કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ ફ્રિઝ મામલે પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવેએ શ્રી કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધી.

BJP GUJARAT NEWS

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, આજ રોજ કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાધી સહિત પાર્ટીના અધ્યક્ષ ખડગેજીએ કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ ફ્રિઝ મામલે પ્રેસ કરી ભારત દેશની લોકશાહી પર સવાલ ઉઠાવ્યા હતા તે મુદ્દે શ્રી કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવેએ પત્રકાર પરિષદને સંબોધી. આ પત્રકાર પરિષદમા સોશિયલ મીડિયાના ઇન્ચાર્જશ્રી મનનભાઇ દાણી તેમજ પ્રદેશ મીડિયા વિભાગના સહ કન્વીનરશ્રી ઝુબિનભાઇ આશરા ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ડો.યજ્ઞેશભાઇ દવેએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, કોંગ્રેસ ના નેતા સોનિયા ગાંધી,રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ ખડગેજીએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી જેમા કોંગ્રેસનુ બેન્ક એકાઉન્ટ ફ્રિઝ થયાની અધુરી માહિતી મીડિયાને આપી છે. લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસ હતાશ થઇ ગઇ છે કોંગ્રેસ હાર ભાળી ગઇ છે. કોંગ્રેસને દેશની જનતાનો સાથ નથી મળતો એટલે તો હવે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ છોડી જઇ રહ્યા છે. કોંગ્રેસ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહી છે અને આ સમગ્ર ઘટના પરથી જનતાનુ ધ્યાન ભ્રમિત કરવા આજની પ્રેસ કરી હતી તેમ લાગે છે.

શ્રી યજ્ઞેશભાઇએ વધુમા જણાવ્યું કે, રાહુલ ગાંધી એમ કહે છે કે કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ ફ્રિઝ થયા એટલે દેશના એકાઉન્ટ ફ્રિઝ થયા?. રાહુલ ગાંઘી ભૂતકાળમા પણ વિદેશમા જઇ ભારત દેશનુ અપમાન કરી ચૂકયા છે. રાહુલ ગાંઘીને રાજકીય જ્ઞાન તો નથી જ પરંતુ કાયદાકીય જ્ઞાન પણ ક્ષીણ થતુ લાગે છે. કોંગ્રેસ પાર્ટીએ નેશનલ હેરાલ્ડની પાંચ હજાર કરોડની સંપત્તિ હડપ કરી લીધી છે. 50 લાખના રોકાણમા 5 હજાર કરોડની સંપતિ પરિવારે લઇ લીધી જે ટ્રસ્ટમા સોનિયા અને રાહુલ ગાંધીના 76 ટકા શેર હતા.રાહુલ ગાંધી 200 કરોડ રૂપિયા સિઝ થવા બાબતે પ્રેસ કરતા હોય તો પાંચ હજાર કરોડનો ખુલાસો કરવો જોઇએ.

શ્રી યજ્ઞેશભાઇ દવેએ વધુમા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ સીઝ કર્યા નથી. કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ જે સીઝ થયા છે તે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા થયા છે. ઇન્કમટેક્ષ વિભાગમા દરેક વ્યકિત માટે કાયદો સરખો જ હોય છે. ઇન્કમટેક્ષ સામે જો કોઇ પુરતી માહિતી ન જણાવે તો ઇન્કમટેક્ષ વિભાગ તેના પર કાર્યવાહી કરી શકે છે. કોંગ્રેસે રિટર્ન ફાઇલની મહિતી આપી ન હતી એટલે ઇન્કમટેક્ષ વિભાગે તેમના પર કાર્યવાહી કરી છે.કોંગ્રેસ દેશ સમક્ષ ભારતની લોકશાહીને બદનામ કરતી પ્રેસ કરી જનતા સમક્ષ ખોટુ બોલી રહી છે. નોટીસ આપ્યા તેને પાંચ પાંચ વર્ષ થયા છે આજે જ એકાઉન્ટ ફ્રિઝ થયા તેમ નથી. ચૂંટણી સમયે જનતાની સહાનુભુતિ જીતવાનો એક હથકંડો અપનાવ્યો છે.કોંગ્રેસ પાસે માત્ર 200 કરોડ જ રૂપિયા છે? કોંગ્રેસના નેતાઓ જનતાને ભરમાવતી પ્રેસ કરી તે આજે સાબિત થયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *