કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે આજ રોજ સુરતના માંડવી ખાતે જળ સંચયના વિવિધ વિકાસલક્ષી કામોનુ ખાતમૂહર્ત કરવામા આવ્યું.

BJP GUJARAT NEWS

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, ભારત સરકાર તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે “જળ સંચય જન ભાગીદારી અભિયાન” અંતર્ગત જળ સંચયના વિવિધ વિકાસલક્ષી પ્રકોલ્પના કામોનુ શુભારંભ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે આજ રોજ સુરતના માંડવી ખાતે કરવામા આવ્યું. આ કાર્યક્રમમા રાજયના મંત્રીશ્રી કુવરજીભાઇ હળપતી, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવિનીબેન પટેલ,સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમા સાંસદશ્રી પ્રભુભાઇ વાસાવા તેમજ રાજયનામંત્રીશ્રી કુવરજીભાઇ હળપતીએ પ્રાંસગીક સંબોધન કર્યુ હતું.

આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, પાણીના બોર તો આપણને પાણીની ચિંતા ન રહે પણ સમય બદલાઇ ગયો છે અને પાણીનુ સંચય કરવુ ખૂબ જરૂરી છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જળ સંચય ના કાર્યક્રમોને ખૂબ પ્રોત્સાહન આપી રહ્યા છે. જળ સંચય આપણે જન ભાગીદારી સાથે કરી રહ્યા છે. આજે એક સાથે 15 બોરનુ કામ શરૂ થવા જઇ રહ્યુ છે અને અંદાજે 20 દિવસમા કામ પુર્ણ પણ થાય તેવો પ્રયાસ થવાનો છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે હર ઘર નળ સે જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને આજે લોકોને ઘરે ઘરે નળથી પાણી મળી રહ્યુ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જનતાને શુદ્ધ પાણી મળે તે દિશામા કામ કરી રહ્યા છે. વરસાદી પાણી જમીનમા ઉતરે તે માટે સૌએ સાથે મળીને પ્રયાસ કરવો જોઇએ. જમીનમા ઉતારેલુ પાણી જરૂર સમયે આપણને પાછુ ચોકક્સ મળવાનુ છે. જનભાગીદારી સાથેના કાર્યક્રમને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આવકીકાલે લોન્ચિંગ કરી રહ્યા છે આ કાર્યક્રમમા દેશના 700 જેટલા કલેકટરશ્રીઓ જોડાઇ રહ્યા છે. મને વિશ્વાસ છે કે એક વર્ષમા આખા દેશમા આ યોજનાને આગળ લઇ જઇશુ જેની શરૂઆત આજે ગુજરાતથી થઇ છે તે બદલ આપ સૌને અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *