દેશ 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 119મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુલોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.તેમની સાદગી, રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ અને ‘જય જવાન, જય કિસાન’નું પ્રતિકાત્મક આહ્વાન આજે પણ યુવા પેઢીઓને પ્રેરણા આપે છે. ભારતની પ્રગતિ માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને પડકારજનક સમયમાં તેમનું નેતૃત્વ અનુકરણીય છે. આપણે હંમેશા મજબૂત ભારત માટે તેમના વિઝનને સાકાર કરવા માટે કામ કરીએ.
ગાંધી જયંતિ નિમિત્તે સુરત ચોક ખાતે ગાંધી બાપુની પ્રતિમાને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી સુતરનો હાર પહેરાવ્યો.આ કાર્યક્ર્મમા સુરત શહેર પ્રમુખ નિરંજનભાઈ સહીત હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા