જૂનાગઢ ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને સોરઠ દૂધ ઉત્પાદક સંઘની સાધારણ સભા અને કુષિ શિબિર પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિષેશ ઉપસ્થિતિમાં યોજાઇ.

BJP GUJARAT NEWS

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ જૂનાગઢ ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને સોરઠ દૂધ ઉત્પાદક સંઘની સાધારણ સભા અને કુષિ શિબિર પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિષેશ ઉપસ્થિતિમાં યોજાઇ. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના સહકારી બેંકના ચેરમેન શ્રી કિરિટભાઇએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, સહકારી ક્ષેત્રને આપ સૌના સાથ અને સહકારના કારણે વધુ મજબૂત કર્યુ છે. સહકારી બેંકને 43 કરોડનો નફો થયો છે અને 10 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી તેના કારણે સભા સદોને 10 ટકા જેટલુ વળતર મળશે. ડેરીમાં પણ 3.71 કરોડનો નફો થયો છે. એક બેંક અને ડેરી જે વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી ન હોય તેમ છતા નફો કરે તેનુ કારણ સહકારી બેંકોને સાથ મળે છે,અને તેના કારણે જિલ્લામાં સમૃદ્ધી વધે છે. અનેક રાજયોમાં સહકારી બેંકો ચાલે છે પરંતુ તેમનુ ભાવી ડામાડોળ છે. ગુજરાતમાં અંદાજે 317 જેટલી મોટી સહકારી સંસ્થાઓ છે તેમા મોટા ભાગની સંસ્થાઓમાં ભાજપના કાર્યકરો જવાબદારી સંભાળી રહ્યા છે.

શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત દેશના ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. ખેડૂતોને ટેકનોલોજી સાથે ખેતી કરે તે માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. ખેડૂતોને વ્યાજબી ભાવે સમયસર ખાતર મળે તે માટે સરકાર કટીબદ્ધ છે. ખેડૂતોના ખાતામાં આજે સિધા રૂપિયા જમા થાય છે તે એક માત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબેના માર્ગદર્શનમાં થયુ છે.ખાતરના ભાવ વધે નહી તેના માટે સબસીડી પણ વધારી તેમજ દેશના ખેડૂતોને તકલીફ ન પડે તેની ચિંતા કેન્દ્ર સરકારે કરી છે. 15મી ઓગષ્ટે લાલ કિલ્લા પરથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિશ્વકર્મા માટે કરોડો રૂપિયાની યોજના જાહેર કરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જનતાને વિશ્વાસ અપાવ્યો છે કે આ સરકાર તમારી સાથે છે.

આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જીલ્લા પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ, ગીર સોમનાથ જીલ્લા પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પીઠીયા,પૂર્વ ધારાસભ્યશ્રી હર્ષદભાઈ રીબડીયા, ખેતી બેંકના ચેરમેનશ્રી ડોલરભાઈ કોટેચા,સંગઠનના પ્રભારીશ્રી દિલીપભાઈ પટેલ, પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી જશાભાઈ બારડ, સાવજ ડેરીના ચેરમેન શ્રી દીનેશભાઈ ખટારીયા,વાઈઝ ચેરમેન શ્રી મનુભાઈ ખોટી,શ્રી ડૉ ડી.પી.ચકલીયા, શ્રી જેઠાભાઈ પાનેરા, બેંક અને ડેરીના સદસ્યશ્રીઓ,ડીરેક્ટરશ્રીઓ,ખેડૂતો સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *