ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીના હસ્તે નવસારી ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં આવેલ વિવિધ રસ્તા અને મકાનોના કામનું ખાતમૂહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું.

BJP GUJARAT NEWS અમદાવાદ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, નવસારી ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં આવેલ વિવિધ રસ્તા અને મકાનોના કામનું ખાતમૂહૂર્ત તથા લોકાર્પણ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીના હસ્તે કરવામાં આવ્યું.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, સખીમંડળની બહેનો સરકારની અનેક યોજનાઓને લાભાર્થીઓ સુઘી પહોંચાડવા માટે પ્રયાસ કરતા હોય છે. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર વિકાસના જે વિવિઘ કાર્યો કરે છે તેના પરિણામ ગુજરાતને મળ્યા છે અને સમગ્ર દેશમા ગુજરાતના તોલે આવે તેવું એક પણ રાજય નથી. આદિવાસી સમાજના ભાઇ-બહેનો આજે ઉચ્ચ શિક્ષણ મેળવી દેશના વિકાસમા ફાળો આપે તે માટે સરકારે સાયન્સ વર્ગની કોલેજ અને શાળા ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિસ્તારમાં મળેલ કોલેજને કારણે અનેક આદિવાસી સમાજના દિકરા-દિકરીઓને પોતાનુ કૌશલ્ય બતાવવાની તક મળશે જેનાથી ગુજરાત અને દેશનો વિકાસ પણ થશે. આદર્શ ગામ યોજના જાહેર થઇ ત્યારે આખા દેશમાથી ચિખલીની પસંદગી કરવામાં આવી અને 32 પ્રકારની વિવિધ સુવિધા મળે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

શ્રી પાટીલજીએ રેઇન વોટર હાર્વેસ્ટીગં સંદર્ભે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી મોદી સાહેબે જળ સંચય માટે વરસાદી પાણીને જમીનમા ઉતારવા આહવાહન આપ્યું હતું. અને આજે વરસાદી પાણીને જમીનમા ઉતરે તે માટે રાજસ્થાનના વેપારી ભાઇઓ કે જે સુરતમા રહે છે તેઓ રાજસ્થાનમા બોર બનાવવાનો સંકલ્પ કર્યો છે અને મધ્યપ્રદેશના વેપારીભાઇ કે જેઓ સુરતમા રહે છે તેમને 15 હજાર બોર કરવાની જવાબદારી લીધી છે. પાંચ વર્ષમા આખા દેશમા જયા પાણીની અછત છે તેને દુર કરવા આયોજન હેઠળ કામ કરવાનું છે. આખા રાજયમા પાણીના 65 ટકા પાણીનો હિસ્સો દક્ષિણ ગુજરાતમા છે. પાણીને બચાવવા સૌ કોઇએ આગળ આવવું જોઇએ. પાણીનો બચત કરશો તેટલુ આગામી પેઢીને કામ લાગશે. આવો સૌ સાથે મળીને દેશ અને રાજયના વિકાસમા યોગદાન આપવાના સંકલ્પ સાથે આગળ વધીએ.

આ કાર્યક્રમમા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, નવસારી જીલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ તેમજ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *