ગુજરાત પ્રદેશ ભાજપના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તેમજ રાજયના મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ આજે અંબાજી ખાતે માં અંબાજી માતાના દર્શન કરી ગુજરાતમાં સંગઠનાત્મક પ્રવાસનો પ્રારંભ કર્યો

BJP GUJARAT NEWS

            ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવ નીયુક્ત પ્રદેશ અધ્યક્ષ તેમજ રાજયના મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજી આજથી સંગઠનાત્મક ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે. આજે બનાસકાંઠા અંબાજી મંદિરે મા અંબાના દર્શન કરી પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આયોજીત અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ ઉપસ્થિત સાધુસંતોના આશિર્વાદ લઇ સૌ કાર્યકર્તાઓને વંદન કર્યા. કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખશ્રી કિર્તિસિંહ વાઘેલાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. કાર્યક્રમમાં બનાસકાંઠા જીલ્લાની ટીમે સમગ્ર બનાસકાંઠા વતી નવ નીયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રીને ચોપડા અને પુસ્તક આપી સ્વાગત કર્યુ.

 

            પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ જય અંબેના ઘોષ,સાધુસંતોને વંદન કરી કાર્યકર્તાઓમાં નવ ઉર્જાનો સંચાર કરતા સંબોધન કરતા જણાવ્યું કે, આજે મા અંબાના ચરણોમાં ગુજરાતની જનતાના સુખાકારી માટે પ્રાર્થના કરી. મારુ સૌભાગ્ય છે કે મને માં અંબાના દર્શન કરી રાજકીય પ્રવાસનો પ્રારંભ કરવાની સુનેરી તક મળી. બનાસકાંઠાને જેમણે જીવંત કરવામાં જેમનો સિંહફાળો રહ્યો છે તેવા કાર્યકર્તાઓને યાદ કર્યા જેમાં છનાલાલ ભોજક,શ્રી શ્યામસુંદર જોષી,શ્રી હિરાલાલ અગ્રવાલ,શ્રી બાલમુકન્દ,શ્રી વાસુદેવભાઇ પુરોહિત તેમજ શ્રી લાલજી મામા કે જેમની આગળ પાપા પગલી કરી આંગળી પકડી આજે અંહી પહોંચ્યો છું, તેમજ ઓબીસી સમાજ માટે ખૂબ કામ કર્યુ છે તેવા ભગવનાદાસ સહિત અનેક વડિલ અને જૂના કાર્યકર્તાઓને યાદ કરી વંદન કર્યા. મારા માદરે વતનમા મારા હરખના આંસુ છે.

 

             શ્રી જગદીશભાઇએ જૂના સ્મરણોને યાદ કરતા જણાવ્યું કે, પાલનપુર બસ સ્ટેન્ડ પર ઉતરીએ ત્યારે ત્યા બાગબાન અત્તર વાળા છે આજે પણ તેમની સુંગઘ યાદ છે, આખા બનાસકાંઠાએ સુખડીયાના પેંડા ખાઘા હશે. આમ બાળપણથી લઇ મહત્વના સ્મરણોને યાદ કર્યા હતા.આજે અંહી ઉપસ્થિત કેટલાય વડિલો અને કાર્યકર્તાઓ સાથે કામ કરીને હું મોટો થયો છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી સહિત શિર્ષ નેતૃત્વનો આભાર વ્યકત કરીએ કે તેમણે તમારા બનાસના દિકરાને પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી છે.

 

                 શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ સ્વાગત માટે મહત્વની વાત કરતા જણાવ્યું કે, મારુ પદ મારી સામે અંહી બેઠેલા હજારો કાર્યકર્તાઓના કારણે શોભે છે. ભારતીય જનતા પાર્ટી એક વિચારઘારાની પાર્ટી છે, ભાજપ દેશમાં એક એવી પાર્ટી છે જ્યા કાર્યકર્તાનું સ્થાન,મુલ્ય અને કાર્યકર્તાનો દરજ્જો સૌથી સર્વશ્રેષ્ઠ હોય છે. આજે મારા સ્વાગત કાર્યક્રમમાં આપ સૌએ આપેલા પુસ્તકો,ચોપડાને જીલ્લા પ્રમુખશ્રી કિર્તીસિંહ અને તેમની ટીમ જીલ્લાના ગામડાની સ્કુલમાં વિતરણ કરશે. જરૂરીયાત મંદ વિદ્યાર્થીને ચોપડા આપી તે ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હેતુ છે. દરેક કાર્યક્રમમાં સ્વાગત માટે કોઇ મોઘી વસ્તુની જગ્યાએ  ચોપડા કે વાંચવા લાયક પુસ્તકથી સ્વાગત થાય તો તેનાથી બાળકોને ભણવામાં મદદ મળી રહેશે તેવો અનુરોઘ છે. વિકાસનો પર્યાય અને નવા વિચારનો પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી છે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિકાસની રાજનીતી ગુજરાતથી શરૂ કરી આજે દેશમા પણ વિકાસના કાર્યો કરી રહ્યા છે. ભારત વિજયનો,આત્મનિર્ભર નો પર્યાય છે. આપણો ધ્યેય વિકસીત ગુજરાત અને સશક્ત ભારતનો છે.

 

              શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, 7 ઓક્ટોબર 2001ના રોજ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીઘા ત્યારથી આજ દીન સુધી જે જન સેવા કરી અંત્યોદયની વિચારઘારાથી છેવાડાના માનવી સુધી સરકારની યોજના પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આપણા કરતા વધુ કામ કરી દેશની જનતાની સુખાકારી માટે ચિંતા કરે છેબનાસ ડેરી આજે વિવિધ વસ્તુનું ઉત્પાદન કરી દેશ અને વિદેશની ધરતી પર મોકલવાનું કામ કરી રહી છે તે આપણા સૌના માટે ગૌરવની વાત છે.  સરકારના માધ્મયથી ગુજરાતના યુવાઓને 15 લાખ કરતા વધુ લોકોને રોજગારી આપવાનું કામ કર્યુ છે, 50 હજાર કરતા વધુ લોકોએ એક દિવસમાં રોજગાર આપ્યો છે. બનાસકાંઠા જીલ્લામાં આવનાર દિવસમાં પાણીની સમસ્યા દુર થશે. નર્મદાના નિરથી ગુજરાતના તમામ ખેડૂતોનો ઉદ્ધાર થયો છે. આજે ભારત વિશ્વની ચોથી અર્થવ્યવસ્થામાં આવે છે ત્યારે તેમાં સૌથી મોટો સિંહ ફાળો આપણી સામે બેઠલા પશુપાલક ભાઇ બહેનોનો છે. દેશની રાજનીતીમાથી જાતિવાદપરિવારવાદતૃષ્ટીકરણભ્રષ્ટાચારને નાબુદ કરવાનો શ્રેય આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબેને જાય છે. ભારતને વિશ્વગુરુ અને વિકસીત રાષ્ટ્ર બનાવવા માટે બનાસકાંઠાના લોકો સૌથી પહેલા પહેલ કરે.આવનાર ચૂંટણીમા ભાજપને મજબૂત કરી મા અંબાના ચરણોમાં કમળનો હાર ચઠાવીએ. જે જગ્યાએ  કમળ ખીલવવામાં કચાસ રહી ગઇ છે ત્યા કમળ ખીલવી  હારની અંદર કમળ પોરવવાનું કામ તમારે સૌએ કરવાનું છે. માં અંબાના ચરણોમાં જ્યારે કમળનો હાર ચઠાવીએ ત્યારે એક પુર્ણતા વાળો કમળનો હાર ચઠાવીએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંકલ્પને  સાકાર કરવાનો પ્રયાસ કરવા આહવાહન કર્યુ

 

                શ્રી કિર્તિસિંહ વાઘેલાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, સફળ ઉદ્યોગપતિ,સતત ત્રણ ટર્મ સુધી નિકોલના ઘારાસભ્ય તેમજ કર્ણાવતી મહાનગરના પ્રમુખ અને બુથ થી લઇ આજે પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત લોકલાડિલા પ્રદેશ અધ્યક્ષશ્રીનો આજે બનાસકાંઠામાં  અભિવાદન કાર્યક્રમ યોજાયો છે. આજે નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષશ્રીના અભિવાદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જન સમુદાય ઉમટયો છે જેમા વ્યવસ્થામાં કોઇ ખામી સર્જાઇ હોય તો ક્ષમા કરજો. આજે નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીને સમગ્ર બનાસકાંઠા જિલ્લા તરફથી હ્રદયથી શુભકામના પાઠવું છું. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો બનાસકાંઠા પ્રત્યે વિશેષ પ્રેમ રહ્યો છે. ભાજપની સરકારના માધ્યમથી બનાસના વિકાસમાં સિંહ ફાળો રહ્યો છે.નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષને આશિર્વાદ આપવા આજે મોટી સંખ્યામાં બનાસના ભાઇબહેનો આવ્યા છે. આવનાર ચૂંટણીમાં બનાસકાંઠાની તમામ વિઘાનસભા,જીલ્લા પંચાત,નગરપાલિકા,22 મંડળ તેમજ 2500 થી વઘુ બુથમાં ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બને તે દિશામાં કાર્ય કરી વડાપ્રધાનશ્રી તેમજ દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ અને શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીનો આભાર વ્યકત કર્યો કહેવાશે. જીલ્લા પ્રમુખ તરીકે જગદીશભાઇ વિશ્વકર્માજીને વિશ્વાસ અપાવું છું કે આગામી ચૂંટણીમાં ભાજપને વધુ મજબૂત કરી કમળ ખીલવીશું.

 

              કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલે ઉત્તર ગુજરાતની ઘરતીથી પ્રદેશ અધ્યક્ષશ્રીનું સ્વાગત કરતા સંબોધન કરતા જણાવ્યું કે, આપણા નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ પ્રવાસની શરૂઆત બનાસકાંઠાથી કરી છે એટલા માટે આપણા સૌની જવાબદારી ખૂબ વધી જાય છે. નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીના નેતૃત્વમાં આપણે સૌ જોડાઇને આગામી સમયમાં ગુજરાતને નવી ઉંચાઇ પર લઇ જઇએ અને તેમને વિશ્વાસ આપીએ કે તમે જે રીતે માર્ગદર્શન આપશો તે રીતે કાર્યક્રમને સફળ બનાવીશું. શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે દેશમાં વિકાસની રાજનીતી પ્રસ્થાપિત કરી સમગ્ર દેશમાં ગુજરાતને વિકાસનું મોડલ બનાવ્યું ત્યાર પછી 2014માં દેશે આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને વડાપ્રધાન તરીકે જવાબદારી સૌંપી હતી. વડાપ્રધાનશ્રીએ આપણને સૌને સંકલ્પ કરાવ્યો છે કે 2047 સુઘીમાં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાનો છે ત્યારે ગુજરાત પણ ખભે ખભો માંડીને આગળ ચાલે. આવનાર તમામ ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ ભાજપને વધુ મજબૂત બનાવીશું તેવી વિનંતી.

 

           કાર્યક્રમમા રાજ્ય સરકારના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ,પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, જીલ્લા પ્રમુખ શ્રી કિર્તિસિંહ વાઘેલા, જિલ્લા પ્રભારી શ્રી જયંતીભાઈ કવાડિયા, સાંસદશ્રીઓ શ્રી બાબુભાઈ દેસાઈ, શ્રી મયંકભાઇ નાયક, પ્રદેશ મંત્રી શ્રી નૌકાબેન પ્રજાપતિ, પૂર્વ સાંસદશ્રીઓ શ્રી હરિભાઈ ચૌધરી, શ્રી પરબતભાઇ પટેલ, શ્રી  દિનેશભાઈ અનાવડિયા,પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ડૉ પ્રશાંતભાઈ કોરાટ, ધારાસભ્યશ્રીઓ શ્રી કેશાજી ચૌહાણ, શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી સ્વરૂપજી ઠાકોર, પૂર્વ ધારાસભ્યશ્રીઓ , પદાધિકારીશ્રીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

                                                                            ડૉ.યજ્ઞેશ દવે

(પ્રદેશ મિડિયા કન્વીનર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *