ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, ચોર્યાસી તાલુકા કાંઠા વિસ્તાર કોળી –માછી સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમા સુરત ખાતે યોજાયો. આ કાર્યક્રમમા કાઠા વિસ્તાર કોળી સમાજના પ્રમુખે સ્વાગત પ્રવચન કર્યુ હતું.
પ્રદેશના પ્રમુખશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આ વિસ્તાર મારો જાણીતો છે. ડુમસ અને સચિન વિસ્તારમા એક અલગ આત્મિયતા નો અનુભવ લાગે છે. સામાજીક દ્રષ્ટીએ કોળી અને માછી સમાજનુ સંકલન ખૂબ સરસ છે કે એક બીજાના સમાજીક કાર્યક્રમમા મોટી સંખ્યામા લોકો ઉપસ્થિતિ રહે છે તે ના માટે સૌને અભિનંદન.આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશમા સર્વાંગી વિકાસ કરી રહ્યા છે. પીએમ મીત્ર પાર્કથી રોજગારીનુ સર્જન થશે. કોળી કે માછી સમાજના યુવાનોને શિક્ષણ પછી ઇન્ડસ્ટ્રીમા ટ્રેનિંગ મળે તે માટે વ્યવસ્થા કરી છે. મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી ડુમસ એરપોર્ટ બનાવવા ગ્રાન્ટ ફાળવી અને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામા આવ્યું છે જેનો ફાયદો આજુબાજુના વિસ્તારોને થશે.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, મોદી સાહેબે સમાજને એક રાખવાનુ કામ કર્યુ છે. આજે દેશમા મહિલાઓ સુરક્ષીત હોવાનો અનુભવ કરે છે. બહેનોની કામ કરવાની ક્ષમતાને ઓળખી દેશની સિમાની સુરક્ષાની જવાબદારી દેશની દિકરીઓને આપી છે. દેશના યુવાનો આત્મનિર્ભર બને તે દિશામા કામ કર્યુ છે અને એના કારણે દેશનો યુવાન જોબ સીકર નહી જોબ ગીવર બન્યો છે. કોંગ્રેસના સમયે લાચાર બનેલા ખેડૂતોને સરળતાથી ખાતર મળે, પાકની આવક વધે તે માટે પ્રયાસ કર્યા અને કિસાન સન્માન નિધી યોજના હેઠળ સિઘા ખાતામા રૂપિયા જમા થાય છે.મોદી સાહેબે દેશના ગરિબોને ગરિબિ રેખાથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે ગરિબિ દુર કરવા માત્ર નારા આપ્યા પણ ગરિબિ દુર નોહતી થઇ પરંતુ મોદી સાહેબ 25 કરોડ લોકોને ગરિબિ રેખાથી બહાર લાવ્યા છે. આવનાર પેઠીને સુરક્ષીત રાખવા તેમને વિકાસના માર્ગે જોવા,ઉત્તમ સુવિઘા આપવી હોય તો મોદી સાહેબને મત આપવો પડે. આખા દેશમા 543 બેઠકો પર ફકત મોદી સાહેબ ઉભા છે. ભાજપના ઉમેદવાર જંગી મત સાથે જીતે તેવો આપ સૌ પ્રયાસ કરજો.
આ કાર્યક્રમમા રાજ્ય સરકાર ના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, શહેર ના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા,મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈ, શહેર મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ,સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ તેમજ પદાધિકારીશ્રીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.