તારીખ 04 અને 05 જૂલાઇ ભાજપ ગુજરાત પ્રદેશની કારોબારી BAPS સ્વામિનારયણ મંદિર સારંગપુર ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની અધ્યક્ષતામા યોજાશે જે અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાઇ હતી.

BJP GUJARAT NEWS

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, આગામી સમયમા ગુજરાત પ્રદેશ કારોબારી યોજાનાર છે જે અંતર્ગત વિસ્તૃત માહિતી પ્રેસ કોન્ફરન્સ થકી આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલે મીડિયાને આપી હતી.

પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલે માહીતી આપતા જણાવ્યું કે, આગામી 4 અને 5 જૂલાઇના રોજ ભાજપ ગુજરાત પ્રદેશની કારોબારી બેઠક BAPS અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર સારંગપુરના બોટાદ જીલ્લામા યોજાવા જઇ રહી છે. પ્રદેશની કારોબારી નિરંતર સમયના ભાગરૂપે યોજાતી હોય છે જેના ભાગ રૂપે આગામી કારોબારી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના અધ્યક્ષસ્તામા યોજાશે. આ કારોબારી બેઠકમા કેન્દ્રીયનેતૃત્વ પણ ઉપસ્થિત રહેશે. કારોબારી બેઠકમા વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામા આવનાર છે તેમજ દેશમા સતત ત્રીજી વખત આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા એનડીએની સરકાર બનતા અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામા આવશે. કારોબારી બેઠકમા પ્રદેશના હોદ્દેદાર થી મંડળના પ્રમુખ સુઘીના કાર્યકર્તાઓ અપેક્ષીત છે.1300 થી વધુ સંખ્યામા કાર્યકર્તાઓ કારોબારી બેઠકમા ભાગ લેશે. કારોબારીમા જે પણ ચર્ચા થશે તેની માહિતી મીડિયા વિભાગ દ્વારા મીડિયાને આપવામા આવશે. કારોબારી સફળતા પુર્વક યોજાઇ તે માટે પ્રદેશની એક ટીમ પણ બનાવવામા આવી છે.

આ પ્રેસ કોન્ફરન્સમા પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, મુખ્ય પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસ,પ્રદેશના સહ પ્રવકતાશ્રી હિતેન્દ્રભાઇ પટેલ,પ્રદેશના રાજકોટ જીલ્લાના પ્રભારી અને પ્રદેશ કારોબારીના ઇન્ચાર્જશ્રી ધવલભાઇ દવે,શ્રી અનિલભાઇ પટેલ તેમજ પ્રદેશના મીડિયા સહ કન્વીનરશ્રી ઝુબિનભાઇ આશરા ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *