ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વિઘાનસભા 2023માં જનતાના આશિર્વાદ મેળવ્યા બાદ ગુજરાત ભાજપે હવે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાતમાં કર્મઠ અને પેજ સમિતિના પ્રણેતા કે જેમના નેતૃત્વમાં ગુજરાત ભાજપ ચૂંટણીમાં હરહમેંશ ભવ્ય વિજય પ્રાપ્ત કરતી રહી છે અને ગુજરાતના કાર્યકર્તાઓના લોકપ્રિય શ્રી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણી લડવામાં આવશે જે અંતર્ગત આજે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીના વરદ હસ્તે તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી અને રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગાંઘીનગર લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયનું શુભારંભ અમદાવાદના થલતેજ ખાતે કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા ગુજરાતમાં શ્રી સી.આર.પાટીલજીએ ચૂંટણી કાર્યાલયના શુભારંભ કરાવી દીધા તે બદલ તેમને અભિનંદન. ભાજપ ગુજરાત પ્રદેશે કાર્યાલયના શુભારંભની પહેલ કરી છે તે બદલ સૌ કાર્યકર્તાઓને પણ અભિનંદન. સામાજીક કુરીવાજો સામે લડવા નેતૃત્વ જો કોઇ પ્રદેશે આપ્યું હોય તો તે ગુજરાત છે. આઝાદીની લડાઇથી આઝાદ ભારતમાં પણ ગુજરાતનું એક વિશેષ યોગદાન રહ્યુ છે. ગુજરાતે મહાત્માં ગાંઘી, સરદાર વલ્લભભાઇ પટેલ પછી વિકસીત ભારત બનાવવાનો સંકલ્પ આપનાર આપણા ગુજરાતના શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પણ દેશને આપ્યા છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાત 26 બેઠક જીતતું આવ્યું છે. દેશનું સૌભાગ્ય છે કે દેશને શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું નેતૃત્વ મળ્યું છે. આજે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે અને તે ભારતીય જનતા પાર્ટીના નેતા છે તે ગૌરવની વાત છે. ગુજરાતના કાર્યકર્તાઓને ગૌરવ અનુભવવો જોઇએ કે, ગુજરાત ભાજપે સંગઠનને મજબૂત કરવા મહત્વની ભૂમિકા નિભાવી છે. સંગઠન કેવી રીતે વધારી શકાય અને મજબૂત કરી શકાયે તે ગુજરાતે દેશને શિખવ્યું છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશની રાજનીતીની પરિભાષા બદલી નાખી છે. 70 વર્ષ કોંગ્રેસે જાતિ પર,ભયભીત, ચૂંટણી આધારીત, પરિવારની રાજનીતી કરી પરંતુ મોદી સાહેબે વિકાસના કાર્યને આધારીત રાજનીતી પ્રસ્થાપિત કરી છે.
શ્રી નડ્ડાજીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ સહિત અન્ય વિરોઘી પાર્ટીઓને જાતિય જનગણના પર મત મેળવવાની રાજનીતી કરી. શ્રી મોદી સાહેબ માને છે કે ભારતમાં ફકત ચાર જાતિ છે જેમાં ગરિબ,યુવા,ખેડૂત,મહિલા. ઇન્ડિયન એલાઇન્સીસ જાતિના નામે દેશમાં ભાગલા પાડવાનું કામ કર્યુ પણ મોદી સાહેબે દેશને એક કરવાનું કામ કર્યુ છે. ગુજરાત આજે વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે દરેક ક્ષેત્રે ગુજરાત પ્રગિતના પંથે છે. આજે દેશના ગરિબ વ્યક્તિને સારવાર કરવા માટે ચિંતાની જરૂર નથી તેમના માટે સરકારે યોજના જાહેર કરી છે તેનો લાભ લઇ રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં આ વખતે 140 દેશોના લોકોએ ભાગ લીધો તે મહત્વની વાત છે. આજે ગુજરાત એક્સપોર્ટમાં પ્રથમ સ્થાને છે. આજે વિશ્વમાં સસ્તી દવાઓ આપનારુ ભારત છે અને ભારતનું લીડર ગુજરાત છે. આજે ભારતની આર્થિક વ્યવસ્થા મજબૂત બની છે. દેશ વિશ્વની પાંચમાં નંબરની અર્થ વ્યવસ્થા બન્યું છે અને આવનાર સમયમાં મોદી સાહેબના નેતૃત્વમાં દેશ વિશ્વની ત્રીજા નંબરની અર્થ વ્યવસ્થા બનશે. આ દેશમાં કોઇ ગરિબ ન રહે તેનું લક્ષ્ય મોદી સાહેબે રાખ્યું છે તે માટે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને મત મળવો જોઇએ. ઇન્ડિયન એલાયન્સીસ નો માત્ર ત્રણ એજેન્ડા છે પરિવાર બચાવો, મિલકત બચાવ, ભ્રષ્ટાચારના આરોપોથી બચવું. દુનિયામાં ભારત આગળ વધે તે માટે આપણે સૌએ મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરવાનું છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સ્વતંત્ર સેનાની શ્રી સુભાષચંદ્ર બોઝની જન્મતિથિ એટલે કે પરાક્રમ દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું કે, સમગ્ર ભારત કાલે રામ મય બન્યું. ગાંઘીનગર લોકસભાના મતદારોને દેશના ગૃહમંત્રી અને સહકારી મંત્રીશ્રી અમિતભાઇ શાહનું નેતૃત્વ મળવું તે ગૌરવની વાત છે. શ્રી અમિતભાઇ શાહ સાહેબ તેમના વિસ્તારમાં કોઇ પણ પરિસ્થિતિમાં હાજરી આપે છે એટલે જો ચૂંટાયેલા પ્રતિનિધિ કાર્યપદ્ધતિ કેવી રીતે કરી શકાય તે આપણા શ્રી અમિતભાઇ શાહ સાહેબ પાસેથી શિખવુ જોઇએ. આજે ગુજરાત એટલે ગ્રોથ આ લેવલ પર પહોંચવા સૌએ ઘણો પરિશ્રમ કર્યો છે. આજે સરકાર અને સંગઠન એક છે એટલે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. સૌ સાથે મળી ગુજરાત લોકસભા બેઠકની 26 માંથી 26 બેઠકો પાંચ લાખથી વધુ જીત સાથે જીતવા પ્રયત્નમાં જોતરાઇ જઇએ.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ જય શ્રી રામના નાદથી સંબોધનની શરૂઆત કરતા જણાવ્યું કે, ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ હમેંશા એક વિશિષ્ટ કામ કાજ માટે જાણીતા છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત ત્રીજી વખત ચૂંટણી જીતી વડાપ્રધાન બનવાની હેટ્રીક કરવાના છે ત્યારે ગુજરાત પ્રદેશ પણ 26 માંથી 26 બેઠકો પાંચ લાખથી વધુની લીડ સાથે જીતશે. ફકત નારાના આધારે ચૂંટણી જીતી ન શકાય. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મેનિફેસ્ટોમાં આપેલા તમામ વચનો પુર્ણ કર્યા છે તેના કારણે મોદીની ગેરેંટી પર જનતાને વિશ્વાસ છે. દરેક કાર્યકર્તાએ ટાર્ગેટ સાથે કામ કરવુ જોઇએ અને ધારાસભ્યએ તેમના વિસ્તારમાં જેટલા મત મળ્યા હોય તેના કરતા વધુ મત અપવવાની જવાબદારી છે. આપણા દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબ તેમના મતવિસ્તારને નર્સરીની જેમ સંભાળ રાખે છે જેના કારણે આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત ભાજપ હમેંશા ચૂંટણી સમયે વિશિષ્ટ આયોજન કરે છે જેના ભાગરૂપે આજે આખા દેશમાં ગુજરાત એક પહેલુ રાજય છે કે એકસાથે 26 માંથી 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનુ ઉદ્ઘાટન થઇ રહ્યુ છે. લોકસભાની ચૂંટણીમાં મેનિફેસ્ટોમાં રામ મંદિર,કલમ 370 દુર કરવાની જાહેરાત કરી હતી અને આપણને સૌને ચિંતા હતી કે ક્યારે આ કાર્ય પુર્ણ થશે પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કોઇ પણ વિવાદ વગર કાર્યને પાર પાડયું છે. દુનિયામાં જે પણ સર્વશ્રેષ્ઠ મંદિર બન્યા છે તેની યાદીમાં હવે ભગવાન શ્રી રામનુ મંદિરનું નામ પણ ઉમેરાય ગયું છે. મને વિશ્વાસ છે કે લોકસભાની 26 બેઠકમાં પાંચ લાખથી વધુની જીતનો ટાર્ગેટ સરળતાથી પ્રાપ્ત કરીશું.
આ કાર્યક્રમમાં લોકસભાના કલ્ટ્કર ઇન્ચાર્જ અને પુર્વ પ્રદેશમહામંત્રીશ્રી કે.સી.પટેલ, પ્રદેશના સહકોષાધ્યક્ષ તેમજ એએમસીના પ્રભારીશ્રી ધર્મેન્દ્રભાઇ શાહ , પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી મયંકભાઇ નાયક , મેયર શ્રી પ્રતિભાબેન જૈન, મેયરશ્રી હિતેશભાઇ મકવાણા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કંચનાબા વાઘેલા, શહેર અધ્યક્ષ તેમજ ધારાસભ્યશ્રી અમિતભાઇ શાહ, ઘારાસભ્યશ્રીઓ શ્રી જીતેન્દ્રભાઇ પટેલ , શ્રી હર્ષદભાઇ પટેલ, શ્રી કનુભાઇ પટેલ, શ્રી રીટાબેન પટેલ,શ્રી લક્ષમણજી ઠાકોર સહિત પ્રદેશના અને શહેરના હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.