જમ્મુ કાશ્મિર વિઘાનસભામાં બનેલ ઘટના સંદર્ભે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલજીએ સુરત ખાતે પત્રકાર પરિષદને સંબોધી.

BJP GUJARAT NEWS

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, જમ્મુ કાશ્મિર વિઘાનસભામાં બનેલ ઘટના કે જેમા વિઘાનસભાના સત્રના પાંચમા દિવસે સત્ર શરૂ થતા જ નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતાઓએ કલમ 370 મુદ્દે હોબાળો કર્યો હતો તે સંદર્ભે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ સુરત ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.

 

શ્રી સી.આર.પાટીલજીએ પત્રકારશ્રીઓને સંબોધતા જણાવ્યું કે, કોંગ્રેસ માટે દેશના બંઘારણને તોડવુ-મરોડવુ તે ગમતો વિષય છે. નેશનલ કોન્ફરન્સના ઘારાસભ્યોએ પહેલી વખત વિઘાનસભામાં બંધારણના આઘારે મુખ્યમંત્રી અને મંત્રીઓએ શપથ લીઘા અને વિઘાનસભામાં તેમને પહેલુ કામ સંસદમા લીઘેલા નિર્ણયને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ  હાથમાં બંઘારણની કોપી લઇને ફરે છે પરંતુ કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સને આ મુદ્દે સપોર્ટ કરે છે. જમ્મુ-કાશ્મિરમાં કલમ 370 અને 35-એ ની કલમ રદ કરતી વખતે સંસદમા સંપુર્ણ બહુમતી સાથે અને ઉંડાણપુર્વક ચર્ચા વિચારણાના અંતે કલમ દુર કરવાનો નિર્ણય લેવાયો હતો જેને તોડવાનો કોંગેસ અને એનસી પાર્ટીના નેતાઓ સાથે મળી પ્રયાસ કરી રહ્યા છે.

જમ્મુ-કાશ્મિરમાં કલમ 370 દુર કરાયા પછીની સ્થિતિ અંગે માહીતી આપતા શ્રી સી.આર.પાટીલજીએ વધુમાં જણાવ્યું હતું કે, કલમ 370 દુર કરાતા જમ્મુ-કાશ્મિરમાં રહેતા લોકો પણ માને છે કે હવે તેમને ખરા અર્થમાં સ્વતંત્રતા મળી છે. કલમ 370મા જમ્મુ-કાશ્મિરની દિકરીઓ અન્ય જગ્યાએ લગ્ન કરે તો તેમને તેમના પિતાની મીલકતમાં હક્ક મળતો ન હતો. દલિત અને આદિવાસી સમાજના જે લોકો જમ્મુ-કાશ્મિરમા વસે છે તેમને પણ રિઝર્વેશનનો લાભ મળતો ન હતો જેથી તેમના અધિકાર છીનવી લેવામાં આવતા હતા. આ કલમ રદ કરવાથી આદિવાસી,લધુમતી,દલિત સમાજની બહેન-દિકરીઓને તેમના મળવા પાત્ર અધિકાર મળ્યા છે. કલમ રદ થયા પછી જમ્મુ-કાશ્મિરમાં આતંકવાદી હુમલામાં 70 ટકા જેટલો ઘટાડો થયો છે. આંતકવાદને બદલે હવે ત્યાના સ્થાનિકો દેશના વિકાસમા ફાળો આપવા માંગે છે. ત્યાની ચૂંટાયેલી સરકાર વિકાસના કામોને અગ્રીમતા આપવાને બદલે પહેલુ કામ સંસદ દ્વારા લેવાયેલા નિર્ણયને તોડવાનુ કામ કરી રહી છે તે બદલ કોંગ્રેસના નેતાઓ પાસેથી બંઘારણ પ્રત્યેની વફાદારી ક્યા ગઇ તે જાણવું જરૂરી છે. બંધારણ દ્વારા પ્રાપ્ત થયેલ આદિવાસી-દલિત કે લઘુમતી સમાજના ભાઇ-બહેનોને મળેલ અધિકારનુ રક્ષણ કરવામાં તેમને વાંધો શુ  છે? કેમ તેઓ તેમના અધિકાર છીનવવા માંગે છે? આનો જવાબ તેમને દેશની જનતાને આપવો પડશે નહીતર જનતા જ તેમને જવાબ આપશે તેવો મને વિશ્વાસ છે.  કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પાર્ટીનો અસલી ચહેરો આજે જનતા સમક્ષ ઉજાગર થયો છે પરંતુ તેમની આ મેલી મુરાદ પુરી થવાની નથી.

આ પ્રેસ કોન્ફરન્સમાં સુરત શહેર ના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ,શહેર મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ, દક્ષિણ ઝોન મીડિયા વિભાગના ઝોન કન્વીનર શ્રી રાજેશભાઈ દેસાઈ, દક્ષિણ ઝોન મીડિયાના સહ કન્વીનર શ્રી દિપીકાબેન ચાવડા,સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *