ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, કેન્દ્રીય રક્ષામંત્રીશ્રી રાજનાથસિંહજી લોકસભા ચૂંટણી અંતર્ગત ગુજરાત પ્રવાસે પધાર્યા છે ત્યારે આજે પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે કેન્દ્રીયમંત્રીશ્રી રાજનાથસિંહજીએ પ્રેસકોન્ફરન્સને સંબોધી હતી જેમા લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપના સંકલ્પ પત્ર વિષે વાત કરી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમા પ્રદેશ મીડિયાના મુખ્ય પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસ, પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવે, પ્રદેશ મીડિયાના સહ કન્વીનરશ્રી ઝૂબિન આશરા ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી રાજનાથસિંહજીએ પત્રકાર પરિષદમા જણાવ્યું કે, દેશમા બે ફેઝનું મતદાન થઇ ગયુ છે. ભાજપે 400 પારનો સંકલ્પ રાખ્યો છે તે સરળતાથી પ્રાપ્ત થવા જઇ રહ્યો છે. ચૂંટણી પ્રચારમા એવા રાજ્યોમા જવાની તક મળી છે જ્યા ભાજપને એક પણ બેઠક પર વિજય નોહતો મળતો તે વિસ્તારમા આજે ભાજપ મજબૂતાઇ થી લડી રહ્યુ છે અને ઘણી બેઠકો પર વિજય મેળવશે તેવો વિશ્વાસ છે.
શ્રી રાજનાથસિંહજીએ વધુમા જણાવ્યું કે, લોકસભા 2024ની ચૂંટણીમા ભાજપે કરેલા વિકાસના કાર્યો,મોદી સાહેબની લોકપ્રિયતા અને વિશ્વસનિયતાના આધારે ચૂંટણી લડી રહ્યા છીએ. દેશને લાંબા સમયથી એક એવા નેતૃત્વની જરૂર હતી જે દેશને વિકસીતભારત બનાવે, તે મોદી સાહેબના રૂપમા ભારતને સબળ નેતૃત્વ મળી રહ્યુ છે. આજે ભારત ઝડપથી વિકસીત થતુ અર્થવ્યવસ્થા છે. આજે ભારત વિશ્વની પાંચમા નંબરની અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. આવનાર દિવસમા ભારત મોદી સાહેબના નેતૃત્વમા વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે તેને દુનિયાની કોઇ તાકાત નહી રોકી શકે.
શ્રી રાજનાથસિંહ ત્રીજા નંબરની અર્થવ્યવસ્થાના કારણો જણાવતા વધુ કહ્યુ કે, ભારત પાસે શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જેવુ મજબૂત નેતૃત્વ છે,તેમની પાસે મિશન,વિઝન અને પેશન છે. કોંગ્રેસ પાસે શું છે કોંગ્રેસ પાસે ન નેતા છે, ન નિતિ છે, ન તો નિયત છે. કોંગ્રેસે વર્ષો સુધી સરકારમા રહી ગરીબી દુર કરવાની વાતો કરી પણ ગરીબી દુર કરવા કોઇ મક્કમ પ્રયાસો કર્યા નથી. મોદી સાહેબ 25 કરોડો લોકોને ગરીબી રેખાથી ઉપર લાવ્યા છે. ભારત માથી ગરીબી દુર કરવા ભાજપ સરકાર પ્રયાસ કરશે.
શ્રી રાજનાથસિંહે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, લોકસભા ચૂંટણીમા ભાજપ ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યુ છે તેની શરૂઆત સુરત થી થઇ છે પરંતુ કોંગ્રેસ આરોપ લગાવે છે કે લોકતંત્ર સંકટ મા છે. આ આરોપ લગાવવાનો આધાર શુ છે તે કોંગ્રેસે જણાવવુ જોઇએ. આ પહેલા લોકસભા 28 સાંસદો બિનહરિફ થયા છે તેમા કોંગ્રેસના પણ 20 છે. કોંગ્રેસ હારની હતાશામા આવી ગઇ છે એટલે લોકતંત્ર સંકટમા છે તેમ કહી રહી છે. કોંગ્રેસે ઇમરજન્સી લાવીને લોકતંત્રની હત્યા કરવાનુ કામ કર્યુ હતું. ભાજપ સરકારે એક પણ સરકારને પાડવાનુ કામ કર્યુ હોય તેની વિગત કોંગ્રેસ આપવી જોઇએ.
શ્રી રાજનાથસિંહ વધુમા જણાવ્યું કે, ઇડી અને ભ્રષ્ટાચાર અંગે ભાજપ સરકાર કામ કરે છે તો પણ કોંગ્રેસ કહે છે દેશના લોકતંત્ર પર ગંભીર સંકટ આવ્યું છે. યુપીએના દસ વર્ષમા ભ્રષ્ટાચારની ઓલ્મપિક રમત રમાઇ અને મોટી ઓર્ગેનાઇઝર પાર્ટી કોંગ્રેસ હતી. ભાજપનુ સંકલ્પ પત્ર વિકસીત ભારત અને સમર્થ ભારતના નિર્માણની મજબૂત ગેરેંટી છે અને કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો વિભાજનકારી અને તૃષ્ટીકરણથી પ્રેરીત છે. આઝાદી સમયે મહાત્મા ગાંઘીએ કોંગ્રેસનુ વિસર્જન કરવા જણાવ્યુ હતુ પરંતુ કોંગ્રેસે તેમની વાત ન માની અને હવે અમારે જ કોંગ્રેસનુ વિસર્જન કરવુ પડશે અને દેશની જનતાએ કોંગ્રેસનુ વિસર્જન કરવાનો નિર્ણય બનાવી ચૂકી છે.
શ્રી રાજનાથસિંહ 2024ની લોકસભા ચૂંટણી અંગે જણાવ્યું કે, ગરીબ પરિવારમા જન્મેલ વ્યક્તિ કે જેની પાસે કશુ હતુ નહી તે તેની ક્ષમતા,પ્રતિભા અને વિશ્વસનિયતા આધારે દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે આ છે ભારતના લોકતંત્રની તાકાત. 2024ની લોકસભા ચૂંટણી ભારતના લોકતંત્રની મજબૂતી અને વિશ્વસનીતાનુ એક મજબૂત પ્રમાણ બનશે.