ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે, ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વના દેશો જે ઐતિહાસિક ક્ષણની આશા રાખી રહ્યુ હતું તે આજે આવી ગઇ છે. ભારતે 14 જૂલાઇના રોજ ત્રીજુ ચંદ્રયાન મોકલ્યુ હતું 41 દિવસની સફરમાં સમગ્ર દેશવાસીઓ ચંદ્રયાનના સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના કરતા હતા ત્યારે આજે ભારતના વૈજ્ઞાનિકોએ સફળતા પ્રાપ્ત કરી ભારતનું ગૌરવ વધાર્યુ છે તે બદલ આ મિશન સાથે સંકળાયેલા તમામ વૈજ્ઞાનિકો અને ટીમના સભ્યોશ્રીઓને દેશનું ગૌરવ વઘારવા બદલ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ અભિનંદન પાઠવ્યા. ચંદ્રના દક્ષિણધૃવ પર પહોંચનારો ભારત પ્રથમ દેશ છે જે દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે. ચંદ્રયાન -3 માટે ગુજરાતે પણ મહત્વની ભૂમિકા નિભાવી છે, ચંદ્રયાન-3 માં મહત્વના સ્પેરપાર્ટ ગુજરાતમાં બન્યા છે ત્યારે આશા દેશના વિકાસમાં, દેશને વિકસીત ભારત બનાવવામાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત અગ્રેસર છે અને રહેશે.