ગાંધીનગર જિલ્લા ભાજપા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે કોંગ્રેસના ઝારખંડના સાંસદ ધીરજ શાહુ પાસેથી પકડાયેલ ૨૦૦ કરોડથી વધુ ભ્રષ્ટાચારની રકમના સંદર્ભમાં પ્લે કાર્ડ અને બેનરો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો

BJP GUJARAT NEWS

ગાંધીનગર જિલ્લા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલની ઉપસ્થિતમાં ગાંધીનગર જિલ્લા ભાજપા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે કોંગ્રેસના ઝારખંડના સાંસદ ધીરજ શાહુ પાસેથી પકડાયેલ ૨૦૦ કરોડથી વધુ ભ્રષ્ટાચારની રકમના સંદર્ભમાં પ્લે કાર્ડ અને બેનરો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા ભાજપમાં મહામંત્રી શ્રી રમણભાઈ દેસાઈ શ્રી રમેશજી ઠાકોર તેમજ જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે સર્વ વિદિત છે કે તાજેતરમાં કોંગ્રેસના ઝારખંડના સાંસદ ધીરજ શાહુ પાસેથી ૨૦૦ કરોડથી વધુ રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે કોંગ્રેસના આ સાંસદના અનેક બિઝનેસ ગ્રુપ તેમજ તેમનો સમગ્ર સાહુ પરિવાર આ સમગ્ર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ છે.
જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલે ઉગ્ર વિરોધ નોંધાવતા કહ્યું હતું કે કોંગ્રેસની મહોબ્બતની દુકાનમાંથી ચલણી નોટોનો પહાડ મળી આવ્યો છે. કોંગ્રેસની દુકાન મહોબતની નહીં પરંતુ જૂઠ લૂંટ અને ભ્રષ્ટાચારની દુકાન છે. તેઓએ કહ્યું કે એક તરફ કોંગ્રેસ સહિતના દેશને લૂંટનારા લોકોનું ઘમંડી ગઠબંધન અને ભ્રષ્ટાચાર આચરવાની અને કમિશન લૂંટની ગેરંટી છે અને બીજી બાજુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી છે. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગરીબો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત તમામ નાગરિકોના જીવન સુખી અને સમૃદ્ધ બન્યા છે.કોંગ્રેસે તેના શાસન દરમિયાન ગરીબો, વંચિતો, ખેડૂતો તેમજ દેશના નાગરિકોને લૂંટવાનું કામ જ કર્યું છે દેશના અર્થતંત્રને ખોખલું કરીને દેશને અનેક વર્ષો પાછળ ધકેલી દીધો છે. તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસ અને તેના મળતીયાઓએ 550 કરોડનું મનરેગા કૌભાંડ કોલસાની ફાળવણી કૌભાંડ, ૧૫૦૦ કરોડનું ખાણ ખનીજ ખોદકામ કૌભાંડ, તેમજ 1500 કરોડનું ગ્રામીણ વિકાસ કૌભાંડ, 3000 કરોડનું જમીન કૌભાંડ, 1500 કરોડ દારૂ કૌભાંડ, સ્પ્રેક્તમ ફાળવણી કૌભાંડ, કોમન વેલ્થ ગેમ્સ કૌભાંડ જેવા ગણાય નહીં શકે તેવા કૌભાંડોની હારમાળા સર્જીને દેશને ઉધઈની જેમ કોરી ખાધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *