ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાતના પનોતા પુત્ર દેશના લોકપ્રિય યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે “સરદાર પટેલ, અમર રહે” ના નારા સાથે સંબોધન કરતાં જણાવ્યુ કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ, એકતાનગરની દિવ્ય સવાર, અહિયાનું વિહંગમ દ્રશ્ય, સરદાર સાહેબના ચરણોમાં સૌની ઉપસ્થિતિ સાથે આજે સૌ એક મહાન ક્ષણના સાક્ષી બન્યા છે. સમગ્ર દેશમાં ચાલી રહેલ એક્તા દોડ, રન ફોર યુનિટી, કોટિ કોટિ ભારતવાસીઓના ઉત્સાહ સાથે નવા ભારતની સંકલ્પ શક્તિને મહેસુસ કરી રહ્યા છીએ. ગતરોજના અદ્ભુત પ્રસ્તુતિ થઈ તેમાં અતીતની પરંપરા, વર્તમાનનો શ્રમ અને શૌર્ય હતું અને ભવિષ્યની સિદ્ધિની ઝલક પણ હતી. સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતી ઉપલક્ષમાં સ્મૃતિ સિક્કો અને વિશેષ ટપાલ ટિકિટ પણ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ૧૪૦ કરોડ દેશવાસીઓને સરદાર સાહેબની જયંતિ તેમજ રાષ્ટ્રીય એક્તા દિવસની શુભેચ્છાઓ પાઠવી કહ્યું કે, સરદાર પટેલ માનતા હતા કે ઇતિહાસ બનાવવા સમય ન વેડફવો જોઈએ બલ્કે ઇતિહાસ બનાવવા માટે મહેનત કરવી જોઈએ અને આ ભાવના તેમની જીવનગાથામાં દેખાઈ રહી છે. સરદાર સાહેબે જે નીતિ બનાવી અને નિર્ણય લીધા તેનાથી નવો ઇતિહાસ બન્યો. આઝાદી પછી ૫૫૦થી પણ વધારે રજવાડાઓને એક સાથે જોડવાના અસંભવ કાર્યને સંભવ કરીને બતાવ્યુ. “એક ભારત, શ્રેસ્થ ભારત”નો વિચાર સરદાર પટેલ માટે સર્વોપરી હતો માટે આજે સરદાર પટેલ જયંતિનો દિવસ સ્વાભાવિક પણે રાષ્ટ્રીય એકતાનું મહાપર્વ બન્યું છે. જે રીતે સૌ ૧૪૦ કરોડ દેસવાદીઓ ૧૫ ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ અને ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ મનાવીએ છીએ તે રીતે જ એક્તા દિવસનું મહાપર્વ પ્રેરણા અને ગર્વની પળ છે. કરોડો લોકોએ એક્તાની પ્રતિજ્ઞા લીધી છે અને સંકલ્પ કર્યો છે કે માત્ર એવા કાર્યોને પ્રોત્સાહન આપીશું જે દેશની એકતાને મજબૂતી આપે. એક્તાનાગર
વધુમાં વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, એક્તાનગરમાં એકતા મોલ અને એકતા ગાર્ડન એકતાના સૂત્રને સશક્ત કરતાં દેખાય છે. દરેક બાબતો જે દેશની એક્તાને નબળી કરે છે, દરેક દેશવાસીઓને તેનાથી દૂર રહેવું તે રાષ્ટ્રીય કર્તવ્ય અને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલી છે, સંદેશ અને સંકલ્પ પણ છે. સરદાર સાહેબે દેશની સમપ્રભુતાને સૌથી ઉપર રાખી પરંતુ દુર્ભાગ્યથી સરદાર સાહેબના દેહાંત પછી દેશની સમપ્રભુતાને લઈને ત્યારની સરકારમાં ગંભીરતા નહોતી રહી. એક બાજુ કશ્મીરમાં થયેલ ભૂલો અને પૂર્વોત્તરમાં ઊભી થયેલ સમસ્યાઓ અને દેશભરમાં ખીલતો નક્ષલવાદ, માવવાદી આતંક તે દેશની સમપ્રભુતાને સીધા પડકારો હતા. તે સમયની સરકારોએ સરદાર સાહેબની નીતિઑ પર ચાલવાની જગ્યાએ નિરર્થક અભિગમ પસંદ કર્યો અને તેનું પરિણામ દેશે હિંસા અને રક્તપાત રૂપે સહન કર્યું. આજની યુવાપેઢીમાં ઘણા લોકોને ખબર નહીં હોય, સરદાર સાહેબ ઇચ્છતા હતા કે જેરીતે બાકીના રજવાડાઓનું વિલીનીકરણ કર્યું તે જ રીતે સમગ્ર કાશ્મીરનું પણ વિલીનીકરણ થાય. પરંતુ, નહેરૂજીએ તેમની ઈચ્છાને પરિપૂર્ણ ન થવા દીધી. કશ્મીરને અલગ સંવિધાન અને અલગ નિશાનથી વિતરિત કરવામાં આવ્યું. કશ્મીર ઉપર કોંગ્રેસે જે ભૂલ કરી હતી તેની આગમાં દેશ દશકો સુધી બળતો રહ્યો. કોંગ્રેસની નબળી નીતિઓના કારણે કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના અવૈધ કબ્જે થઈ ગયો. પાકિસ્તાને આતંકવાદને હવા આપી જેના કારણે કશ્મીર અને દેશને મોટી કિંમત ચૂકવવી પડી છતાં પણ કોંગ્રેસ સરકાર આતંકવાદ સામે જુકી રહી પરંતુ ભાજપ સરકાર ન જુકી. ૨૦૧૪ પછી દેશે ફરી એક વખત તેમની પ્રેરણારૂપી મજબૂત ઈચ્છાશક્તિને જોઈ છે.
વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યુ કે, આજે કશ્મીર ૩૭૦ની કલમની ઝંઝીરોને તોડી સંપૂર્ણ રીતે મુખ્યધારા સાથે જોડાઈ ગયું છે. આજે પાકિસ્તાન અને આતંકી પ્રોત્સાહકોને ભારતની અસલ તાકાતને પારદર્શિત કર્યું છે. ઓપરેશન સિંદુરમાં સમગ્ર વિશ્વએ જોયું છે કે, કોઈ ભારત પર આંખ ઉઠાવે છે તો ભારત ઘરમાં ઘૂસીને મારે છે. ભારતનો જવાબ પહેલા કરતાં મોટો અને નિર્ણાયક હોય છે. ભારતના દુશ્મનો માટે એક સંદેશ પણ છે, આ લોહ પુરુષ સરદાર પટેલનું ભારત છે, તે તેની સુરક્ષા અને સન્માન માટે ક્યારેય સમાધાન નહીં કરે. રાષ્ટ્રીય સુરક્ષા માટે છેલ્લા ૧૧ વર્ષમાં નક્ષલવાદ અને માવવાદી આતંકીઓની કમર તોડવાની ભારતની સૌથી મોટી સફળતા છે. ૨૦૧૪ પહેલા દેશમાં હાલત એવી હતી કે દેશની અંદર નક્ષલીઓ અને માવવાદીઓ પોતાનું સાશન ચલાવતા હતા. નક્ષલી ક્ષેત્રોમાં દેશનું સંવિધાન નહોતું ચાલતું, પોલીસ પ્રસાશન કાર્ય નહોતું કરી શકતું. નક્ષલીઓ પોતાનુ સામ્રાજ્ય બનાવી બેઠા હતા શાળા, રસ્તાઓ, કોલેજો, હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાતા હતા. પ્રસાશન તેમના આગળ લાચાર બન્યું હતું. પરંતુ, ૨૦૧૪ પછી ભાજપ સરકારે નક્ષલવાદ અને માવવાદી પર પ્રચંડ પ્રહાર કર્યો. વૈચારિક લડાઈ જીતી અને નક્ષલીઓના ઘરમાં ઘૂસીને મોરચો પરત લીધો તે આજે દેશ સમક્ષ છે. ૨૦૧૪ પહેલા દેશના લગભગ ૧૦૦ થી વધારે જીલ્લાઓ માવવાદીના કબ્જે હતા તે આજે માત્ર ૧૧ છે. સરદાર પટેલના એક્તાનગરના સાનિધ્યમાંથી સંકલ્પ સાથે કહ્યું કે, આ દેશ નક્ષલવાદ, માવવાદ અને આતંકવાદથી મુક્ત નહીં થાય ત્યાં સુધી રોકાવાના નથી. દેશની એક્તા અને આંતરિક સુરક્ષાને સૌથી મોટો ખતરો ઘૂસપેઠીયાઓથી પણ છે. દેશની અંદર વિદેશી ઘૂસપેઠીયા આવતા રહ્યા, દેશવાસીઓના સંસાધનો પણ હક જતાવવા લાગ્યા, ડેમોગ્રાફિક સંતુલન બગાડતાં રહ્યા, દેશની એક્તા દાવ પર લગાવતા રહ્યા પરંતુ, પહેલાની સરકારે આ મોટી સમસ્યા પર આંખ બંધ રાખી. વોટબેંકની રાજનીતિ માટે રાષ્ટ્રીય સુરક્ષાને જાણીજોઇને ખતરામાં નાખી પરંતુ, પહેલી વખત ભારતે આ ભય વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડવા માટે સુનિશ્ચિતતા બતાવી છે. ડેમોગ્રાફી મિશનનું એલાન કર્યું પરંતુ, ઘણા લોકો દેશહિત થી વધારે પોતાના સ્વાર્થને ઉપર રાખી રહ્યા છે. ઘૂસપેઠીયાઓને અધિકાર અપાવવા માટે રાજનીતિક લડાઈ લડી રહ્યા છે. આ દેશ એક વખત તૂટ્યો આગળ પણ તૂટે તેનાથી તેમને કોઈ ફર્ક નથી પડતો. દેશની સુરક્ષા અને ઓળખ ખતરામાં આવશે તો દરેક દેશવાસી ખતરામાં આવશે. માટે આજે રાષ્ટ્રીય એક્તા દિવસ પર ફરીથી સંકલ્પ લેવાનો છે કે, ભારતમાં ઘૂસેલા ઘુસપેઠીયાઓને જ્યાં સુધી બહાર નહીં ધકેલીએ ત્યાં સુધી જંપીશું નહીં. લોકતંત્રમાં રાષ્ટ્રીય એકતાની વાત કરીએ ત્યારે તેનું એક સ્વરૂપ એ પણ છે કે વિચારોની વિવિધતાનું સ્નામાન કરીએ. લોકતંત્રમાં મતભેદ સ્વીકાર્ય છે પરંતુ મનભેદ ન હોવો જોઈએ તેમઆદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જણાવ્યુ હતું.
વધુમાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યુ કે, દેશમાં રાજનીતિક છુઅછૂતને એક કલ્ચર બનાવી દેવાયું. કોંગ્રેસ સરકારોમાં સરદાર પટેલ અને તેમની લેગેસી સાથે, બંધારણના ઘડવૈયા શુભાષચંદ્ર બોઝ સાથે, ડૉ.લોહીયા અને જયપ્રકાશ નારાયણ જેવા લોકો સાથે પણ કોંગ્રેસે આ જ કર્યું છે. આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૧૦૦ વર્ષ પૂર્ણ થયા છે. સંઘ ઉપર પણ હુમલાઓ અને ષડયંત્ર કરવામાં આવ્યા. એક પરિવારની બહાર એક વ્યક્તિ અને એક વિચારને અછૂત બનાવવાની ભરપૂર કોશિશ કરવામાં આવી. ગર્વ છે કે ભાજપ સરકારે દેશમાં વિભાજન કરનાર આ રાજનીતિક છુઅછૂતને નાબૂદ કરી છે. સરદાર પટેલની સ્ટેચ્યું ઓફ યુનિટી બનાવ્યું. બાબા સાહેબ આંબેડકરજીના પંચતીર્થ બનાવાયા, દિલ્લીમાં બાબા સાહેબ આંબેડકરજીનું રહેઠાણ મહા પરિનિર્માણ સ્થળ કોંગ્રેસની સરકારમાં ઉપેક્ષાના કારણે દુર્દશાનો શિકાર હતું જ્યારે, આ પવિત્ર સ્થળને ઐતિહાસિક મેમોરિયલ સ્થળમાં પરિવર્તિત કર્યું છે. કોંગ્રેસની સરકારમાં માત્ર એક પૂર્વ પ્રધાનમંત્રીના નામે મ્યુઝિયમ હતું આજે દેશના જેટલા પણ પ્રધાનમંત્રી થયા તેમના યોગદાનને સમર્પિત રાજનીતિક છુઅછૂતથી પરે ઉઠીને PM મ્યુઝિયમ બનાવ્યા છે. ગુલામીનું નિશાન ત્યારે ઉતર્યું જ્યારે દેશવાસીઓએ દેશ માટે સેવા કરવાનો ભાજપ સરકારને અવસર આપ્યો. રાજપથ અને કર્તવ્યપથ ત્યારે બન્યો જ્યારે આ બદલાવ લાવવામાં આવ્યા. અંદમાનના ધ્વિપોના નામ પણ અંગ્રેજોના નામે હતા પરંતુ થોડાક સમય પહેલા જ તે બદલીને નેતા શુભાષચંદ્ર બોઝના નામે રાખવામા આવ્યા. ઘણા ધ્વિપોને પરમવીર ચક્ર વિજેતાઓના નામ આપ્યા. ઈન્ડિયા ગેટ પર પણ નેતા શુભાષચંદ્ર બોઝની પ્રતિમા લગાવવામાં આવી. દેશ માટે શાહિદ થયેલા જવાનોને પણ દેશની માનસિકતાને કારણે સાચું સન્માન નહોતું મળતું જ્યારે સરકારે નેશનલ વોર મેમોરિયલની સ્થાપના કરી તે સ્મૃતિઓને અમર બનાવી. દેશની પોલીસ, BSF, ITVP, CISF, CRPF સહિત તમામ અર્ધસૈનિક દળના શૌર્યને પણ વંચિત રાખવામા આવ્યા.
વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યુ કે આજે દેશ ગુલામીની તમામ માનસિકતાના તમામ નિશાનોને હટાવી રહ્યો છે. દેશ માટે બલિદાન આપનાર વીરો માટે સન્માન આપીને રાષ્ટ્ર પ્રથમની ભાવનાને મજબૂત બનાવી રહ્યા છીએ. એક્તા રાષ્ટ્ર અને સમાજના અસ્તિત્વનો આધાર હોય છે. જ્યાં સુધી સમાજમાં એક્તા છે ત્યાં સુધી રાષ્ટ્રીય અખંડિતતા સુરક્ષિત છે. માટે વિકસિત ભારતના લક્ષ્ય સુધી પહોંચવા માટે સૌએ દેશની એકતા તોડતા તમામ ષડયંત્રોને વિફલ બનાવવા જરૂરી છે. આજે દેશ રાષ્ટ્રીય એક્તાના દરેક મોરચા પર નિરંતર કાર્ય કરી રહ્યો છે. ભારતની એક્તાના અનુસ્થાને ચાર આધારસ્તંભ છે. એક્તાનો પહેલો સ્તંભ સાંસ્ક્રુતિક એકતા છે જેમાં, ૧૨ જ્યોતિર્લીંગ, ૫૦થી વધારે શક્તિપીઠ, ૭ પૂરી, ૪ તીર્થધામની પ્રતિષ્ઠા એક ઉર્જા છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે લોકોને જોડવાનું માધ્યમ બની રહ્યું છે. એકતાનો બીજો સ્તંભ ભાષાયી એક્તા જેમાં આજે ભારત ભાષાની વિવિધતાથી એકતાથી સમૃદ્ધ રાષ્ટ્ર બન્યું છે. આજે દેશ દરેક ભાષાને રાષ્ટ્રીય ભાષા માને છે. ગર્વથી કહેવાય છે કે તામિલ જેવી ભાષા સૌથી પૌરાણીક ભાષા છે તેનો ગર્વ છે. દેશ પાસે સંસ્કૃત જેવી જ્ઞાનની ધરોહર છે. સરકાર ઈચ્છે છે કે દેશનો દરેક વિધ્યાર્થી કે બાળક પોતાની માતૃભાષામાં અભ્યાસ કરે. એકતાનો ત્રીજો સ્તંભ ભેદભાવ મુક્ત વિકાસ જેમાં, દેશના દુશ્મનોએ હંમેશા કમજોરીનો દુરુપયોગ કર્યો. સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે આઝાદી ૧૯૪૭ સિવાય તેના ૧૦ વર્ષ પહેલા મળી હોત તો ભારત ૧૯૪૭ સુધી અન્નસંકટ થી મુક્ત થઈ ગયો હોત. એકતાનો ચોથો સ્તંભ છે કનેક્ટિવિટી સે દિલોનું કનેક્શન જેમાં, વન્દેભારત, મેટ્રો જેવા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ભારત માટે દુનિયાની નજર બદલાઈ છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમની દૂરીઓને પણ દૂર કર્યા છે. ડિજિટલ રિવોલ્યુશનથી એકતાની નવી મજબૂતીનો અવસર આપ્યો છે. માં ભારતીની સાધના દરેક દેશવાસીઓની સૌથી મોટી આરાધના છે, ૧૪૦ કરોડ ભારતવાસી એકસાથે ઊભા રહે તો ચટ્ટાન પણ ખુદ રસ્તો છોડી દે છે, જ્યારે ૧૪૦ કરોડ દેશવાસીઓ એકસાથે એક શબ્દ બોલે તે શબ્દ ભારતની સફળતાનું ઉદઘોષ બની જાય છે. સૌ સાથે મળી એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને મજબૂતી આપીશું. સાથે મળીને આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરીશું તેમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જણાવ્યુ હતું.
