ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, લોકસભા ચૂંટણી અંતર્ગત કચ્છ લોકસભા ઉમેદવારશ્રી વિનોદભાઇ ચાવડાના સમર્થનમા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું. આ કાર્યક્રમમા જિલ્લાના પ્રમુખશ્રી દેવજીભાઇ વરચંદે પ્રાસંગીક સંબોધન કર્યુ હતું. આ કાર્યક્રમમા કચ્છ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાશ્રી લખીબેન ડાંગર,કોંગ્રેસ પક્ષના વિઘાનસભાના અંજાર બેઠકના પુર્વ ઉમેદવારશ્રી રમેશભાઇ ડાંગર સહિત વિવિધ રાજકીય પક્ષના કાર્યકર્તાઓ મોટી સંખ્યામા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા.
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી સંબોધન કરતા જણાવ્યું કે, ઉમેદવારના નામાકંન સમારોહમા આજે સૌથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા છે તે બદલ સૌને અભિનંદન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સુચનાથી સંગઠનમા એક માત્ર ચૂંટાયેલ પ્રતિનિધી સંગઠનમા હોદ્દેદાર શ્રી વિનોદભાઇ ચાવડા છે. મોદી સાહેબ આ વખતે સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે અને ગુજરાત પણ 26 માથી 26 બેઠકો પાંચ લાખથી વધુની લીડ સાથે જીતશે તેવો વિશ્વાસ છે.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી કચ્છ પ્રત્યે તેમનો પ્રેમ ક્યારેય ઘટયો નથી. મોદી સાહેબે પહેલી વખત ધરતીકંપની તારાજી બાદ લોકોના અથાગ પરિશ્રમથી કચ્છ જિલ્લો કેવી રીતે આગળ આવ્યો છે તેને વર્ષો સુધી યાદ રહે તે માટે સ્મૃતિવન બનાવ્યું છે. મોદી સાહેબે દરેક વર્ગના લોકો માટે યોજનાઓ બનાવી છે અને યોજનાનો લાભ સૌને મળે તે માટે ચિંતા કરી છે. મોદી સાહેબના નેતૃત્વમા મહિલાઓ સશક્ત અને આર્થિક રીતે મજબૂત થાય તે દિશામા કાર્ય કર્યા છે. દેશના યુવાનો જોબ સિકર નહી જોબ ગીવર બને તે માટે કામ કર્યુ છે. દેશના ખેડૂતો ની આવક વધે અને ખાતર સરળતાથી મળી રહે તે માટે પ્રયત્નો કર્યા. ખેડૂતોને કિસાન સન્માન નિધી યોજના હેઠળ સિઘા રૂપિયા જમા કરી તેમને સહાયતા મળે તેવી યોજના જાહેર કરી છે. ગરીબમા ગરીબ વ્યકિતને પણ સરકારની યોજનાનો લાભ મળે તે દિશામા પ્રયાસ કર્યા છે. આ લોકસભા ચૂંટણીમા ભાજપના ઉમેદવારને જંગી મત સાથે વિજય બનાવશો તેવો વિશ્વાસ છે.
સાંસદ અને ઉમેદવારશ્રી વિનોદભાઇ ચાવડાએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે કચ્છ વિકસીત જીલ્લો બન્યો છે. એક વ્યકિતના પુરુષાર્થના કારણે કચ્છ જિલ્લાની તાસીર બદલાઇ છે. આજે કચ્છ દેશ–દુનિયામા અગ્રેસર જીલ્લો બન્યો છે તેનો શ્રેય આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને જાય છે. ગુજરાતમા એક માત્ર જીલ્લો કચ્છ એવો છે કે જેનો વિકાસ ચાર સ્તંભ સાથે થયો છે જમા ઉદ્યોગ,પ્રવાસન,કૃષી અને ડેરીનો સમાવેશ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. ચૂંટણીના દિવસે ભાજપના ઉમેદવારને જંગી મતો સાથે વિજય બનાવવશો તેવો વિશ્વાસ છે. મોદી સાહેબ અને કચ્છ વચ્ચે હુ માત્ર નિમિત બન્યો છે. મોદી સાહેબે દસ વર્ષમા વિકાસના ઘણા કાર્યો કર્યા છે.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસુરીયા,કલસ્ટર પ્રભારી શ્રી અમિતભાઈ ઠાકર,સંગઠનના પ્રભારી શ્રી કશ્યપભાઈ શુક્લા,કચ્છ જીલ્લા પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ,મોરબી જીલ્લા પ્રમુખશ્રી રણછોડભાઈ દલવાડી,કચ્છ જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા,કચ્છ લોકસભાના ઉમેદવારશ્રી વિનોદભાઈ ચાવડા,ધારાસભ્યશ્રીઓ શ્રી કેશુભાઈ પટેલ,શ્રી અનિરુદ્ધભાઈ દવે,શ્રી ત્રિકમભાઈ છાંગા,શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા,શ્રીમતી માલતીબેન મહેશ્વરી,શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા,શ્રી કાંતિભાઈ અમૃતિયા,ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી ડૉ.નીમાબેન આચાર્ય,પૂર્વ મંત્રીશ્રીઓ,પૂર્વ સાંસદશ્રીઓ,પૂર્વ ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.