કચ્છ જીલ્લા દ્વારા સ્મૃતિવન ભૂજ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો

BJP GUJARAT NEWS રાજકોટ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, નવનીયુકત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજી સફેદ રણ , પરંપરાગત હસ્તકલા ,વિવિધતાભરી સંસ્કૃતિ અને રણ ઉત્સવ માટે જાણીતા કચ્છના પ્રવાસે છે ત્યારે આજરોજ દેવદિવાળીના પાવન દિવસે જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જીલ્લાના કાર્યકર્તાઓએ ભવ્ય બાઇક રેલી યોજી દરેક કાર્યકર્તાઓએ હાથમાં ભાજપનો ધ્વજ ફરકાવી નવનીયુકત પ્રદેશ પ્રમુખશ્રીનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. કાર્યક્રમમાં સ્થળે પહોંચતા પ્રદેશ અધ્યક્ષશ્રી ઉપસ્થિત સાઘુ-સંતોના દર્શન કરી તેમના પર પુષ્પવર્ષા કરી આર્શિવાદ મેળવ્યા હતા તેમજ જનસંઘથી પક્ષ સાથે જોડાયેલા વરિષ્ઠ આગેવાનોને મળી આશિર્વાદ મેળવ્યા હતા. કાર્યક્ર્મમાં પ્રદેશ અધ્યક્ષશ્રીનું 1 લાખ 51 હજાર બુક સાથે અભિવાદન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જીલ્લાના પ્રમુખશ્રી દેવજીભાઇ વરચંદજીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.

પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ દેવ દિવાળીના પાવન પર્વ તેમજ ગુરુનાનક જંયતિની શુભકામના પાઠવતા કાર્યકર્તાઓમાં ઉર્જાનો નવસંચાર કરતા જણાવ્યું કે, આજે કચ્છના પ્રવાસે આવી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના દર્શન કરવાની તક મળી. શ્યામજી કૃષ્ણવર્માને યાદ કરતા જણાવ્યું કે, આજની નવી યુવા પેઢીએ શ્યામજી કૃષ્ણવર્માજીની સ્મૃતિરૂપે જે ભવન તૈયાર કરવામાં આવ્યુ છે જેમા તેમના જીવન ચરિત્ર દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેની ચોક્કસ મુલાકાત કરવી જોઇએ. કચ્છની હસ્તકલા આજે દેશ-વિદેશમાં ખૂબ જ પ્રચલીત થઇ છે. દેશના વડાપ્રધાનશ્રીનો આપણે આભાર વ્યકત કરવો પડે કે જ્યારે તેઓ સંગઠનના કાર્યકર્તા હતા ત્યાર્થી કચ્છમા ભુકંપ સમયે જે જવાબદારી નિભાવી છે, કચ્છને બેઠુ કરવાનો સંકલ્પ કર્યો અને આજે દેશ-વિદેશ કચ્છને નવા જોમ-ઉર્જાથી જોવે છે. કચ્છને ધરતીકંપ પછી બેઠુ કરવાનો શ્રેય જો કોઇને જાય તો તે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને જાય.સરદાર વલ્લભભાઇ પટેલે જે સરદાર સરોવર ડેમનુ સ્વપ્ન જોયુ હતુ તેને કોંગ્રેસે ક્યારેય પુરુ કરવામાં રસ દર્શાવ્યો ન હતો આખા દેશમાં કોઇ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર સામે તેમની જનતાને પિવાના પાણી,પિયતના પાણી માટે ઉપવાસ કર્યા. કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ક્યારેય ગુજરાતની જનતાનુ દુખ દેખાયુ નથી. કોંગ્રેસ સરદાર સરોવર ડેમની ઉંચાઇ વઘારવાની મંજૂરી આપે ન તો દરવાના બાંઘવાની મંજૂરી આપે. દેશની જનતાએ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને જંગી બહુમતથી વડાપ્રધાન તરીકે સ્વીકાર્યા ત્યારે માત્ર 17 દિવસમાં સરદાર સરોવર ડેમના દરવાજા લગાવવાની મંજુરી આપી જેના કારણે આજે કેવડીયાથી લઇ કચ્છ સુધી પાણી પોહચાડ્યુ છે.

શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, કચ્છને બેઠુ કરવામાં જેનુ નામ ઇતિહાસના પન્નામાં લખાશે તે એક માત્ર નામ વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું નામ છે. 2003માં જ્યારે શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી ત્યારે પણ કોંગ્રેસ મજાક ઉડાવતી હતી અને આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો જો કોઇ જિલ્લાને ફાયદો વધુ થયો હોય તો તે આપણું કચ્છ છે. ટાંકણીથી પ્લેન સુઘીની તમામ વસ્તુનુ ઉત્પાદન આજે ગુજરાતમાં થઇ રહ્યુ છે. આજે કચ્છમાં 1 લાખ 40 હજાર કરોડ કરતા વધુનું રોકાણ અને ઇન્ડસ્ટ્રી આપણા જિલ્લામાં છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ફરી સાબિત કરી બતાવ્યું કે કચ્છ ફરી બેઠુ થઇ શકે છે. આપત્તિને અવસરમાં પલટવાનું કામ જો કોઇએ કર્યુ હોય તો તે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યુ છે.

શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, જે કચ્છમાં પહેલા કોઇ આવવા તૈયાર ન હતુ તે કચ્છની સિકલ આજે બદલાઇ છે. વડાપ્રધાનશ્રીએ તે સમયે કહ્યુ હતું કે કચ્છની ઘરતી પર એક દિવસ દેશ-વિદેશના લોકો રણ જોવા આવશે. સ્મૃતિ વન નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કચ્છના ભયાનક ધરતીકંપમાં જે પણ લોકોએ જીવ ગુમાવ્યા છે તેમની યાદમાં સ્મૃતિ વન તૈયાર કરાયુ છે આપણી યુવા પેઢી આ વેદનાને સમજી શકે તે પ્રકારનું અંહી સ્મૃતિ વન તૈયાર કરાયુ છે અને આજે મોટી સંખ્યામાં લોકો તેને નિહાળવા આવે છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ મુંખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ પણ કોઇ વિદેશના મહેમાન આવે ત્યારે મોંઘી વસ્તુ થી સ્વાગત નથી કરતા પણ આપણા આર્ટીજનો દ્વારા તૈયાર કરાયેલ વસ્તુથી તેમનુ સન્માન કરે છે. દેશના આર્ટીજનોના બ્રાન્ડએમ્બેસડર આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ બન્યા છે. આજે કમલમ ફળ અને ખારેક દેશ-વિદેશમાં એક્સપોર્ટ થઇ રહ્યુ છે. કચ્છમાં ટુરિઝમને વધારવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સફળ પ્રયાસો કર્યા છે.

શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, આજે અલગ-અલગ રાજયોમાંથી કેટલાક લોકો આવે છે ત્યારે મારે તેમને કહેવુ છે કે ગુજરાતમાં આવી ગુજરાતની પ્રજાનો મીજાજ ઓળખો છો,ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ ન કરતા. ગુજરાતની જનતા બહુરૂપિયા લોકોને સારી રીતે ઓળખે છે, ગુજરાતની જનતાએ તેમને 25 વર્ષથી સત્તાથી વંચિત રાખ્યા છે અને હજુ આવનાર 25 વર્ષ સુધી તમને સત્તા પર નહી આવવા દે તેવો વિશ્વાસ મારી ગુજરાતની જનતા પર છે. રાજયમાં કમોસમી વરસાદ આવ્યો છે ત્યારે મુખ્યમંત્રી પોતે એસી ઓફીસમાં બેસવાની જગ્યાએ તમામ મંત્રીશ્રીઓ,ચૂટાયેલ પાખ સહિત તમામ લોકો ખેડૂતો પાસે જઇ તેમના દુખમા ભાગીદાર બન્યા છે. આજે સરકાર દ્વારા 9 તારીખથી ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે અને ખેડૂતોને કોઇ તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા સરકાર કરી રહી છે. મે ગઇકાલે સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે મુલાકાત કરી અને તેમની વેદના સાંભળી છે. કોંગ્રેસ કે અન્ય લોકો આજે જે આવે છે તેમને પુછજો કે તમારા મેન્ડેટમાં એવી કઇ વસ્તુ રાષ્ટ્રના હિત માટે હતી અને તે કામને વળગીને તે કાર્ય પુર્ણ કર્યુ. ભાજપે જેટલા વચનો મતદારોને આપ્યા છે તે વચનો પુર્ણ કર્યા છે.

પ્રદેશ મહામંત્રી અને સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ સંબોધન કરતા જણાવ્યું કે, આપણા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજી આજે પ્રથમ વખત કચ્છ પધાર્યા છે ત્યારે આપણે તેમનુ સ્વાગત 1 લાખ 51 હજાર બુકથી કર્યુ છે તે બદલ સામાજીક સંસ્થા,કાર્યકર્તાઓનો હ્રદયથી આભાર.આપણા પ્રદેશ અધ્યક્ષશ્રી તેમનું સ્વાગત ફુલહાર થી કે મોંઘી ગીફટોથી નહી પણ બુક અને પુસ્તકોથી સ્વાગત સ્વીકારવાની સંકલ્પના કરી છે તેનાથી જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓને આ બુક અને પુસ્તકથી મદદ મળી રહેશે, આ પ્રણાલીથી આપણને સૌને પ્રેરણા મળે છે કે કોઇ મોટુ બહુમાન નહી પણ બુકોથી સન્માન સ્વીકારી વિદ્યાર્થીઓને મદદ કરીએ. કચ્છમાં ધરતીકંપ સમયે મોટુ દુખ આવ્યુ હતું ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કચ્છના પુર્નવસન માટે કોઇ કચાસ બાકી નોહતી રાખી. આજે કચ્છ પ્રવાસન સહિત દરેક ક્ષેત્રે આગળ વઘી ગયુ છે. આજે નવી પેઢીને નવુ કચ્છ મળ્યું છે તેનો શ્રેય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબને આપવો પડે. રણોત્સવના માધ્યમથી લાખો લોકોને રોજગારી મળી રહે છે. આજે કચ્છ ડેરી ક્ષેત્રે મોટુ કામ કરતુ થયુ અને અંદાજે એક લાખ પરિવારને રોજગારી મળે છે.

આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રી તેમજ સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા,મંત્રીશ્રી ત્રીકમભાઇ છાંગા,જીલ્લા પ્રમુખશ્રી દેવજીભાઇ વરચંદ, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, શ્રી ધવલભાઇ દવે, શ્રી ડો.રૂત્વીજભાઇ પટેલ, શ્રી સંદિપભાઇ દેસાઇ,જનસંઘથી પાર્ટી સાથે જોડાયેલા વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ તેમજ જીલ્લાના હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *