ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, સમગ્ર ભારત સહિત ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસીક છે. દેશ સહિત ગુજરાતભરમાં જે ક્ષણની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે ક્ષણ પર આજરોજ મોહર વાગી છે. કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની માટે અમદાવાદની પસદંગી કરવામાં આવી છે. આજ રોજ સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં કોમનવેલ્થ સ્પોર્ટસ જનરલ એસેમ્બલીની યોજાયેલ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ ભારત તરફથી પ્રતિનિધત્વ કર્યુ હતું જેમા અમદાવાદમા કોમનવેલ્થ 2030ની યજમાની કરવા પર મોહર વાગી છે. અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતા ભારતને બીજી વખત કોમનવેલ્થ ગેમ્સ યોજવાનું ગૌરવ મળશે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ જણાવ્યું હતું કે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વિઝનરી નેતૃત્વનુ પરિણામ છે કે ભારતને બીજી વખત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તક મળવા જઇ રહી છે. આજના ઐતિહાસિક નિર્ણય થી ફકત રમતગમત દ્રષ્ટીકોણથી જ નહી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે સમૃદ્ધી,વિઝન અને ઇન્ફાસ્ટ્રકચરની દ્રષ્ટીકોણથી મહત્વનું મનાય છે ત્યારે દેશ અને ગુજરાતની જનતા માટે ગૌરવપુર્ણ ક્ષણ છે. આદરણીય વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના રતમ ગમત ક્ષેત્રે કરેલ વિકાસના કાર્યોના પરિણામે આજે દેશ અને ગુજરાતને આ ઉપલબ્ધી મળી છે. કોમનવેલ્થ ગેમ્સની યજમાન પદ માટેનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ તેમના નેતૃત્વમાં કામ કરી રહેલ રમત ગમત વિભાગના દરેક સભ્યશ્રીઓને જાય છે. ગુજરાત રાજય વતી આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ અને કેન્દ્રીય રમત ગમત મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયા જી સહિત સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
