ગાંઘીનગર મહાત્મા મંદિર ખાતે “સેમિકૉન ઇન્ડિયા કોન્ફરન્સ 2023” કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું.

BJP GUJARAT NEWS અમદાવાદ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત રાજય દરેક ક્ષેત્રે અગ્રેસર રહ્યુ છે તેનું ઉત્તમ ઉદાહરણ છે કે, સેમિકંડકટર પોલિસી જાહેર કરનારુ ગુજરાત પ્રથમ રાજય છે ત્યારે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ આપનાર વૈશ્વીક નેતા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના હસ્તે ગાંઘીનગર મહાત્મા મંદિર ખાતે સેમિકૉન ઇન્ડિયા કોન્ફરન્સ 2023 કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રબાઇ મોદી સાહેબે સેમિ કંડકટર ઉદ્યોગ પર આધારીત વિવિધ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રી અશ્વીની વૈષ્ણવજી, શ્રી રાજીવચંદ્ર શેખરજી તેમજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી  ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સેમિકંડકટર સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ પણ તેમના વિચાર રજૂ કરી ભારતમાં નવી તકો અંગે મંતવ્ય રજૂ કર્યા હતા.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે, સેમિકોન ઇન્ડિયાના માધ્યમથી ઇન્ડસ્ટ્રી સાથે,એક્સપર્ટ સાથે, પોલીસી મેકર સાથે સબંધ અપડેટ  થાય છે. સબંધોના સીંક્રોનાઇઝેશન માટે આ કાર્યક્રમ મહત્વનો છે. ગુજરાતની યુવા પેઢી સેમિકંડકટરની પ્રદર્શની જોવા અચુક જાય તે માટે અપીલ કરી. પહેલા લોકો  સેમિકંડકટર સેક્ટરમાં શા માટે રોકાણ કરે તે માટે સવાલ કરતા હતા અને આજે એક વર્ષ પછી સવાલ બદલાયો છે કે ભારતમાં કેમ નહી ? દેશની જનતાએ ભારતની તાકાત સાથે તેમના સ્વપ્નોને જોડયું છે અને ભારત કોઇને નિરાશ નથી કરતું. ભારતની ડેમોક્રેસી અને ડેમોક્રોફી, ભારત તરફથી મળતું ડિવિડંડ તમારા ધંધાને પણ ડબલ થી ત્રીપલ કરશે. સેમિકંડકટર સેકટરમાં થોડાક  વર્ષો પહેલા ભારત સેમિકંડકટર સેકટરમાં ઉભરી રહ્યુ હતું પરંતુ આજે ગ્લોબલ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરીંગમાં ભારતનો શેર ઘણો વધી ગયો છે. ભારતના લોકો ટેક ફ્રેન્ડલી પણ છે અને ટેકનોલોજી ઝડપથી શીખી શકે છે. ભારતમાં આજે સસ્તો ડેટા  ગામડે ગામડે પહોંચી રહ્યો છે. ભારતમાં એક મોટો વર્ગ એવો છે કે જેમણે બેસિક હોમ એપ્લાઇન્સનો ઉપયોગ નથી કર્યો પરંતુ તે ઇન્ટર કનેકટેડ સ્માર્ટ ડિવાઇઝનો ઉપયોગ કરશે.  ભારતમાં યુવાનોનો એક વર્ગ એવો છે કે જેમણે કયારેય બેસીક બાઇક નથી ચલાવ્યુ પણ તેઓ સીધા સ્માર્ટ ઇલેકટ્રીક મોબેલીટીનો ઉપયોગ કરશે. ભારતમાં વધતો નિયો મીડલક્લાસ ઇન્ડયન એક્સપ્રેસશનો પાવર હાઉસ બન્યુ છે.

શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, દુનિયાના દેશોમાં ભારત પર વિશ્વાસ વધતો જાય છે. ભારતમાં ટેકનોલોજીનો ઝડપી વિસ્તાર થઇ રહ્યો છે. જે પણ વ્યકિત દુનિયાની સૌથી વાઇબ્રન્ટ અને યુનિફાઇડ માર્કેટનો હિસ્સો બનવા માંગે છે તેનો ભરોસો ભારત પર છે. ભારત ગ્લોબલ જવાબદારીને સમજે છે તે માટે અન્ય દેશો સાથે મળી વ્યાપક રોડમેપ પર કામ કરી રહ્યુ છે અને એટલે ભારતમાં વાઇબ્રન્ટ સેમિકંડકટર ઇકોસિસ્ટમ નિર્માણ પાછળ પુરી તાકાત લગાવી રહ્યુ છે. 300 થી વધુ એવી કોલેજો ની ઓળખ કરવામાં આવી છે જ્યા સેમિકંડકટર માટે કોર્ષ શિખવાડવામાં આવશે. ભારતમાં એક લાખથી વધુ ડિઝાઇન એન્જિનયર તૈયાર થશે. ભારતે નવી મેન્યુફેકચરિંગ ઇન્ડસ્ટ્રી માટે ટેક્સમા રાહતની પણ જાહેરાત કરી છે. આજે ભારત દુનિયાનુ સૌથી ઓછુ કોર્પોરેટ ટેક્સ વાળા દેશોમાંનું એક છે. ટેક્સેશન પ્રોસેસને કેશલેસ અને સિમલેસ બનાવ્યું છે. ભારત સેમિકંડકટર ઇન્ડસ્ટ્રી માટે રેડ કાર્પેટ પાથરી રહ્યુ છે. સેમિકંડકટર  ક્ષેત્રના ગ્રોથને ગતી આપવા સરકાર સતત પોલીસી રીફોર્મ કરી રહ્યુ છે. ભારતની સ્કીલ, કેપેસીટી ,કેપેબલીટીનો સમગ્ર દુનિયાને લાભ મળે તે દિશામાં કામ કરવામાં આવી રહ્યુ છે.

શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, ભારત પહેલા મોબાઇલ ફોન વિદેશથી મંગાવતું પણ આજે ભારત દુનિયાના સૌથી બેસ્ટ મોબાઇલ ફોન બનાવી રહ્યું છે અને એક્સપોર્ટ કરી રહ્યુ છે. 2014 પહેલા ભારતમાં માત્ર બે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ યુનિટ હતા અને આજે 200 થી પણ વધુ છે. 2014માં ભારતમાં 25 કરોડ ઇન્ટરનેટ કનેકશન હતા અને આજે 85 કરોડથી પણ વધુ  છે આ આંકડો સેમિકોન ઇન્ડસ્ટ્રીની વધતી માંગનું ઇન્ડીકેટર છે.  પહેલાની ઔધોગિક ક્રાંતી અમેરિકા  હતી આજે ચૌથી ઔધિગીક ક્રાંતી ભારત છે. આજે ભારત દુનિયાનો એ દેશ છે કે જ્યા એક્સટ્રીમ પોવર્ટી ખતમ થઇ રહી છે.

આ કાર્યક્રમમાં શ્રી અશ્વિની વૈષ્ણવજીએ સંબોધન કરતા જણાવ્યું કે, સેમિકંડકટર આવનાર સમયમાં મહત્વની ભૂમિકા નિભાવશે. દરેક સેક્ટરમાં સેમિકંડકટરની જરૂરીયાત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સેમિકંડકટરને ભારતનું હબ બનાવવાનો સંકલ્પ કર્યો છે. ગુજરાતમાં 3 સેમિકંડકટર એગ્રીમેન્ટ પર એમોયુ કરવામાં આવ્યા જેમાં માઇક્રોન ટેકનોલોજીનો સમાવેશ થયો છે.  ઝડપથી જમીન ફાળવી અને તેના પર ટુંક સમયમાં કામ શરૂ થશે. સેમિકંડકટર પર બે દેશોએ એમોયુ સાઇન કર્યા છે જેમાં જાપાન અને યુ.એસ.નો સમાવેશ થાય છે તે દર્શાવે છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિશ્વના દેશોનો વિશ્વાસ જીત્યો છે. આજે ભારત સેમિકંડકટર પાર્ટનર તરીકે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યુ છે. આવો સૌ સાથે મળી 2024માં વિકસીત ભારત બનાવવામાં એક સાથે કામ કરીએ..

આ કાર્યક્રમમાં  રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના દુરગામી વિઝનથી ભારત ઉદ્યોગક્ષેત્રે નવી ઉંચાઇ પ્રાપ્ત કરી રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સંકલ્પના કારણે એવા ઘણા કામો પુરા થતા જોઇ રહ્યા છીએ જે પહેલા અસંભવ લાગતા હતા જેમાં સેમિકંડકટર નો પણ સમાવેશ છે. સેમિકન્ડક્ટર મેમરી ચિપ મેન્યુફેક્ચરિંગ માં અગ્રણી કંપની મનાતી માઇક્રોન ટેકનોલોજી ભારતમાં અને તે પણ ગુજરાતમાં ચીપનું ઉત્પાદન કરશે. સેમિકંડકટરની મેન્યુફેકચરિંગ યુનિટ ભારતમાં સૌથી પહેલા ગુજરાતમાં શરૂ થાય છે તે દરેક ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત દેશનું મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ અને વર્લ્ડ ક્લાસ લોજેસ્ટીક ઇન્ફાસ્ટ્રકચર ઉપલબ્ધ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સંકલ્પ છે કે ભારત સેમિકંડકટર હબ તરીકે વિશ્વના દેશોમાં ઉભરે તે સંકલ્પ સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા ખાસ સેમિકંડકટર પોલીસી તૈયાર કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં ભારત ઝડપથી સેમિકંડકટર સેકટરમાં ગ્લોબલ પ્લેયર તરીકે ઝળહળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *