ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટી અને સસ્મીરા(મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ) દ્વારા આયોજીત કૃષિ મેળા- 2024 નો પ્રારંભ થયો. આ કાર્યક્રમમમાં રાજયસરકારના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે પણ પ્રેરણાત્મક સંબોધન કર્યું હતું.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ પ્રેરણાત્મક સંબોધન કરતા જણાવ્યું કે, કૃષિ યુનિવર્સિટી નવસારી પાસે વિશાળ જગ્યા છે તેનો સદઉપયોગ દેશના અને ગુજરાતના ખેડૂતો માટે થાય તેના માટેના સફળ પ્રયત્ન થતા આવ્યા છે. ખેડૂત આપણા માટે જગતના તાત કહેવાય છે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના ખેડૂતોને સન્માન મળે તે માટે આયોજન પુર્વક સફળ પ્રયત્નો કર્યા છે પરંતુ આજદિન સુઘી કોઇ સરકારે ખેડૂતો માટે કોઇ યોજના બનાવી ન હતી. ખેડૂતોને સિધો લાભ મળે તે માટે કોઇ પ્રયત્ન કર્યા ન હતા પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે તેમને આર્થિક સહાય આપવાની શરૂઆત કરી. કિસાન સન્માન નિઘિ યોજના હેઠળ દર વર્ષે 6 હજાર રૂપિયા સિઘા તેમના બેંક ખાતામાં જમા થાય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દિલ્હીથી ખેડૂતો માટે રૂપિયા મોકલે અને તે રૂપિયા કોઇ પણ દલાલ કે વચોટિયા વગર સિઘા તેમના ખાતામાં જમા કરાવે છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભારત 2047માં વિકસીત ભારત બને તે માટે સંકલ્પ કર્યો છે અને તેના માટે દરેક ક્ષેત્રેને સમૃદ્ધ કરવા પડે તેમા ખેતીક્ષેત્ર પણ અગ્રેસર રહે તેની ચિંતા મોદી સાહેબે કરી છે. નરેન્દ્રભાઇ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી વિદેશમા ખાતરના ભાવ વધ્યા છે પરંતુ દેશના ખેડૂતોને એક પણ રૂપિયાનો ભાવ વઘારાનો ભાર સહન કરવા નથી દીધો અને સબસીડી આપીને ભાવ વધારોનો ખર્ચ સરકારે ભોગવી રહી છે. પહેલાના સમયમાં ખાતર મેળવા લાઇનો લાગતી,ખેડૂતો પર લાઢી ચાર્જ કરવામાં આવ્યો હોય તેવા બનાવ આપણે જોયા છે પરંતુ વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આવ્યા પછી કોઇ પણ ખેડૂતોને લાઢી ચાર્જનો સામનો કરવા પડયો નથી. ખેડૂતોને યોગ્ય સમયે ખાતર મળે તે માટે પ્રયાસ કર્યો છે. આ કૃષિ યુનિવર્સિટીનો લાભ લઇ ઓછા પાણીથી વઘુ પાક કયો થઇ શકે તેનું આયોજન કરી શકાશે. કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને જાણકારી આપી ને ખેડૂતોને ઓછા પાણીમા કયો પાક કરી શકે અને કેટલુ ઉત્પાદન થઇ શકે તેની જાણકારી મળી રહેશે.
શ્રી પાટીલજીએ કેચ ધ રેઇન યોજના વિષે માહિતી આપતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કેચ ધ રેઇન યોજના એટલે કે વરસાદી પાણીને જમીનમા ઉતારવા યોજના 2021મા શરૂ કરી છે અને આ યોજનામાં ગુજરાત એક મોડલ તરીકે પ્રસારીત થાય તે માટે પ્રયાસ આપણે સૌ એ સાથે મળી કરવાનો છે. સુરતમા રાજસ્થાનના વેપારીઓ રહે છે તેમને રાજસ્થાનના 40 હજાર ગામમોમા દરેક ગામમાં ચાર બોર પોતાના ખર્ચે કરવાનો સંકલ્પ કર્યો છે. નવસારી જીલ્લામાં પણ અંદાજે 2 હજાર જેટલા બોર સફળતા પુર્વક કરવામાં આવ્યા છે. રેઇન વોટર હાર્વેસ્ટીંગ થી પાણીની ગુણવતા સુઘરે છે અને જમીનમા પાણીના સ્તર ઉંચા આવે છે. પાણી નહી હોય તો આવનાર પેઢી આપણને માફ નહી કરે. પાણી ઇન્ડસ્ટ્રીમાં નથી બનવાનું. નવસારીમા પહેલી આદર્શ ગામ આપણે ચિખલીને બનાવ્યું છે તેમજ નવસારીને ધુમાડા રહિત જીલ્લો પણ બનાવ્યો અને કૃપોષિત બાળકોને સુપોષિત કરવા બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. આપણા કામોથી દેશના અલગ અલગ સાંસદો પ્રેરણા લે છે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સાંસદોને નવસારી મતવિસ્તારની કામ કરવાની પદ્ધી વિશે માર્ગદર્શન લેવા સુચન કરે છે.
આ કાર્યક્રમમાં રાજય સરકારના મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રી વિજયભાઇ પટેલ, શ્રી નરેશભાઇ પટેલ,શ્રી રાકેશભાઇ દેસાઇ,નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી,જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ,સસ્મીરાના પ્રમુખશ્રી મિહીરભાઇ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.