખિલાડીઓએ ઐતિહાસીક પ્રદર્શન કર્યુ છે. એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખિલાડીઓએ 107 મેડલ જીતી અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. ભારતીય ખિલાડીઓએ 28 ગોલ્ડ, 38 સિલ્વર,41 બ્રોન્સ જીત્યા છે. મેડલ મેળવવાની યાદીમાં પણ ભારતના ખિલાડીઓએ 107 મેડલ સાથે ટોપ-4માં સ્થાન મેળવ્યું છે. ભારતીય ખિલાડીઓના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પાછળ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવેલી નવી સ્પોર્ટસ પોલીસીએ મહત્વની ભૂમિકા નિભાવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં ખિલાડીઓ માટે જે રીતે નાના ગામડાઓ, નાના શહેરોમાં રમત ગમતનું ઇન્ફાસ્ટકચર તૈયાર કરાવ્યું છે જેના કારણે ખિલાડીઓની પ્રતિભા એશિયન ગેમ્સમાં રંગ લાવી છે. એશિયન ગેમ્સમાં ભારતે પહેલી વખત 100 મેડલ પ્રાપ્ત કર્યા છે જે બદલ ગેમ્સમાં દરેક ખિલાડીઓ કે જેમણે શાનદાર પ્રદર્શન કરી મેડલ મેળવ્યુ છે તેમજ જેમને એશિયન ગેમ્સમાં ભાગ લીઘો છે તેમને ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા તેમજ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને રમતગમત ક્ષેત્રે ખિલાડીઓને પ્રોત્સાહિત કરવા બદલ આભાર વ્યકત કર્યો.