ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ ગાંઘીનગર સેક્ટર 16 ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો. અભિવાદન કાર્યક્રમમાં પહોંચ્યા બાદ પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ ઉપસ્થિત સાઘુ-સંતો પર પૃષ્પ વર્ષા કરી આશિર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમમાં ગાંઘીનગર મહાનગરના અધ્યક્ષશ્રી ડો.આશિષકુમાર દવેએ પ્રદેશ અધ્યક્ષશ્રીને ખેસ તેમજ ફુલ સ્કેબ ચોપડાની પ્રતિકૃતિ આપી સ્વાગત કર્યુ હતું તેમજ વિવિઘ સમાજની મહિલાઓએ પ્રદેશ અધ્યક્ષશ્રીને પાઘ પહેરાવી સ્વાગત કરી ઉપસ્થિત મહિલાઓએ ઓવરણા લીધા. આ કાર્યક્રમમાં ગાંઘીનગર મહાનગરના પ્રમુખ આશિષભાઇ દવેએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ.
અભિવાદન કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ કાર્યકર્તાઓને પ્રેરણારૂપ સંબોધન કરતા પહેલા સાધુ-સંતોને વંદન કર્યા તેમજ જૂના કાર્યકર્તાઓને યાદ કરી વંદન કરતા જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાતનો આખા દેશભરમાં ડંકો વાગે છે પણ આજે મને વાઇબ્રન્ટ ગાંઘીનગરનો નજારો જોવાની તક મળી, આજે તો ગાંઘીનગરે વટ પાડ્યો છે. ગાંઘીનગરની જનતા નસીબદાર છે કે તમને એવા લોકપ્રિય સાંસદ મળ્યા છે કે જેમની પાસે દેશની સુરક્ષાની,દેશના સહકાર વિભાગની ખૂબ મોટી અને મહત્વની જવાબદારી તમારા સૌના આશિર્વાદથી નિભાવે છે, તમેને બઘાને નામથી ઓળખ છે, એવા સાંસદ શ્રી અમિતભાઇ શાહ સાહેબ મળ્યા છે. 2 ઓગષ્ટ 1965ના દિવસે ગાંઘીનગર શહેરના સ્થાપનાની પ્રથમ ઇંટ જીઇબી ખાતે મુકાઇ હતી. આજે ગાંઘીનગરનો વિકાસ સૌને આખે વળગે તેવો છે તેનો શ્રેય આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને જાય છે. મારા જીવનમાં ગાંઘીનગરની ખૂબ મોટી સંભારણાનુ ભાથુ છે. આજે ગાંઘીનગરમાં પણ મીની ભારતની જેમ દરેક સમાજના વર્ગના લોકો રહે છે. આજે તો જીજે-18નુ ગાડીમાં નંબર હોય એટલે ગર્વની લાગણી થાય તે ગાંઘીનગરના લોકો સારી રીતે જાણે છે. ગાંઘીનગરની તાકાત ફકત ગુજરાત જ નહી પરંતુ દેશ અને વિશ્વભરના લોકોએ જોઇ છે. આજે તમારી વચ્ચે કામ કરતા આપણા તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આજે દેશનુ નેતૃત્વ કરી વૈશ્વિક નેતા બન્યા છે તે નાની ઘટના નથી આજે આપણને સૌને ગર્વ થાય છે.
શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, દેશના ગૃહમંત્રી તેમજ સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ ગાંઘીનગર લોકસભાના સાંસદ છે તે પહેલા આપણા એલ.કે અડવાણીજી કે તેઓ પણ દેશના ગૃહપ્રધાન હતા એટલે પરિકલ્પના કરો કે ગાંઘીનગરની ભૂમિમાં કેટલી પવિત્રતા હશે કે ગાંઘીનગરની ભૂમિએ દેશનુ નેતૃત્વ કરી શકે તેવા નેતાઓ તૈયાર કર્યા છે. ગાંઘીનગરમા આજે શૈક્ષણીક સંસ્થા,ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી,ફોરેન્સ સાયન્સ યુનિવર્સિટી,રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી,સ્પોર્ટસ યુનિવર્સિટી,ચિલ્ડ્રન યુનિવર્સિટી છે. એક સમય હતો કે આપણા વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં ભણવા જતા હતા પરંતુ આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પરિસ્થિતિને બદલી નાખી છે અને આજે દેશ-વિદેશના લોકો ગાંઘીનગર ભણવા આવે છે તે પ્રમાણેની વિદ્યાનુ હબ તૈયાર કર્યુ છે. આજે દેશભરના ગામડામાથી મુઠીભર માટી અને કળશમા જળ એકઠુ કરીને મહાત્મા મંદિર બનાવ્યુ છે તેના પાયામાં રાજયાના તમામ ગામડાની માટીની સુવાસ છે. મહાત્મા મંદિર એ માત્ર વાઇબ્રન્ટ માટે સિમિત નથી પરંતુ દેશ-વિદેશના લોકો આજે વાઇબ્રન્ટની મુલાકાત લે છે. ગાંઘીનગરના લોકો તો નસીબદાર છે કે દેશના ગૃહપ્રઘાન અને સાંસદ નાનામાનાની આંગણવાડીની ચિંતા કરી વિદ્યાર્થીઓને ભણવાની ચિંતા, સારી સારવાર મળે તેની ચિંતા કરે છે. સરદાર વલ્લભભાઇ પટેલે જે અખંડ ભારતનુ સ્વપ્ન જોયુ હતુ તેને પુર્ણ કરવાનો પ્રયાસ આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ કરી રહ્યા છે. આપણને એક એવા વડાપ્રધાન મળ્યા છે જે આપણને કહે છે તે કામ કરીને પણ બતાવે છે જે કામનુ ખાતમુહૂર્ત કરે છે તેનુ લોકાર્પણ તેમના હસ્તે થાય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશમાં વિકાસની રાજનીતી પ્રસ્થાપિત કરી છે.
શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જ્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ગીફટ સિટી બનાવવાનો સંકલ્પ કર્યો ત્યારે કોંગ્રેસના મિત્રો હસતા હતા અને કહેતા કે આ ગીફટ સીટી એટલે શું અને હજુ પણ કોંગ્રેસના મિત્રોએ મહાત્મા મંદિરમા આવ્યા નથી અને હજુ ગીફટ સિટીમાં 25 વર્ષ સુઘી આટો નહી મારી શકે.કોંગ્રેસના મિત્રોને સરદાર સાહેબ અમારા છે તે કહેવાનો અધિકાર નથી, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા પછી કોંગ્રેસનો એક પણ નેતા સરદાર સાહેબને પૃષ્પાજંલિ કરવા ગયા નથી.મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર ભરોસો છે કે કોંગ્રેસને હજુ 25 વર્ષ ગાંઘીનગરમા નહી આવા દે. આખે પાટા બાધ્યા હોય તેને પણ વિકાસ દેખાય પરંતુ જે રીતે ઘુતરાષ્ટ્ર પોતાના પુત્રના પ્રેમમાં જેમ અંધ હતા અને પુત્ર ખોટુ કરે તેની હા મા હા મિલાવે તેવીજ રીતે કોંગ્રેસના નેતાઓને દેશ કે ગાંઘીનગરનો વિકાસ નથી દેખાતો. કોંગ્રેસ બિહારમાં રાહુલ ગાંઘીની અઘ્યક્ષતામાં ચુંટણી લડી તેમા કોંગ્રેસે 95મી વખત કારમી હાર મેળવી છે તેનુ એક માત્ર કારણ એ છે કે તેમની આંખ પર પાટા બંઘાયેલા છે. બિહારની જનતાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર વિશ્વાસ મુક્યો છે. આજે ગુજરાત આરોગ્ય,શિક્ષણ,સહકાર,કૃષી,ઉદ્યોગ,ગ્રીન કવરેજમાં નંબર એક પર છે
અભિવાદન સમારોહ કાર્યક્રમમાં ગાંઘીનગર શહેર પ્રમુખશ્રી આશિષભાઇ દવે,ગાંઘીનગરના મેયરશ્રી મિરાબેન, ઘારાસભ્યશ્રીઓશ્રી રીટાબેન પટેલ,શ્રી અલ્પેશભાઇ ઠાકોર,પ્રભારીશ્રી નૌકાબેન પ્રજાપતિ,ગાંઘીનગર મહાનગર પાલિકાની ટીમ, પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જશ્રી ડો.ઋત્વીજભાઇ પટેલ, શ્રી સંદિપભાઇ દેસાઇ સહિત પ્રદેશ તેમજ જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
