ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની રાષ્ટ્ર અને વિકાસની રાજનીતી તેમજ ગુજરાતમા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ના નેતૃત્વમા ગુજરાતમા વિકાસની ગાથા આગળ વઘી રહી છે તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના નેતૃત્વમા પાર્ટી દિવસેને દિવસે મજબૂત થઇ રહી છે ત્યારે વિવિઘ રાજકીય પાર્ટી અને સામાજીક આગેવાનો ભારતીય જનતા પાર્ટીમા જોડાઇ રહ્યા છે ત્યારે આજરોજ સુરત ખાતે કોંગ્રેસના સુરત શહેરના ઉપાધ્યક્ષશ્રી બબલુસિંહ રાજપૂત તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે ખેસ અનો ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા.
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણીવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ વર્ષ 2014મા વડાપ્રધાન બન્યા ત્યારે જ નિશ્ચિત થઇ ગયુ હતું કે અયોધ્યામા રામ મંદિર બનશે. મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબે કલમ 370ને એક ઝટકે દુર કરી. ભગવાન શ્રી રામ અયોધ્યાના રાજા હતા એટલે મોદી સાહેબે રાજા અને ભગવાન માટે મહેલ જેવુ મંદિર બનાવી બંનેનો સમન્વય કર્યો. મોદી સાહેબે 1980 થી સંકલ્પ પત્રમા જેટલા પણ વચનો આપ્યા હતા તે તમામ વચનો પુર્ણ કર્યા છે. કોરોના સમયે ડરનો માહોલ હતો પરંતુ એક પણ વ્યકિત સુરત છોડી ગયો નથી, ત્યાર બાદ જવા જેવુ લાગ્યુ ત્યારે મોદી સાહેબને કહીને ટ્રેન મારફતે વતન જવાની વ્યવસ્થા કરાવી અને કોરોના પછી સુરત પાછા લાવવા માટેની વ્યવસ્થા કરી. કોરોના સમયમા આપણા દેશના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા અને ભારતે એક નહી બે-બે રસી વિકસાવી અને 100 કરોડ લોકોને રસીના બે ડોઝ ફ્રીમા આપ્યા.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પહેલા દેશમા આંતકવાદી હુમલા થતા પરંતુ વડાપ્રધાન બન્યા પછી આંતકવાદીઓને ઘરમા ઘુસીને આપણી સેના આંતકીઓને ઢાર કરી દે છે.મોદી સાહેબ આપણા ભારતને વિકસીત ભારત બનાવવા માંગે છે. પહેલા ટ્રેનમા મુસાફરોને જવામા ઘણી તકલીફ થતી પરંતુ આજે સુવિઘાથી સજ્જ ટ્રેન મળે છે. મોદી સાહેબે ભારતની સ્વદેશી યુદ્ધ ટેન્કો સહિત હથિયાર ક્ષેત્રે આત્મનિર્ભર કરવાનુ કામ કર્યુ છે. લોકસભા ચૂંટણીમા આપ સૌ જંગી મતદાન ભાજપ તરફ કરજો. આ વખતે 543 બેઠકો પર ફકત મોદી સાહેબ લડી રહ્યા છે. મતદાન દિવસે વધુમા વધુ મતદાન થાય તેવો પ્રયત્ન કરજો.
આ કાર્યક્રમમા શહેર ના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્યશ્રીઓ શ્રી સંગીતાબેન પાટીલ, શ્રી સંદીપભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી શશીબેન ત્રિપાઠી, શહેર મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની, શ્રી છોટુભાઈ પાટીલ તેમજ પદાધિકારીશ્રીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.