ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વૈશ્વીક નેતા અને કર્મઠ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશને આઝાદી અપાવનાર વિરવીરંગનાઓના બલિદાનને દેશની યુવા પેઢી યાદ કરે અને શહિદોને સન્માન મળે તે માટે મેરી માટી મેરા દેશ કાર્યક્રમ યોજવા પ્રેરણા આપી હતી આ કાર્યક્રમ ગુજરાતમાં પણ ભવ્યતાથી યોજાનાર છે જે અંગે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ પ્રદેશ કાર્યાલય શ્રી કમલ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન મેરી માટી મેરા દેશ કાર્યક્રમ યોજવા પ્રેરણા આપી હતી. આ અભિયાનનો ઉદેશ દેશને આઝાદી અપાવનાર વિર વિરંગનાઓને સન્માન આપવાનો છે. આ અભિયાન થકી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે. આ અભિયાનમાં દેશના ખૂણે ખૂણેથી માટીના કળશ દિલ્હી ખાતે લઇ જવામાં આવનાર છે. આ અભિયાન માટે સરકારે અમૃત કળશ યાત્રાની યોજના બનાવી છે જેમાં દેશભરના ગામડામાથી માટી કળશ દિલ્હી લાવવામાં આવશે. દેશના જુદા-જુદા ભાગેથી 7500 કળશમાંથી માટી દિલ્હી મોકલવમાં આવનાર છે. દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નજીક કળશ મારફતે ભેગી થયેલી માટીથી અમૃત વાટિકા તૈયાર કરવામાં આવશે. વડાપ્રધાનશ્રીના સંકલ્પથી અમૃત વાટીકિ એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિક બનશે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમનો શુભારંભ 6 ઓક્ટોબરથી કરવામાં આવ્યો છે જે મંડળ સ્તર સુધી યોજનાબદ્ધ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આવનાર 27 તારીખે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજયકક્ષાનો કાર્યક્રમ યોજાશે ત્યાર પછી 75 ઇલેક્ટ્રીક વાહનોમાં કળશને 29 તારીખે ગાંઘીનગરથી દિલ્હી મોકલાશે. ગુજરાતથી કળશ દિલ્લી ખાતે પહેલી વખત ઇલેક્ટ્રીક વાહનો થકી પ્રવાસ કરવામાં આવશે. રાજયમાં મેરી માટી મેરા દેશ અભિયાનમાં 182 વિધાનસભામાં દરેક જગ્યાએ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચૂંટાયેલા પ્રતિનિધીશ્રીઓએ મેરી માટી મેરા દેશ અભિયાનમાં વિર શહિદો અને પ્રવાસન સ્થળેથી માટી એકત્ર કરી છે. આ અભિયાનએ શહિદોનું સન્માન હોવાથી ખૂબ મોટી સંખ્યામાં લોકોએ માટી કળશમાં નાખવા એકત્ર થયા હતા. આ અભિયાનમાં પાર્ટીના દરેક મોર્ચા, સેલ,પાર્ટીના પદાધિકારીશ્રીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધીશ્રીઓ તેમજ માજી ધારાસભ્યશ્રીઓ અને માજી સાંસદ સભ્યશ્રીઓ પણ જોડાયા હતા. સમગ્ર રાજય માથી દરેક વિધાનસભામાંથી એક હજાર લોકો આવશે એ પ્રમાણે 1 લાખ 82 હજાર લોકો કાર્યક્રમમાં ભાગ લેશે તેવી સંભાવના છે. મેરી માટી મેરા દેશનો કાર્યક્રમએ દેશભરમાંથી ગુજરાતમાં સૌથી મોટો યોજાઇ રહશે તેવી સંભાવના છે. આ અભિયાનથી દેશમાં રાષ્ટ્રભક્તિનું વાતાવરણ નિર્માણ પામશે તેવી આશા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આઝાદી કા અમૃત મહોત્વ થકી દેશના વિર શહિદોના બલીદાનને જનતા યાદ કરે તે માટેનો કાર્યક્રમ 31 તારીખે દિલ્હી ખાતે ભવ્યતાથી યોજાશે.
પત્રકાર પરિષદમાં પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવે, પ્રદેશના સહ પ્રવકતાશ્રીઓ શ્રી ડો.રૂત્વીજ પટેલ, શ્રી ડો.શ્રદ્ધાબેન રાજપુત, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી મંયકભાઇ નાયક, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટ, વડોદરા શહેર પ્રમુખશ્રી ડો.વિજયભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા.