ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલજી આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય બન્યા.

BJP GUJARAT NEWS

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, દેશભરમા ભારતીય જનતા પાર્ટી પ્રાથમિક સભ્ય બનાવવાનુ અભિયાન ચાલી રહ્યુ છે અને પ્રાથમિક સભ્ય બન્યા પછી હવે ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય બનવાનો પ્રારંભ આજથી શરૂ થયો છે ત્યારે આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલજી ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય તરીકેનું ફોર્મ ભર્યુ હતું.

આ કાર્યક્રમ સંદર્ભે પ્રદેશ ઉપાઘ્યક્ષશ્રી ગોરઘનભાઇ ઝડફીયાજીએ પ્રેસ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, આજ રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી સક્રિય સભ્ય બનાવા અંગેનું ફોર્મ ભર્યુ. રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલને પણ સક્રિય સભ્ય તરીકે ફોર્મ ટુંક દિવસમા ભરાવવામા આવશે. સમગ્ર ગુજરાતમા સંગઠનના પદાધીકારીશ્રીઓ તેમજ ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ સહિતના જે કાર્યકર્તાઓએ તેમની લીંક માંથી 100 પ્રાથમિક સભ્ય બનાવ્યા હશે તેમને સક્રિય સભ્ય બનાવવાનો પ્રારંભ આજથી થયો છે.તારીખ 31 ઓક્ટોમ્બર સુધી પ્રાથમિક સભ્ય બનાવવાનુ અભિયાન સાથે સક્રિય સભ્ય બનાવવામાં આવશે.

શ્રી ગોરઘનભાઇએ પ્રાથમિક સભ્ય અંગેની વિસ્તૃત માહિતી આપતા વધુમા જણાવ્યું કે, અંદાજે 45 દિવસમા એક કરોડ 8 લાખ પ્રાથમિક સભ્ય નોંધાયા છે. પ્રાથમિક સભ્ય બનાવવા અંગે સભ્યોની ઉમંર,વિધાનસભા,મોબાઇલ નંબર,એડ્રેસ સાથેની આખી વિગત એકત્ર કરી છે. જે કાર્યર્કતાએ 100 સભ્યો બનાવ્યા હશે તેમજ પાર્ટીમા ભવિષ્યમા સારી રીતે કામ કરનાર અને પાર્ટીમા સક્રિયતાથી કામ કરતા કાર્યકર્તાઓ માટે સક્રિય સભ્ય બનાવવાનુ કામ આજથી શરૂ થયુ છે.

આ કાર્યક્રમમાં પ્રદેશના પ્રાથમિક સદસ્યતાના ઇન્ચાર્જશ્રી કે.સી.પટેલ, સક્રિય સદસ્યતાના સહયોગીશ્રી ભરતભાઇ પંડયા, અમદાવાદના પુર્વ મેયરશ્રી બીજલબેન પટેલ, શ્રી પ્રજ્ઞેશભાઇ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *