ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિકાસની ગેરંટી અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની રાષ્ટ્રવાદની નીતીથી પ્રેરાઇ આજે જુદી જુદી રાજકીય પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ તથા જુદા જુદા સમાજના આગેવાનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા રાજય અને દેશના વિકાસમા સહભાગી થવા જોડાઇ રહ્યા છે ત્યારે આજરોજ જુનાગઢ ના વંથલી ખાતે કોંગ્રેસના માણાવદરના પુર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ લાડાણી તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા. આ કાર્યક્રમમા જીલ્લા પ્રમુખશ્રી કિરિટભાઇ પટેલે પ્રાંસગીક સંબોધન કર્યુ.
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સમગ્ર દેશ રામ મય બન્યો હતો અને હવે દેશ મોદી મય બન્યો છે. દેશની જનતાની આશા અને અપેક્ષા પુર્ણ કરવામા સફળ રહ્યા છે એટલે મોદી સાહેબ માટે લોકોનો પ્રેમ દિવસે ને દિવસે વધતો જાય છે. આજે કોંગ્રેસના ઘણા આગેવાનો ભાજપમા જોડાઇ રહ્યા છે કારણ કે તેઓ સ્વીકારે છે કે કોંગ્રેસનુ નેતૃત્વ દિશા હિન છે સમય સર નિર્ણય કરતુ નથી, દેશ વિકાસ ઇચ્છી રહ્યો હોય ત્યારે કોંગ્રેસના જે આગેવાનો દેશનો વિકાસ કરવા ઇચ્છે છે તેમના વિસ્તારનુ કામ કરવા ઇચ્છે છે ત્યારે તેઓ ભાજપમા જોડાઇ રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના નાનામા નાના વ્યકિતિની પણ ચિંતા કરી યોજનાઓ જાહેર કરી છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીના સંકલ્પ પત્રમા જે પણ વચનો આપેલા હતા તેમાથી 95 ટકા કામો પુર્ણ કર્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા કેન્દ્ર સરકારે દેશમા દરેક રાજયમા વિકાસના કામો કર્યા છે. દેશવાસીઓને વંદેભારત ટ્રેન મળી છે જેનુ સ્ક્રુ થી લઇ એન્જીન સુધી દરેક વસ્તુ આપણા દેશમા તૈયાર થાય છે. દર અઠવાડીયે એક વંદે ભારત ટ્રેન બને છે .
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, મોદી સાહેબના નેતૃત્વમા દેશની મહિલાઓ સશક્ત સાથે સુરક્ષીત પણ અનુભવે છે. નવા સંસદ ભવનનો પહેલો નિર્ણય મહિલાઓ માટે કર્યો જેમા લોકસભા અને રાજયસભામા મહિલાઓ માટે 33 ટકા અનામત નો ઐતિહાસીક નિર્ણય કર્યો. દેશના યુવાનને રોજગારી મળે તેમજ જોબ સીકર કરતા જોબ ગીવર બને તે દિશામા પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે દેશમા ગરિબિ હટાવાનુ સુત્ર આપ્યુ પણ ગરિબિ દુર ન થઇ પરંતુ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કોઇ પણ સુત્ર આપ્યા વગર 10 વર્ષમા સીધા 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા.આવનાર લોકસભાની ચૂંટણીમા દરેક ઉમેદવાર પાંચ લાખથી વધુની લીડ સાથે જીતે તેવો પ્રયાસ કરે.
આ કાર્યક્રમમા સંગઠન પ્રભારીશ્રી દિલિપભાઇ પટેલ, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, જીલ્લાના પ્રમુખશ્રી કિરિટભાઇ પટેલ,જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઇ ઠુમ્મર, ધારાસભ્યશ્રીઓ શ્રી દેવાભાઇ માલમ, શ્રી ભગવાનજીભાઇ, શ્રી સંજયભાઇ કોરડીયા, પુર્વ ધારાસભ્યશ્રીઓ સહિત જીલ્લા- પ્રદેશના હોદેદારશ્રીઓ અને મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.